Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > સમજીને નહીં વાપરો તો AIનો ઉપયોગ સમસ્યાને આમંત્રણ આપશે

સમજીને નહીં વાપરો તો AIનો ઉપયોગ સમસ્યાને આમંત્રણ આપશે

29 March, 2024 08:27 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

તમારી પર્સનલ માહિતીનો AI કેવો અને ક્યાં ઉપયોગ કરશે એ ખબર નથી એટલે વ્યક્તિગત પ્રાઇવસી અને સેફ્ટી માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું મસ્ટ છે

પ્રતીકાત્મક તસવીર

ટેક ટૉક

પ્રતીકાત્મક તસવીર


આ​ર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ તમારું ઘણું કામ સરળ તો બનાવી શકે છે, પણ એના વપરાશમાં કેટલો ભરોસો મૂકવો એ હજીયે પાયાનો સવાલ છે. તમારી પર્સનલ માહિતીનો AI કેવો અને ક્યાં ઉપયોગ કરશે એ ખબર નથી એટલે વ્યક્તિગત પ્રાઇવસી અને સેફ્ટી માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું મસ્ટ છે

આ​ર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. માઇક્રોસૉફ્ટની કોપાઇલટ, ગૂગલની જૈમિની અને ChatGPT જેવી ઘણી ઍપ્લિકેશન છે જે AIનો ઉપયોગ કરે છે. આ ઍપ્લિકેશનની મદદથી તમારાં ઘણાં કામ સરળ થઈ જાય છે. જોકે આ ઍપ્લિકેશન જેટલી ઉપયોગી છે એટલી જ ખતરનાક પણ સાબિત થઈ શકે છે. આ તમામ ઍપ્લિકેશનો હજી ડેવલપ થઈ રહી છે એટલે કંપની દ્વારા દરેક યુઝરના ડેટા સેવ કરવામાં આવી રહ્યા છે. આ ડેટાનો ઉપયોગ તેઓ ઍપ્લિકેશનમાં ઇમ્પ્રૂવમેન્ટ લાવવા માટે કરે છે. ઘણા ડેટા સિસ્ટમ દ્વારા મૉનિટર કરવામાં આવે છે અને ઘણા ડેટા વ્યક્તિ દ્વારા મૉનિટર કરવામાં આવે છે. બન્ને કેસમાં યુઝરની પર્સનલ ઇન્ફર્મેશન પર રિસ્ક છે. સિસ્ટમ દ્વારા મૉનિટર કરવામાં આવતા હોય ત્યારે એ ડેટા હૅક થઈ શકે છે તેમ જ વ્યક્તિનું દિમાગ ગમે ત્યારે બદલાઈ શકે છે. આથી આ પ્રકારની ઍપ્લિકેશનનો ઉપયોગ કરતાં પહેલાં કેટલાંક સ્ટેપ ધ્યાનમાં રાખવાં.


પર્સનલ ડેટા શૅર કરવો નહીં
ચૅટબૉટનો જ્યારે પણ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એક વસ્તુનું હંમેશાં ધ્યાન રાખવું કે જે સવાલ કરવામાં આવે છે એ તમામ માહિતીનો યુઝર વિરુદ્ધ ઉપયોગ થઈ શકે છે. આથી હંમેશાં પોતાના પાસવર્ડ, પાસપોર્ટ નંબર, આધાર નંબર, બૅન્ક અકાઉન્ટ નંબર, ઍડ્રેસ, મોબાઇલ નંબર જેવી કોઈ પણ વસ્તુ શૅર નહીં કરવી. એટલું જ નહીં, પોતાની કંપની અથવા તો કસ્ટમરના ડેટા પણ ચૅટબૉટ સાથે શૅર નહીં કરવા કારણ કે એ તમામ વસ્તુ સ્ટોર થઈ શકે છે.



ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું ટાળવું
ઘણી ઍપ્લિકેશન ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરવાની સુવિધા આપે છે. જોકે એ ટાળવું વધુ હિતાવહ છે. PDFમાંથી ડૉક્યુમેન્ટ્સ ફાઇલ કરવા કે પછી એક ફાઇલમાંથી સંક્ષેપમાં લખવું કે પછી કોઈ પણ કારણસર એ ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં આવ્યા હોય તો એ તમામ ડેટા સિસ્ટમ વાંચશે. જો આ ડેટા પર્સનલ હોય અથવા તો કંપનીના ડેટા હોય તો એ તમામ ડેટા સિસ્ટમ પાસે જતા રહેશે. આથી જે માહિતી કંપનીની બહાર કોઈની પાસે ન જવી જોઈએ એવી હોય એ તમામ માહિતી સિસ્ટમ પાસે અથવા તો એને મૉનિટર કરનાર વ્યક્તિ પાસે જતી રહેશે. ઉદાહરણ તરીકે કોઈ કંપનીના હ્યુમન રિસોર્સ મૅનેજરે કંપનીના કર્મચારીની પેમેન્ટ ફાઇલને કોઈ કારણસર અપલોડ કરી તો દરેક કર્મચારીનો પગાર કેટલો છે અને બૅન્ક-ડીટેલ જેવી તમામ માહિતી સિસ્ટમ પાસે જતી રહેશે જે કરવાથી ટાળવું.


ડેટા કન્ટ્રોલ રાખવા
મોટા ભાગની ઍપ્લિકેશન ડેટા કન્ટ્રોલ કરવાનો ઑપ્શન આપે છે. બાયડિફૉલ્ટ આ ઑપ્શન તાલીમ અને ગુણવત્તાના હેતુ યુઝરના ડેટાને સ્ટોર કરવામાં આવતા હોય છે. જોકે એને ચેન્જ કરવું જરૂરી છે. ChatGPTમાં ડેટા કન્ટ્રોલમાં ઑપ્શન આપ્યો છે કે સર્ચ ડેટાનો ઉપયોગ કરવા દેવો કે નહીં તો એ માટે આ ઑપ્શન ઑફ કરવો જરૂરી છે તેમ જ ચૅટ હિસ્ટરીને સમયે-સમયે ડિલીટ કરતા રહેવું. કોપાઇલોટમાં પ્રાઇવસીમાં ક્લિયર બ્રાઉ​ઝિંગ ડેટા છે. એમાં ટાઇમ-રેન્જ એક કલાક, ૨૪ કલાક, ૭ દિવસ, ૪ અઠવાડિયાંમાં ડિલીટ કરવાની સાથે જ હંમેશાં સ્ટોર રાખવાનો પણ ઑપ્શન છે. આથી ઇચ્છા અનુસાર ટાઇમ-પિરિયડ સેટ કરીને ડેટા ડિલીટ કરતા રહેવું.

થર્ડ પાર્ટી પ્લગ-ઇનનો ઉપયોગ ન કરવો
AI ઍપ્લિકેશન ફક્ત ચૅટબૉટ પૂરતી મર્યાદિત નથી રહી. હવે AIનો ઉપયોગ ઘણી જગ્યાએ થઈ રહ્યો છે. આથી એનો ઉપયોગ કરતી વખતે થર્ડ પાર્ટી પ્લગ-ઇનનો ઉપયોગ કરવાનું ટાળવું. આ પ્લગ-ઇન તમામ ડેટાને સ્કૅન કરી શકે છે. થર્ડ પાર્ટી પ્લગ-ઇનનો ઉપયોગ ન થતો હોય ત્યાં સુધી ડેટા ગૂગલ અથવા તો માઇક્રોસૉફ્ટ અથવા તો ChatGPTના સર્વર પર હોય છે જેની સિક્યૉરિટી મૅક્સિમમ હોય છે. જોકે જેવું થર્ડ પાર્ટી પ્લગ-ઇન એમાં ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું કે દરેક ડેટા આ થર્ડ પાર્ટી સિસ્ટમના સર્વર પર પણ સ્ટોર હોય છે. આથી આ ડેટા લીક થવાના ચાન્સ વધુ છે તેમ જ થર્ડ પાર્ટી પ્લગ-ઇન ઈ-મેઇલ, નોટ્સ અને અન્ય ઍપ્લિકેશનમાંથી ડેટા કલેક્ટ કરવાનું પણ કામ કરી શકે છે. આથી હંમેશાં થર્ડ પાર્ટી પ્લગ-ઇનનો ઉપયોગ કરવાનું ટાળવું. જો જરૂર પડ્યે ઉપયોગ કરવાનો હોય તો હંમેશાં એ વાતનું ધ્યાન રાખવું કે આ પ્લગ-ઇન ઘણા લાંબા સમયથી કાર્યરત છે તેમ જ એને સતત અપડેટ કરવામાં આવવાની સાથે ઘણા લોકોએ એને ડાઉનલોડ કરી હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2024 08:27 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK