PVR આઈનૉક્સે આમિર ખાનના શાનદાર કરિઅરને કર્યો સેલિબ્રરેટ, લૉન્ચ કર્યું `આમિર ખાનઃ સિનેમા કા જાદૂગર` ફિલ્મ ફેસ્ટિવલ
આમિર ખાનઃ સિનેમા કા જાદૂગર
PVR આઈનૉક્સે આમિર ખાનના (Aamir Khan) શાનદાર કરિઅરને કર્યો સેલિબ્રરેટ, લૉન્ચ કર્યું `આમિર ખાનઃ સિનેમા કા જાદૂગર` ફિલ્મ ફેસ્ટિવલ
ભારતની સૌથી મોટી અને પ્રીમિયમ સિનેમા એગ્ઝિબિશન કંપની PVR આઈનૉક્સે આમિર ખાનના 60મા જન્મદિવસના ખાસ અવસરે `આમિર ખાનઃ સિનેમા કા જાદૂગર` નામે એક સ્પેશિયલ ફિલ્મ ફેસ્ટિવલ જાહેર કર્યો છે. આમિર ખાન, જે પોતાની દળદાર પરફૉર્મન્સ અને અલગ પ્રકારની ફિલ્મો માટે જાણીતા છે, તેમણે ભારતીય સિનેમાને એક નવી ઊંચાઈ આપી છે. તેમની ફિલ્મોએ ફક્ત બૉક્સ ઑફિસ પર તહેલકો નથી મચાવ્યો, પણ સમાજને પણ ઊંડાઈથી પ્રભાવિત કર્યો છે. આ યોગદાનને સેલિબ્રેટ કરવા માટે આ ખાસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેમના બહેતરીન સિનેમા કરિઅરને મોટા પડદા પર ફરીથી જોવાની તક મળશે.
ADVERTISEMENT
આમિર ખાનનું કરિઅર તેમની દળદાર સ્ક્રિપ્ટ પસંદગીની આદત, રેકૉર્ડતોડ ફિલ્મો અને એવી સ્ટોરીઝ માટે જાણીતું છે, જે સીધા લોકોના મન સુધી પહોંચી જાય છે. કયામત સે કયામત તકથી રોમાન્સનો નવો ચીલો ચાતરવાથી માંડીને લગાન, તારે ઝમીન પર, 3 ઇડિયટ્સ (3 Idiots) અને દંગલ (Dangal) જેવી ફિલ્મોથી સિનેમાનો વિચાર બદલવા સુધી, આમિરે પોતાની ફિલ્મો દ્વારા ઇન્ડસ્ટ્રી પર ઊંડી છાપ છોડી છે.
View this post on Instagram
પીવીઆર આઈનોક્સ લિમિટેડના (PVR Inox Limited) મેનેજિંગ ડિરેક્ટર અજય બિજલીએ આમિર ખાનની પ્રશંસા કરતા કહ્યું, "આમિર ખાન માત્ર એક અભિનેતા જ નથી પણ ભારતીય સિનેમાના સૌથી મોટા ટ્રેન્ડસેટરોમાંનો એક છે. તેમણે હંમેશા અનોખી અને શક્તિશાળી વાર્તાઓ પસંદ કરી છે જે ફક્ત મનોરંજન જ નહીં પણ તમને વિચારવા પણ મજબૂર કરે છે. 3 ઈડિયટ્સ જેવી ફિલ્મે આપણને શીખવ્યું કે સફળતાનો પીછો કરવા કરતાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી વધુ મહત્વપૂર્ણ છે - અને તે જ આમિરનો ગુણ છે. તેમની ફિલ્મો લોકોના હૃદય સુધી પહોંચે છે અને બોક્સ ઓફિસ પર હિટ પણ છે." બોલિવૂડના પહેલા 100 કરોડ ક્લબથી લઈને 200 કરોડ અને પછી 300 કરોડ સુધી, આમિર ખાને (Aamir Khan) દર વખતે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે સાબિત કર્યું કે સારી વાર્તાઓ અને મોટી કમાણી એકસાથે શક્ય છે.
`આમિર ખાન: મેજિશિયન ઓફ સિનેમા` ફેસ્ટિવલ દેશભરના પીવીઆર આઇનોક્સ થિયેટરોમાં યોજાશે, જે ચાહકોને મોટા પડદા પર આમિર ખાનની અદ્ભુત ફિલ્મોને ફરીથી જીવંત કરવાની તક આપશે. ભારતની સૌથી મોટી અને પ્રીમિયમ સિનેમા બ્રાન્ડ, PVR INOX, હંમેશા તેના ગ્રાહકોને શ્રેષ્ઠ સિનેમેટિક અનુભવ આપવા માટે નવીનતા લાવે છે. તેના અદ્ભુત થિયેટર અનુભવ સાથે, PVR INOX લાખો લોકો માટે ફિલ્મોને વધુ ખાસ બનાવી રહ્યું છે.

