° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


નો સેક્સ પ્લીઝ

20 May, 2022 04:04 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

એક સર્વેક્ષણનો ડેટા કહે છે કે પૅન્ડેમિકમાં યંગસ્ટર્સ એ સ્તર પર વર્ચ્યુઅલ સૅટિસ્ફૅક્શન મેળવતા થઈ ગયા કે તેમની વાસ્તવિક જરૂરિયાતો જાણે રહી જ નથી. જે ઉંમરમાં ઑપોઝિટ સેક્સ પ્રત્યેનું આકર્ષણ સર્વાધિક હોય છે

નો સેક્સ પ્લીઝ

નો સેક્સ પ્લીઝ

એક સર્વેક્ષણનો ડેટા કહે છે કે પૅન્ડેમિકમાં યંગસ્ટર્સ એ સ્તર પર વર્ચ્યુઅલ સૅટિસ્ફૅક્શન મેળવતા થઈ ગયા કે તેમની વાસ્તવિક જરૂરિયાતો જાણે રહી જ નથી. જે ઉંમરમાં ઑપોઝિટ સેક્સ પ્રત્યેનું આકર્ષણ સર્વાધિક હોય છે એ એજમાં યુવાનોના જીવનમાંથી શારીરિક સંબંધો પ્રત્યેનું ખેંચાણ ઘટી રહ્યું છે, ખરેખર?

એક બ્રિટિશ સર્વે કહે છે કે ૨૬ વર્ષ નીચેના દર આઠમાંથી એક યુવાન વર્જિન છે. ૧૮થી ૨૯ વર્ષના એજ ગ્રુપના ત્રીજા ભાગના અમેરિકન યુવાનોનું સેક્સ માટેનું આકર્ષણ ઓછું થયું છે. બીજો એક સર્વે કહે છે કે ૧૯૯૦ની તુલનાએ છેલ્લાં દસ વર્ષના ડેટા પ્રમાણે લગભગ ૬૦ ટકા કરતાં વધારે અમેરિકન ટીનેજર્સ વર્જિન રહેવાનું પ્ર‌િફર કરી રહ્યા છે. અમેરિકાની રટગર્સ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ એલ્બેનીના રિસર્ચરોએ ૨૦૦૭થી ૨૦૧૭માં એકઠા કરેલા ડેટાનો અભ્યાસ કર્યા પછી નોટિસ કર્યું છે કે યંગસ્ટર્સનું સેક્સ પ્રત્યેનું આકર્ષણ પહેલાંની જનરેશનની તુલનાએ નોંધનીય રીતે ઘટ્યું છે. પૅન્ડેમિક પછ‌ી આ સ્થિતિમાં વધુ ઘેરો બદલાવ નોંધાયો છે. જેમ કે ડેટિંગ સાઇટ ‘મૅચ’ દ્વારા પબ્લિશ થયેલો એક સર્વે કહે છે કે પૅન્ડેમિક પછી લગભગ ૮૧ ટકા પુરુષોએ સ્વીકાર્યું કે હવે તેમના માટે ફિઝિકલ અટ્રૅક્શન ઓછું મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે. અમેરિકામાં રિસર્ચરો આ સ્થિતિને સેક્સ રિસેશન તરીકે જોઈ રહ્યા છે. એક સર્વેક્ષણનો ડેટા એમ પણ કહે છે કે પૅન્ડેમિકમાં ઘણા યંગસ્ટર્સ વર્ચ્યુઅલ સેક્સ તરફ એ રીતે વળી ગયા કે તેમને હવે વાસ્તવિક રીતે મળીને આગળ વધવાની જરૂરિયાત જ નથી દેખાતી. અમેરિકા જેવી ઓપન સોસાયટીના આ ડેટા ચોંકાવનારા છે ત્યારે ભારતમાં શું સ્થિતિ છે? આપણે ત્યાં મિલેનિયલ જનરેશન અને આજના ટીનેજર્સનું ઑપોઝિટ સેક્સ પ્રત્યેનું બાયોલૉજિકલ આકર્ષણ અને તેમના પ્રેફરન્સમાં કોઈ બદલાવ આવ્યો છે? આ ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી જાણીએ આ સવાલોના જવાબ. 
ક્યાંક વા‍ત સાચી
એક જમાનો એવો હતો જેમાં તમે તમારી કૉલેજની ગમતી છોકરી સાથે વાત કરી લીધી તો પણ બહુ જ મોટી વાત ગણાતી. જાણીતા સેક્સોલૉજિસ્ટ અને જનરલ ફિઝિશ્યન ડૉ. રાજન ભોસલે કહે છે, ‘જમાનો બદલાય તો અમુક રીતભાતો પણ બદલાતી હોય છે. એક સમયે છોકરી હસી દે તો પણ મોટી ઘટના હતી, જે હવે મીડિયાના ઓવર-એક્સપોઝરના યુગમાં સાવ સામાન્ય બાબત છે. એક સમયે અમુક પ્રકારની ફિલ્મોની સી.ડી.ને સંતાડીને રાખવામાં આવતી, આજે જેની દુકાનો બંધ થઈ ગઈ છે. એક જમાનો હતો જ્યારે પ્લેબૉય ટાઇપનાં મૅગેઝિનો માટે અનેક લોકો વધારાના પ્રયત્નો કરતા. આજની જનરેશને આવું કંઈ જ કરવું નથી પડતું. એની સામે બધું જ ખુલ્લું છે. તેમને કોઈ વસ્તુ સંતાડીને કરવી પડતી નથી. આજથી દસ-પંદર વર્ષ પહેલાં એક બોલ્ડ છોકરીનો ફોટો પેપરમાં છપાય તો લોકો એને જોવા માટે ખાસ છાપું ખરીદતા, આજે એવું કોઈ કરશે? બધું જ એક ક્લ‌િકની દૂરી પર છે તો દેખીતી રીતે એક સમય બાદ એનું ફૅસિનેશન ખતમ થઈ જાય. એના માટેનું આકર્ષણ ઓછું થઈ જાય અને બને કે પહેલાંની પેઢી જે બાબતોમાં અટકેલી હતી ત્યાં આજની જનરેશનને ઇન્ટરેસ્ટ પણ ન હોય. બહુ જ સહજ છે આ બાબત.’
સેન્સ ઑફ સાઇકોલૉજિલ સૅટિસ્ફૅક્શન આજના વર્ચ્યુઅલ યુગમાં આમ પણ સરળ બન્યું છે, જેને લૉકડાઉને વધુ હવા આપી છે એમ કહી શકાય એમ જણાવીને રિલેશનશિપ કાઉન્સેલર દીપાલી પંડ્યા અહીં કહે છે, ‘આર્ટ, રિલેશનશિપ, પૈસા, પાવર, સેક્સ વગેરે માટેનું ક્રેવિંગ હોય છે. પહેલાંના સમયમાં સેક્સ માટેનું ક્રેવિંગ ક્યુરિયોસિટીને કારણે વધારે હતું. અનઍક્સેસેબલ હોવાને કારણે એના પ્રત્યેનું ખેંચાણ અનેકગણું હતું. આજે એવું નથી. જોકે એનો અર્થ એવો પણ બિલકુલ નથી કે લોકોને સેક્સમાં જરાય રસ જ નથી. એમ કહી શકાય કે માત્ર સેક્સમાં જ રસ હોય એવું નથી. આજની જનરેશન કદાચ પોતાની જરૂરિયાતને લઈને ક્લિયર થતી જાય છે.’
સંબંધનો સવાલ
સેક્સ માટેનું ઑબ્સેશન કે એના માટેની ઉંમર સાથે આવતી ઉત્સુકતા નથી પરંતુ સંબંધો માટેની જરૂરિયાત ઘટી હોય એવું મને નથી લાગતું એમ જણાવીને ડૉ. રાજન કહે છે, ‘આજે પણ 
હાર્ટબ્રેક થાય તો છોકરા અને છોકરીની આંખોમાં આંસુ આવી જ જાય છે. 
આજે પણ હૃદયભંગ ડિપ્રેશનનું કારણ બને છે. ‌વર્ચ્યુઅલ વર્લ્ડે જાણકારી પ્રોવાઇડ કરી છે પરંતુ ઇમોશનલ નીડ માટે આજે પણ દરેક જનરેશન કોઈના હોવાની જરૂરિયાતને મહેસૂસ કરે જ છે. આજે પણ પોતાની ગમતી વ્યક્તિને ખુશ કરવાના પ્રયાસો ટીનેજરો કરે છે. આજે પણ રોમૅન્સ અને પ્રેમ પ્રત્યે ઝુકાવ છે. સેક્સ માટેની જિજ્ઞાસા પૂરી થઈ ગઈ અને હવે વર્ચ્યુઅલ લેવલ પર સેક્સને લગતા અનરિયલિસ્ટિક કન્ટેન્ટ પ્રત્યે પણ આજની જનરેશન અવેર થઈ ગઈ છે એ પણ મેં ઑબ્ઝર્વ કર્યું છે. તેઓ સેક્સને લઈને રિયલિ‌સ્ટિક થયા છે. પરંતુ તેમનામાંથી પ્રેમની બાદબાકી નથી થઈ એ પણ એટલું જ સાચું છે. મારી દૃષ્ટ‌િએ આજની સામાજિક સ્થિતિ પ્રમાણે આવી રહેલો આ બદલાવ વખોડવાલાયક તો નથી જ. સિલેક્ટિવ અને સભાન થઈને સેક્સ્યુઅલ ઇન્ટિમસીમાં આગળ વધવાનો અપ્રોચ હંમેશાંથી આવકાર્ય હતો જે આજની જનરેશનમાં અમુક અંશે દેખાઈ રહ્યો છે. બાકી તો એવું છેને કે દરેક સમયે જનરેશન-ટુ-જનરેશન અમુક સમાજ વ્યવસ્થા અનુસાર બદલાવ આવતા જ રહેવાના છે.’

પેરન્ટ્સ, તમે આટલું કરો

ટેક્નૉલૉજી બદલાઈ રહી છે અને જમાનો પણ એની સાથે સતત બદલાતો રહેશે, પરંતુ એ બધા વચ્ચે કંઈ નહીં બદલાય તો એ છે પ્રેમ અને વાત્સલ્ય. એનો કોઈ પર્યાય વર્ચ્યુઅલ વિશ્વમાં તમારાં સંતાનોને નહીં મળે. આ વાત સાથે સેક્સોલૉજિસ્ટ ડૉ. રાજન ભોસલે કહે છે, ‘તમારાં સંતાનોને ખૂબ પ્રેમ કરો. તમે તેને કન્ટ્રોલ કરવાના, તમારું કહ્યું કરાવવાના પ્રયાસો છોડીને તેને ભરપૂર પ્રેમ કરો. આજની જનરેશનને પ્રેમથી જ જીતી શકાશે. દાદાગીરીની ભાષા તેમને સમજાતી નથી એટલું સમજી લો. ભલે એ તમને ડિપેન્ડન્ટ હોય, ભલે તમે તેની પાછળ ખર્ચા કરીને બેસ્ટ આપવાના પ્રયાસો કરતા હો પણ એ જતાવીને તમે તેને કન્ટ્રોલ કરશો તો એ વાત ભૂલી જાઓ કે લાંબા સમય સુધી એ તમારું માનશે. આજે તમે તેને પૈસાનું જોર દેખાડશો તો બની શકે એ આવતી કાલે તમારા કરતાં પણ વધારે અર્ન કરતો થઈ જાય અને તમને પૂછે પણ નહીં. તેના પર વિશ્વાસ મૂકો અને તેને પ્રેમ કરો. જો અધિકાર જતાવવા ગયા તો હાથમાંથી છટકી જશે. અત્યારના સમયમાં પ્રેમની કોઈ કૉમ્પિટિશન નથી.’

ઍન્ગ્ઝાયટી વધી રહી છે

આજની જનરેશનમાં સૌથી વધુ કિસ્સા જોવા મળતા હોય તો એ છે ઍન્ગ્ઝાયટીના. ‌કાઉન્સેલર દીપાલી પંડ્યા કહે છે, ‘સોશ્યલ મીડિયામાં સૌથી વધુ કલાકો પસાર કરતી આજની પેઢીનું એક્સાઇટમેન્ટ અને ઘણીબધી બાબતો માટેનું ફૅસિનેશન ઘટી રહ્યું છે તો સાથે ઓવરએક્સપોઝરને કારણે ઍન્ગ્ઝાયટી પણ વધી રહી છે. તેમનામાં‌ સ્થિરતા નથી. માઇન્ડમાં ક્લટર વધ્યો છે. 
જે બહાર દેખાય છે એની સાથે જાતને કમ્પેર કરતા રહેવાથી પર્ફોર્મન્સ ઍન્ગ્ઝાયટી પ્રમાણમાં આજના ટીનેજરમાં વધી રહી છે.’

20 May, 2022 04:04 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

હૈયાનો હાર (પ્રકરણ ૪)

માસાહેબ-અજિંક્યનું કાવતરું જાણ્યા પછી બૅગ ચોરનાર ગૌણ હતો, ખરેખર તો હીરા બૅગ ચોરાઈ એ પહેલાંના બદલાઈ ગયેલા એ જાણ્યા પછી તાનિયાના દિમાગમાં રિયાની બેવફાઈ ટિકટિક થવા લાગી હતી

30 June, 2022 08:10 IST | Mumbai | Samit (Purvesh) Shroff

સચ્ચે દોસ્ત હમેં કભી ગિરને નહીં દેતે ન કિસી કી નઝરોં મેં, ન કિસી કે કદમોં મેં!

માણસના દરેક કાર્ય પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે. તેની કોઈ પણ પ્રવૃત્તિ પાછળ બદલાની-ફળની આશા તો રહેવાની જ. ફળની આશા ન રાખવી એવો ભાવ પણ એક ફળની આશા જ છે.

29 June, 2022 08:35 IST | Mumbai | Pravin Solanki

તમે જેવા છો એવા જ બેસ્ટ છો

કંઈ પણ પામવું હોય તો પહેલાં જે જેવું છે એનો સહજ સ્વીકાર કરવો એ પહેલું પગથિયું છે. યોગ તમને એ પગથિયું ચડવામાં કેવી રીતે મદદ કરી શકે છે એ જાણી લો આજે

29 June, 2022 08:22 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK