હું ફિઝિયોથેરપિસ્ટ ડિગ્રી ધરાવું, પણ પ્રૅક્ટિસ ક્યારેય કરી નથી.
જિગરા
હમણાં એક ફિલ્મ આવે છે ‘જિગરા’. એ ફિલ્મનું ટીઝર હજી હમણાં જ રિલીઝ થયું એ જોઈને મને આ આખી વાત યાદ આવે છે જે મારે તમારી સાથે શૅર કરવી છે. આજે મોટા ભાગના લોકો મને જિગરદાન તરીકે નહીં, જિગરા તરીકે જ ઓળખે અને સંબોધન પણ મને જિગરાના નામથી જ કરે. મને વાંધો પણ નથી, જેને જે રીતે ગમે એ રીતે બોલાવે. બસ, બોલાવે એ મહત્ત્વનું છે, પણ ઍક્ચ્યુઅલી આ જે નામ છે ‘જિગરા’ એ મેં બીજા જ હેતુથી કૉઇન કર્યું હતું. હું ફિઝિયોથેરપી કૉલેજમાં હતો ત્યારની આ વાત છે. હા, હું ફિઝિયોથેરપિસ્ટ ડિગ્રી ધરાવું, પણ પ્રૅક્ટિસ ક્યારેય કરી નથી.




