આ ફિલ્મને આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ તેના પ્રોડક્શન-હાઉસની ૧૭મી ફિલ્મ છે,
આમિર ખાન, સની દેઓલ અને રાજકુમાર સંતોષી
આમિર ખાન, સની દેઓલ અને રાજકુમાર સંતોષી હવે ‘લાહોર 1947’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મને આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ તેના પ્રોડક્શન-હાઉસની ૧૭મી ફિલ્મ છે, જેને રાજકુમાર સંતોષી ડિરેક્ટ કરશે. રાજકુમાર સંતોષી અને સની દેઓલે ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’માં સાથે કામ કર્યું છે. આ તેમની ચોથી ફિલ્મ છે. આમિર અને રાજકુમાર સંતોષી કલ્ટ ક્લાસિક ‘અંદાઝ અપના અપના’ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. આ વિશે આમિર ખાને એક્સ પર પોસ્ટ શૅર કરીને લખ્યું હતું કે ‘હું અને આમિર ખાન પ્રોડક્શન્સની ટીમ અમારી આગામી ફિલ્મ ‘લાહોર 1947’ની જાહેરાત કરવાને લઈને ખૂબ ખુશ છીએ. આ ફિલ્મમાં સની દેઓલ જોવા મળશે અને રાજકુમાર સંતોષી એને ડિરેક્ટ કરશે. ખૂબ જ ટૅલન્ટેડ સની દેઓલ અને મારા ફેવરિટ ડિરેક્ટર રાજકુમાર સંતોષી સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહી છું. તમારા આશીર્વાદની અમને જરૂર છે.’


