ગોલ્ડન વર્ડ્સ - જો ડાયટ અને વર્કઆઉટમાંથી એક પર જ ફોકસ થઈ શકતું હોય તો હું કહીશ કે ડાયટ પર ફોકસ કરજો. તમારા ફૂડને ઓળખતા થશો તો પણ તમે અડધો જંગ જીતી જશો.
સેજલ sharma
‘31st ઑક્ટોબર’, ‘ઓમાયા’, ‘જાનલેવા’, ‘ઇશ્ક ના હોવે રબ્બા’ જેવી અઢળક હિન્દી, પંજાબી અને સાઉથની ફિલ્મો કરી ચૂકેલી સેઝલ શર્મા અત્યારે વેબ-સિરીઝ ‘પરછાઇયાં’ શૂટ કરે છે. સેઝલ માને છે કે જો તમે બીજું કંઈ ન કરી શકો તો માત્ર અને માત્ર તમારી ડાયટ પર ધ્યાન આપીને પણ હેલ્થની બાબતમાં જાગૃતિ લાવી શકો છો અને તેની વાત ખોટી પણ નથી
શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણું શરીર એક મંદિર છે પણ તમે સાચે જ જાતને પૂછો કે શું આપણે ક્યારેય એ વાતને ફૉલો કરીએ છીએ ખરા?
ADVERTISEMENT
આપણે આપણા બૉડીમાં એટલો કચરો ભર્યા કરીએ છીએ અને જરા પણ તકલીફ લેવા રાજી નથી કે જેને લીધે બૉડી ક્લીન થાય કે પછી બૉડી પોતાના શેપમાં ફરી આવે. આપણને ટીવી ખરાબ નહીં ચાલે, મોબાઇલ પણ બેસ્ટ ક્વૉલિટીનો જોઈશે અને બીજું બધું પણ સારામાં સારું વાપરીશું પણ બૉડીને સારામાં સારી રીતે સાચવવાનું કામ નહીં કરીએ અને અહીં જ આપણી ભૂલ છે. જો તમે ઇચ્છતા હો કે લાઇફટાઇમ તમારું બૉડી કોઈ જાતની હેરાનગતિ વિના કામ કરે તો તમારે અત્યારે, આ વાંચો છો ત્યારથી જાગી જવું પડશે.
એક સમય હતો કે એંસી અને નેવું વર્ષનું આયુષ્ય કૉમન હતું, પછી એમાં ઘટાડો થયો અને હવે સિત્તેર પર ઍવરેજ આયુષ્ય બધાનું થયું છે પણ જો આમ જ ચાલતું રહ્યું અને આપણે કોઈ જાતનો લાઇફટાઇમમાં સુધારો કર્યો નહીં તો તમે લખી રાખજો, આપણું આયુષ્ય મૅક્સિમમ પચાસથી સાઠ વર્ષનું થઈ જશે. હું કહીશ કે હજી પણ સમય છે, જાગી જઈએ તો સારું છે.
હોમ ફૂડ છે બેસ્ટ ફૂડ
બીજું કંઈ થાય નહીં તો ઍટ લીસ્ટ ફૂડની બાબતમાં તમે રૂટીન લાવવાની કોશિશ કરો. હું સાંજે સાત વાગ્યા પછી બિલકુલ ખાતી નથી અને મારું આ રૂટીન છેલ્લાં આઠેક વર્ષથી છે. તમારાથી હમણાં વર્કઆઉટ શરૂ ન થઈ શકતું હોય તો તમે ડાયટની બાબતમાં થોડા વધારે પન્ક્ચ્યુઅલ થઈ જાઓ અને તમારી ડાયટમાંથી એવી ચીજવસ્તુ કાઢી નાખો જેમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે. બધું જ ખાવું છે એવું નક્કી રાખો પણ એની સાથે એક શરત રાખો કે એ ઘરમાં બનેલું હોય અને ઓછામાં ઓછી પ્રોસેસ સાથે તૈયાર થયું હોય.
શુગર ખાવાને બદલે જૅગરી પાઉડરનો ઉપયોગ કરો. ઑઇલ ખાવાને બદલે ઘરમાં જ બનેલું ઘી લો. એક ને બદલે બે સ્પૂન ઘી ચાલશે પણ બહારના ઑઇલ કરતાં એ હજાર ટાઇમ વધારે સારું હશે, કારણ કે તમારી આંખ સામે બન્યું હશે.
હું ખાવાની બહુ શોખીન છું, પણ મેં શોખને કન્ટ્રોલ કર્યો છે. મને પીત્ઝા ખાવાનું મન થાય તો હું પરાઠા પીત્ઝા ઘરે બનાવું અને એમાં સૉલ્ટેડ બટર યુઝ કરવાને બદલે ઘરનું વાઇટ બટર યુઝ કરું. શ્રીખંડ ખાવાનું મન થાય તો મારી ઇચ્છા મારું નહીં પણ ઘરે દહીં અને જૅગરી પાઉડરનો ઉપયોગ કરીને મિષ્ટી દોઈ કે પછી દહીં અને ફ્રૂટ્સ નાખીને ઘરે જ ફ્રૂટ શ્રીખંડ બનાવી લઉં.
આપણે ફૂડને જેટલું પ્રોસેસ કરીએ છીએ એટલું પ્રોસેસ દુનિયામાં ક્યાંય નથી થતું. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઓબેસિટીનો પ્રશ્ન સૌથી ઓછો છે, જેની પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે એ લોકો મૅક્સિમમ રૉ-ફૂડ ખાય છે અને ફૂડને અતિશય પ્રોસેસ નથી કરતા.
વર્કઆઉટમાં નો બ્રેક
વર્કઆઉટની બાબતમાં હું ક્યારેય કોઈ બ્રેક લેતી નથી. છેલ્લાં સાત વર્ષમાં મેં હાર્ડ્લી ત્રણેક બ્રેક લીધા હશે અને એની પાછળનાં કારણોમાં પણ કોઈ ક્રીમેશિન કે હૉસ્પિટલાઇઝેશનના ઇશ્યુ રહ્યા છે પણ એ સિવાય મારા વર્કઆઉટમાં કોઈ બ્રેક હોતો નથી. પંજાબી અને સાઉથની ફિલ્મો કરવાની શરૂ કરી ત્યારથી અતિશય વર્કલોડ હોય છે પણ હું એક થિયરી પર કામ કરું છું.
બધા પાસે ચોવીસ કલાક છે અને મારી પાસે પણ ચોવીસ કલાક જ છે, મારે બધું એમાં જ મૅનેજ કરવાનું છે. હું અહીં કહીશ કે જો તમે ફિટ હશો, હેલ્ધી હશો તો તમને કંટાળો કે આળસ નહીં આવે. જો તમારી હેલ્થ તમારા કન્ટ્રોલમાં હશે તો તમને નાહકની લાંબી ઊંઘ પણ નહીં આવે અને બહુ ટૂંકા સમયની સાઉન્ડ સ્લીપ સાથે તમે તમારા બૉડીને રેસ્ટ આપી શકશો, જેનો સીધો મોટો ફાયદો એ થશે કે તમે દિવસના તમારા હિસ્સામાં આવતા ચોવીસ કલાકનો બેસ્ટ યુઝ કરી શકશો.
યુઝ્અલી હું મિક્સ વર્કઆઉટ કરું છું; જેમાં સાઇક્લિંગ પણ હોય, કાર્ડિયો પણ હોય, સ્વિમિંગ પણ હોય અને વીકમાં ત્રણ દિવસ જિમમાં જઈને મસલ્સ ટ્રેઇનિંગ પણ કરું. હું કહીશ કે કોઈએ સીધા જ જિમમાં ન જવું જોઈએ. જિમમાં જવાને બદલે પહેલાં રૂટીન લાઇફમાં લાઇટ વર્કઆઉટ શરૂ કરવું જોઈએ જેથી બૉડી રિલીઝ થવા માંડે.


