Kareena Kapoor ટીન એજમાં લાગતી હતી Taimur જેવી, જુઓ ફોટો
કેટલાક દિવસો પહેલા કરીના કપૂર પોતાના મેક અપ વગરના ફોટાને કારણે ખૂબ ટ્રોલ થઈ હતી. જો કે તાજેતરમાં જ કરીના કપૂરની ટીન એજનો એક ફોટો વાઈરલ થયો છે, જેમાં તે તૈમુર જેવી લાગી રહી છે. કરીના કપૂરની ફેન ક્લબે એક્ટ્રેસનો ટીન એજનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શૅર કર્યો છે. આ ફોટોની સરખામણી તૈમુર સાથે થઈ રહી છે. જો કે મહત્વની વાત એ છે કે આજે 38 વર્ષે પણ કરીના કપૂર પોતાના આ ટીન એજ ફોટો જેવી જ લાગે છે. જાણે ઉંમરની તેના પર અસર જ નથી થઈ. કરીના કપૂરની ફેન ક્લબે આ ફોટો સાથે કેપ્શન આપ્યું છે,"Black and White Edition #childhoodmemories #throwback (sic)"
ADVERTISEMENT
આ ટીન એજ ફોટમાં કરીના કપૂર ચેકર્ડ સ્કર્ટ અને શર્ટમાં દેખાઈ રહી છે. ફોટો જોઈને કહી શકાય કે ત સમયે પણ કરીનાની ફેશન સેન્સ સુપર્બ હતી. આ ઉપરાંત કરીના કપૂરની ફેન ક્લબે એક્ટ્રેનો ફિલ્મ Angrezi Mediumના સેટ પરનો ફોટો પણ શૅર કર્યો છે. હાલ કરીના કપૂર લંડનમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. અને સેટના તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.
Angrezi Mediumમાં કરીના કપૂર ઈરફાન ખાન સાથે દેખાશે. આ ફિલ્મ 2017માં આવેલી ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. જેમાં ઈરફાન ખાન સાથે પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમર પણ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં કરીના કપૂર પોલીસના રોલમાં છે. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે સિક્વલમાં ઈરફાન ખાનની પુત્રી મોટી થઈ જાય છે અને ફોરેનમાં હાયર એજ્યુકેશન લઈ રહી છે, જેને કારણે ફિલ્મ વિદેશમાં શૂટ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ હિન્દી મીડિયમ એવા કપલની વાત હતી, જે પોતાની પુત્રીને સારુ શિક્ષણ આપવા માટે સ્ટ્રગલ કરે છે.
આ પણ વાંચોઃ 'કાંટા લગા' ગુજરાતી ગર્લ શેફાલી જરીવાલા હાલ લાગે છે આટલી બ્યૂટિફૂલ
કરીના કપૂરની વાત કરીએ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પરંપરા પ્રમાણે કરીના કપૂરે લગ્ન બાદ એક્ટિંગ નહીં કરવાની પરંપરા તોડી છે. એટલું જ નહીં તૈમુરના જન્મ બાદ પણ કરીના કપૂર બોલીવુડમાં સક્રિય છે. કરીના કપૂરે બોલીવુડની અન્ય એક્ટ્રેસિસ માટે એક એક્ઝામ્પલ સેટ કર્યું છે. વર્ક ફ્રંટ પર કરીના કપૂર અંગ્રેઝી મીડિયમ ઉપરાંત ગુડ ન્યૂઝમાં પમ કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર, દિલજીત દોસાંજ, કિયારા અડવાણી છે. તો કરણ જોહરની તખ્તમાં કરીના કપૂર રણવીર સિંઘ, વીકિ કૌશલ, આલિયા ભટ્ટ, અનિલ કપૂર, ભૂમિ પેડણેકર અને જાહ્નવી કપૂર સાથે દેકાશે.