પરિવારને મનાવવાના પોતાના પ્લાનિંગ વિશે આઇરાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે પરિવારને આ દોડમાં ભાગ લેવા માટે જણાવ્યું એટલે તરત ફૅમિલી-ગ્રુપમાં જાતજાતની શંકાઓ શરૂ થઈ ગઈ. એક વાર બધા અચકાતા-અચકાતા તૈયાર થયા.
આ વર્ષે આઇરા, તેની મમ્મી રીના દત્તા, પપ્પા આમિર, પપ્પાની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને આઇરાનો પતિ નૂપુર શિખરે પણ આ દોડમાં ભાગ લેવાના છે.
આમિર ખાનનો પરિવાર વર્ષોથી મુંબઈ મૅરથૉન સાથે સંકળાયેલો છે. મુંબઈ મૅરથૉન વખતે આમિર પોતાના મિત્રો અને પરિવાર સાથે પોસ્ટર્સ અને પીણાં લઈને દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે પહોંચી જાય છે. જોકે આમિરની દીકરી આઇરા ખાનના આગ્રહ અને દૃઢ ઇચ્છાશક્તિને કારણે આ વર્ષે સ્થિતિ બદલાવાની છે. આઇરાએ આ વર્ષે મુંબઈ મૅરથૉનમાં ફક્ત ફન્ડરેઇઝર તરીકે નોંધણી નથી કરાવી, પોતાના પરિવારને આ દોડમાં ભાગ લેવા માટે પણ તૈયાર કર્યો છે. આ વર્ષે આઇરા, તેની મમ્મી રીના દત્તા, પપ્પા આમિર, પપ્પાની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ અને આઇરાનો પતિ નૂપુર શિખરે પણ આ દોડમાં ભાગ લેવાના છે.
મુંબઈ મૅરથૉનમાં ભાગ લેવા માટે પરિવારને તૈયાર કરવાના પોતાના પ્રયાસો વિશે વાત કરતાં એક કાર્યક્રમમાં આઇરાએ જણાવ્યું હતું કે ‘મારો પતિ ઘણાં વર્ષોથી મુંબઈ મૅરથૉનમાં ભાગ લેતો આવ્યો છે. તે મને આમાં ભાગ લેવા માટે બહુ આગ્રહ કરી રહ્યો હતો, પણ મને લાંબી દોડથી ડર લાગતો હતો અને મને નહોતું લાગતું કે હું આમાં ભાગ લઈ શકીશ. જોકે નૂપુરે મને પ્રોત્સાહન આપતાં કહ્યું કે હું ડ્રીમ રનમાં ભાગ લઈ શકું છું, મારે કૅટેગરી જોઈને કોઈ એક કૅટેગરીની પસંદગી કરવી જોઈએ. એક રાતે ગૂગલ પર સર્ચ કરતાં મને ‘હોમ રન સ્ક્વૉડ’ નામની પહેલ વિશે ખબર પડી જેમાં એકસાથે દોડતા પરિવારને સન્માન આપવામાં આવે છે. મને લાગ્યું કે આ તો પર્ફેક્ટ છે. હવે ફક્ત પરિવારને મનાવવાનો જ બાકી છે.’
પરિવારને મનાવવાના પોતાના પ્લાનિંગ વિશે આઇરાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે પરિવારને આ દોડમાં ભાગ લેવા માટે જણાવ્યું એટલે તરત ફૅમિલી-ગ્રુપમાં જાતજાતની શંકાઓ શરૂ થઈ ગઈ. એક વાર બધા અચકાતા-અચકાતા તૈયાર થયા. ત્યારે મને સમજાયું કે તૈયાર થયેલા લોકો પાછળથી ખસી ન જાય એ બહુ જરૂરી છે. આના કારણે કોઈને વિચાર બદલવાનો સમય મળે એ પહેલાં મેં સોશ્યલ મીડિયા પર જાહેર કરી દીધું કે આખો પરિવાર હવે સત્તાવાર રીતે હોમ રન સ્ક્વૉડમાં જોડાઈ ગયો છે. આ પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરવા માટે મેં એક વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું અને સૌને એમાં ઍડ કર્યા. સવારે ૭ વાગ્યે ઊઠવાનો સૌ પ્રયત્ન કરે છે એ જોવું બહુ રસપ્રદ છે.’
આ કહીને આઇરાએ મજાકમાં કહ્યું કે અમે બધા સાથે મળીને તકલીફ સહન કરી રહ્યા છીએ.


