આ દિવસે સિંગરના ખ્યાતનામ ગીત અય મેરે વતન કે લોગોંની હાજરીવાળું 120 બહાદુરનું ટીઝર રિલીઝ કર્યું
ફરહાન અખ્તરે ‘120 બહાદુર’નું ટીઝર રિલીઝ કર્યું
ગઈ કાલે લતા મંગેશકરની ૯૬મી જન્મજયંતી હતી. આ દિવસે તેમને ખાસ બહુમાન આપવા માટે ફરહાન અખ્તરે ‘120 બહાદુર’નું ટીઝર રિલીઝ કર્યું છે જેના બૅકગ્રાઉન્ડમાં લતા મંગેશકરે ગાયેલું તેમનું ખ્યાતનામ ગીત ‘અય મેરે વતન કે લોગોં’ વાગી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે આ ગીત ખાસ ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધમાં શહીદ થયેલા જવાનો માટે જ લખવામાં આવ્યું હતું અને ‘120 બહાદુર’ પણ ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે. ‘120 બહાદુર’ એકવીસમી નવેમ્બરે રિલીઝ થવાની છે.


