આમિર ખાને તેની ‘લગાન’ને ૨૧ વર્ષ થતાં તેના ઘરે રીયુનિયન રાખ્યું હતું.

લગાન ગૅન્ગ
આમિર ખાને તેની ‘લગાન’ને ૨૧ વર્ષ થતાં તેના ઘરે રીયુનિયન રાખ્યું હતું. આમિરના પ્રોડક્શન હાઉસ દ્વારા આ રીયુનિયનનો એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં ‘ચલે ચલો’ ગીત સંભળાઈ રહ્યું છે. આ રીયુનિયનમાં ડિરેક્ટર આશુતોષ ગોવારીકરની સાથે અખિલેન્દ્ર મિશ્રા, ગ્રેસી સિંહ, યશપાલ શર્મા, રઘુવીર યાદવ, રાજેશ વિવેક ઉપાધ્યાય, દયા શંકર પાંડે, રાજેન્દ્રનાથ ઝુત્શી, રાજા અવસ્થી, સુહાસિની મુળે, પ્રદીપ રામ સિંહ રાવત અને અમીન ગાઝીની સાથે ઘણા લોકોએ હાજરી આપી હતી.