‘કાગઝ કે ફૂલ’ની જબરદસ્ત નિષ્ફળતા બાદ ગુરુ દત્તને મોટો આર્થિક ફટકો પડ્યો એટલે તાત્પૂરતો ‘આર્ટ ફિલ્મ’ માટેનો તેમનો મોહ ઓછો થઈ ગયો
વો જબ યાદ આએ
‘ચૌદહવીં કા ચાંદ’ના પ્રીમિયરમાં વહીદા રહેમાન, બેબી ફરીદા, ગુરુ દત્ત અને ગીતા દત્ત.
‘કાગઝ કે ફૂલ’ની જબરદસ્ત નિષ્ફળતા બાદ ગુરુ દત્તને મોટો આર્થિક ફટકો પડ્યો એટલે તાત્પૂરતો ‘આર્ટ ફિલ્મ’ માટેનો તેમનો મોહ ઓછો થઈ ગયો. ગુરુ દત્ત ફિલ્મ્સને તાત્કાલિક એક હિટ ફિલ્મની જરૂર હતી. તેમણે ધાર્યું હોત તો ‘પ્યાસા’ પહેલાંની લોકપ્રિય ક્રાઇમ થ્રિલર ફિલ્મો ‘બાઝી’, ‘જાલ’, ‘આરપાર’ અને ‘સીઆઇડી’ જેવી ફિલ્મ બનાવી શક્યા હોત, પણ એ દિશામાં તેઓ પાછા જવા નહોતા માગતા એટલે વર્ષો પહેલાં તેમના હાથમાં એક વાર્તા આવી હતી એ યાદ આવ્યું.