Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શરીરને સ્વસ્થ રાખવું હોય તો શરીર સાથે વાત કરતાં શીખી જાઓ બસ

શરીરને સ્વસ્થ રાખવું હોય તો શરીર સાથે વાત કરતાં શીખી જાઓ બસ

03 January, 2023 05:08 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘યે હૈ મોહબ્બતેં’, ‘ઢાઇ કિલો પ્રેમ’, ‘બહોત પ્યાર કરતે હૈં’ જેવી સિરિયલોની સાથે ‘24’, ‘ધર્મક્ષેત્ર’ જેવી સુપરહિટ વેબ-સિરીઝ કરી ચૂકેલી અને અત્યારે ‘પ્યાર‍ કે સાત વચન : ધર્મપત્ની’ સિરિયલમાં દેખાતી શિરીન મિર્ઝા આ જ રૂલ ફૉલો કરે છે

શિરીન મિર્ઝા

ફિટ એન્ડ ફાઇન

શિરીન મિર્ઝા


સૌથી પહેલાં એક વાત તો સમજી લો કે દુનિયામાં એકેય વસ્તુ ફ્રી નથી. દરેક બાબતની એક કિંમત હોય છે. તમારે એને પામવા માટેની કિંમત ચૂકવવી જ પડે અને તો જ એ તમારી સાથે લૉન્ગ લાસ્ટિંગ રહે. ફિટનેસની બાબતમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. 

ફિટનેસ માટે એફર્ટ્સ વિના લાંબું ટકી જ ન શકાય. નાનપણમાં તો ઍક્ટિંગ કરવા વિશે દૂર-દૂર સુધી વિચાર્યું નહોતું, પણ જેવી મૉડલિંગ અને ઍક્ટિંગમાં આવી કે સહજ રીતે હું હેલ્થ માટે વધુ કૉન્શિયસ થઈ ગઈ. જેમ-જેમ ઉંમર વધે એમ-એમ તમારી હેલ્થ અને ફિટનેસની ડેફિનિશન બદલાતી હોય છે. મારા હસબન્ડ અને મારી બહેન ફિટનેસની બાબતમાં મારાં બિગેસ્ટ ઇન્સિપિરેશન છે. મારી દૃષ્ટિએ ફિટનેસ એટલે અંદરથી હેલ્ધી ફીલ કરવું. અંદરખાને ફ્રેશનેસ હોય અને બહારથી પોતાને જુઓ તો એ ફીલ ગુડ ફૅક્ટર પણ હોય. ઘણા એવા લોકોને હું ઓળખું છું જેઓ બહારથી બલ્કી હોય તો પણ અંદરથી હેલ્ધી હોય તો તેઓ ફિટ છે. 



હું એ પણ માનું છું કે તમારા ફિટનેસ ગોલ લૉન્ગ લાસ્ટિંગ હોવા જોઈએ, વન ટાઇમ વન્ડર જેવા નહીં. એવી બાબતો તમારા ફિટનેસ રેજીમમાં ઉમેરો જેને તમે રોજેરોજ કરી શકવાના હો. 
બૅલૅન્સ મહત્ત્વનું | લાઇફમાં કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રિમ લેવલ પર પહોંચે ત્યારે એ નુકસાન કરે છે એ તમે નાનપણથી સાંભળતા આવ્યા છો. ઍનિથિંગ ઇન ઍક્સેસ ઇઝ પૉઇઝન. સેમ વે, મારા માટે ફિટનેસની બાબતમાં પણ આ વાત લાગુ પડે છે. 


વધુ પડતી એક્સરસાઇઝ કર્યા કરવી અને રેસ્ટ બિલકુલ ન કરવો અથવા તો ડાયટના નામે ખૂબ જ બોરિંગ ખાવાનું ખાધા કરવું અને રેસ્ટ ન કરવો, આ બન્ને સંજોગો અવૉઇડ કરીને બૅલૅન્સ શોધો. અને એ બૅલૅન્સ માટે તમે તમારી બૉડીની જ મદદ લો. તમારા શરીર પર ફોકસ કરો. એને ઓળખો. એનાં ફીલિંગ્સ, રીઍક્શન, એનાં તમામ અપ્સ ઍન્ડ ડાઉનને નોટિસ કરો. સાચું કહું છું, એ પછી તમારે એકેય ડાયટિશ્યનની જરૂર નહીં પડે. તમે જ તમારા ફિટનેસ એક્સપર્ટ બની જશો. 

એવરીથિંગ ઇન લિમિટ | હું યોગ, વૉકિંગ અને રનિંગ નિયમિત કરું છું. એવા કોઈ કિરદારની જરૂરિયાત હોય તો જિમમાં જઈને ઇન્ટેન્સ વર્કઆઉટ પણ કરી લઉં છું, પણ ઓવરઑલ હું મારી ફિઝિકલ ઍક્ટિવિટી અને ડાયટમાં એક બૅલૅન્સ રાખવાનો મુખ્ય પ્રયાસ કરું છું. એ જ મારી ફિટનેસ અને હેલ્થનું રહસ્ય છે. 


હું રમઝાનમાં બહુ જ વ્યવસ્થિત રીતે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરું છું. એ જ નિયમ મેં બાકીના દિવસોમાં પણ કાયમ રાખ્યો છે અને મારી બાબતમાં એ બેસ્ટ વે પર વર્ક કરે છે. 

ખાવાની શોખીન |  નૉર્થ ઇન્ડિયન હોવાના નાતે ખાવાનો શોખ મારા જીન્સમાં છે એમ કહું તો પણ ચાલે. ચાટ આઇટમ મારી ફેવરિટ છે. ખાસ કરીને મુંબઈની પાણીપૂરી. હું એની દીવાની છું એવું કહું તો ચાલે અને સાથોસાથ મારે એ પણ કહેવું છે કે નૉર્થની અનેક ચાટ હજી પણ મુંબઈમાં જોવા નથી મળતી. સાચા ફૂડી અને રેસ્ટોરન્ટ બિઝનેસમૅને નૉર્થ એક્સપ્લોર કરીને અહીં એ બધી ચાટ લાવવી જોઈએ. 

ચાટ સિવાય અમુક ખાસ પ્રકારની બિરયાની પણ મને ભાવે છે. જો સંતુલનમાં ખાઓ તો એકેય પ્રકારનું ફૂડ તમને નુકસાન નથી કરતું. 

ડૂ ઇટ નાઓ | ડાયટનો સૌથી મોટો શત્રુ કોઈ હોય તો એ શુગર છે. સાકર હકીકતમાં ઝેર સમાન છે. એ શરીરને અંદરથી ખોખલું કરે છે એટલે ડાયટમાંથી રિફાઇન્ડ શુગરની બાદબાકી કરી નાખો.

Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 05:08 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK