ઝોયા અખ્તરે ‘ધ આર્ચીઝ’માં નવા કલાકારોને લીધા છે. એ બધાને ડિરેક્ટ કરતાં ઝોયાને તેના શરૂઆતના દિવસોની યાદ તાજી થઈ ગઈ હતી. આ ફિલ્મના લીડ ઍક્ટર્સને ઝોયાએ ટ્રેઇનિંગ આપી છે.
ઝોયા અખ્તર
ઝોયા અખ્તરે ‘ધ આર્ચીઝ’માં નવા કલાકારોને લીધા છે. એ બધાને ડિરેક્ટ કરતાં ઝોયાને તેના શરૂઆતના દિવસોની યાદ તાજી થઈ ગઈ હતી. આ ફિલ્મના લીડ ઍક્ટર્સને ઝોયાએ ટ્રેઇનિંગ આપી છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં ઝોયાએ કહ્યું કે ‘તૈયારીનો સમય અમે વધારી દીધો હતો. એથી તેમને તૈયારીનો સમય વધુ મળ્યો, રિહર્સલ વધુ કર્યાં, ટ્રેઇનિંગ વધુ આપી. બીજી વસ્તુ એ છે કે તેઓ અન્ય ઍક્ટર્સ કરતાં અલગ છે. એથી ખૂબ ઉત્સાહ અને આનંદ હતા. તેમની સાથે મને મારી કરીઅરની શરૂઆતના દિવસો ફરીથી જીવવાનો અવસર મળ્યો છે. મને નથી લાગતું કે મને તેમની સાથે જે મજા આવી અને સરળતાથી કામ કરવા મળ્યું એવું અગાઉ કદી થયું હોય. તમે ઍક્ટરને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ નથી કરતા, તમે સ્ટોરીના હિસાબે પ્રોજેક્ટ કરો છો. જે પણ ઍક્ટર્સ એ સ્ટોરી માટે કામ કરે છે તમે એવા ઍક્ટર્સ સાથે કામ કરવા માગો છો.’

