અભિષેક-જૉન વગર અબ્બાસ-મસ્તાન ફિલ્મ ડિરેક્ટ નહીં કરે
તાજેતરમાં જ ધર્મા પ્રોડક્શન્સ સાથે હાથ મેળવનાર યુનાઇટેડ ટેલિવિઝન (UTV)એ આ રીમેકના રાઇટ્સ ખરીદી લીધા અને કહેવાય છે કે ત્યાર પછી જ સ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો. ઓરિજિનલ પ્લાન મુજબ આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને જૉન એબ્રાહમ હતા, પણ હવે આ પ્રોડ્યુસરો જૉન અને અભિષેકને બદલે બીજા કોઈ સ્ટાર્સને લેવાનું વિચારી રહ્યા છે ત્યારે એક વાત ચોક્કસ છે કે અભિષેક અને જૉનને રિપ્લેસ કરવામાં આવશે તો અબ્બાસ-મસ્તાન આ ફિલ્મ કોઈ પણ હિસાબે ડિરેક્ટ નહીં કરે. અભિષેક સાથે ‘પ્લેયર્સ’ અને જૉન સાથે ‘રેસ ૨’માં કામ કર્યા બાદ હવે તે બન્ને સાથે બંધાઈ ગયેલો નાતો તેઓ તોડવા નથી માગતા.