ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ‘2018 – એવરીવન ઇઝ અ હીરો’ને ઑસ્કરની બેસ્ટ ફૉરેન ફિલ્મ કૅટેગરી માટે ઇન્ડિયાની એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે
ફાઇલ તસવીર
ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા ‘2018 – એવરીવન ઇઝ અ હીરો’ને ઑસ્કરની બેસ્ટ ફૉરેન ફિલ્મ કૅટેગરી માટે ઇન્ડિયાની એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મમેકર ગિરીશ કાસારવલ્લીના નેતૃત્વ હેઠળ ૧૬ મેમ્બરની એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી દ્વારા ૨૦૨૪ના ઑસ્કર અવૉર્ડ માટે મલયાલમ ફિલ્મને પસંદ કરવામાં આવી છે. આ એક સર્વાઇવલ ડ્રામા છે જેને ૨૦૧૮માં કેરલામાં આવેલાં પૂર પર બનાવવામાં આવી છે. આ વિશે ગિરીશ કાસારવલ્લીએ કહ્યું કે ‘આ એક પેન-ઇન્ડિયા સિલેક્શન છે. અમે ૧૬ મેમ્બર દ્વારા એક અઠવાડિયામાં બાવીસ ફિલ્મો જોઈ હતી. અમારે માટે આ ખૂબ મુશ્કેલ હતું, કારણ કે ઘણી સારી-સારી ફિલ્મો હતી. આથી કઈ ફિલ્મનું મેરિટ સારું છે એ નક્કી કરીને ‘2018 – એવરીવન ઇઝ અ હીરો’ને પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ ફક્ત ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે એવું નથી. આ ફિલ્મ દુનિયાભરમાં આવતી કુદરતી હોનારતને રિપ્રેઝન્ટ કરે છે. આ ફિલ્મ સિનેમૅટિકલી અને ટેક્નિકલી પણ ખૂબ સારી છે.’
આ બાવીસ ફિલ્મોમાં ‘ધ કેરલ સ્ટોરી’, ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘ગદર 2’, ‘ ‘ઝ્વિગાટો’, ‘ધ વૅક્સિન વૉર’, ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’, ‘બાલાગામ’, ‘વાળવી’, ‘બાપ લ્યોક’ અને ‘ઑગસ્ટ 16, 1947’ જેવી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


