સબ ટીવીના શો ‘ચીડિયાઘર’માં મયૂરીનું કૅરૅક્ટર કરીને સૌકોઈના ચહેરા પર સ્માઇલ લાવી દેનારી શફાક નાઝનું માનવું છે કે જો હેલ્થ માટે અવેરનેસ ધરાવતી કંપની હોય તો વ્યક્તિ આપોઆપ એ બાબતમાં સિરિયસ થઈ જાય
ફિટ & ફાઇન
શફાક નાઝ
સ્ટાર પ્લસ પર આવેલી ‘મહાભારત’માં કુંતી બનીને સૌની બોલતી બંધ કરી દેનારી અને સબ ટીવીના શો ‘ચીડિયાઘર’માં મયૂરીનું કૅરૅક્ટર કરીને સૌકોઈના ચહેરા પર સ્માઇલ લાવી દેનારી શફાક નાઝનું માનવું છે કે જો હેલ્થ માટે અવેરનેસ ધરાવતી કંપની હોય તો વ્યક્તિ આપોઆપ એ બાબતમાં સિરિયસ થઈ જાય
ગોલ્ડન વર્ડ્સ
જો રૂટીન તમને બોર કરી દેતું હોય તો બહેતર છે કે તમે જિમ જૉઇન કરવાને બદલે વર્કઆઉટ માટે આઉટડોર ઍક્ટિવિટી પર ધ્યાન આપો.
ADVERTISEMENT
એક ને એક વાતથી હું થોડા સમયમાં બોર થઈ જાઉં છું પણ હું વર્ષોથી વર્કઆઉટ કરું છું અને એનાથી હું આજ સુધીમાં ક્યારેય કંટાળી નથી, જેનું કારણ સમજાવું. મેં ક્યારેય એક ફૉર્મેટને પકડીને વર્કઆઉટ કર્યું જ નથી. જેમ કે અત્યારે હું પિલાટેઝ અને સાથે મિક્સ્ડ માર્શલ આર્ટ્સ કરું છું તો ફંક્શનલ વર્કઆઉટ અને યોગ પણ મારા ચાલુ છે. થોડો સમય થશે અને મને એવું લાગશે કે હવે હું આ બધાથી કંટાળી ગઈ એટલે હું એમાં ફરી ચેન્જ કરીશ અને ડાન્સ કે પછી કાર્ડિયો કે ગ્રાઉન્ડ ઍક્ટિવિટી ઉમેરીને ફરીથી એના પર ફોકસ કરીશ. મારો આજ સુધીનો એક્સ્પીરિયન્સ રહ્યો છે કે જ્યારે તમે જેનાથી બોર થાઓ એ કામને સૌથી પહેલાં અટકાવવાનું ચાલુ કરો. ઇન્ટરેસ્ટ અકબંધ રહે તો જ તમે એ કામને અકબંધ રાખો પણ જો ઇન્ટરેસ્ટ ગયો તો વાત પૂરી અને ઇન્ટરેસ્ટ અકબંધ રાખવો હોય તો તમારે તમારા એ કામમાં સતત નવી-નવી વાત કે ચૅલેન્જ ઉમેરતા જવી જોઈએ.
મારે મન ફિટનેસ એટલે જાત માટેની અવેરનેસ. જો તમે તમારી જાત માટે જ અવેર ન હો અને તમને એને જ ફિટ રાખવાની જરૂર ન લાગતી હોય તો તમારા જેટલું બેદરકાર બીજું કોઈ નથી. ઍટ લીસ્ટ, હું આવું માનું છું. મને એવી વ્યક્તિ ગમે જે ખાવાપીવાની બાબતમાં સજાગ હોય, જેને પોતાની ફિટનેસ માટે અવેરનેસ હોય, જે પોતાના એક ચોક્કસ રૂટીનને ફૉલો કરતી હોય અને એ રૂટીનમાં ચેન્જ ન આવે એનું ધ્યાન રાખતી હોય.
હું કહીશ કે જો તમે એવા ન હો તો આ પ્રકારની આદત ધરાવતા લોકોની કંપનીમાં રહેવાનું શરૂ કરજો. હેલ્થ માટે સજાગ હોય એવા લોકોની સાથે રહેવાનો સીધો ફાયદો એ થશે કે તમે તમારી હેલ્થ માટે પણ અલર્ટ થઈ જશો. કદાચ આ જ કારણે આપણા વડીલોએ સોબત એવી અસર કહ્યું હશે.
વાત મારા વર્કઆઉટની
હું મૉર્નિંગ પર્સન છું. મૉર્નિંગ શિફ્ટમાં શૂટ હોય અને મને કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં વર્કઆઉટ પૂરું કરી લેવું ગમતું હોય છે. કાર્ડિયો અને રૂટીન એક્સરસાઇઝ કરીને હું શૂટ પર જાઉં અને યોગ, પિલાટેઝ તથા ડાન્સ ઍક્ટિવિટી હું સાંજ પર રાખું.
સાચું કહું તો મને સાંજે પહેલો વિચાર એ આવે કે હું આજે આ બધું સ્કિપ કરી દઉં પણ જેવી યોગની તૈયારીઓ ચાલુ કરું ત્યાં જ મારામાં એનર્જી આવવાની શરૂ થઈ જાય અને પછી કલાક-દોઢ કલાક ક્યાં નીકળી જાય એ ખબર પણ ન પડે. આની માટે હું માનું છું કે કદાચ ગમતી ઍક્ટિવિટીની અસર હોતી હશે. અહીં મારે એક વાત ખાસ કહેવી છે. જો તમે બીજાને જોઈને આ પ્રકારની વર્કઆઉટ શરૂ કરશો તો ગૅરન્ટી, એ ક્યારે બંધ થઈ જશે એની પણ તમને ખબર નહીં પડે. બહેતર છે કે વર્કઆઉટ અને એના બેનિફિટને તમે પહેલાં સમજો અને એ પછી જ એની શરૂઆત કરો. હું તો ત્યાં સુધી કહીશ કે એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તમે કોઈ જગ્યાએ મેમ્બરશિપ પણ નહીં લેતા. નહીં તો તમારા પૈસા વેસ્ટ થશે. બેટર છે કે ત્યાં સુધી તમે વૉકિંગ, રનિંગ કે સાઇક્લિંગ જેવી એક્સરસાઇઝ કરીને તમારી જાતને કલ્ટિવેટ કરો અને પછી જ વર્કઆઉટ માટે જિમમાં જાઓ. આમ તો વર્કઆઉટ માટે જિમમાં જવું કમ્પલ્સરી પણ નથી. બહેતર છે કે તમે યોગ અને મેડિટેશનથી શરૂઆત કરો અને એની માટે બહુ સરસ ઍપ્સ કે વિડિયો ચૅનલ છે, જે તમને એ બધામાં પર્ફેક્શન આપવાનું કામ કરે છે.
એ ક્યારેય ભૂલવું નહીં કે ફિટનેસ એટલે કોર સ્ટ્રેંગ્થ. તમે માત્ર બહારથી સારા દેખાઓ એટલું જ નહીં; પણ અંદરથી તમે સ્ટ્રૉન્ગ બનો, મેન્ટલી પણ ફિટ બનો એ બહુ જરૂરી છે અને આ બધા માટે તમારે આ આખી પ્રોસેસને એક મહિનો મિનિમમ આપવો પડશે. જો એ આપવાની તૈયારી ડેવલપ નહીં કરો તો તમને રિઝલ્ટ જોવા મળશે નહીં અને રિઝલ્ટ જોવા મળશે નહીં તો તમે અપસેટ થઈને બધું છોડી દેશો. બેટર છે કે ધીરજ રાખો.
આ પણ વાંચો : પ્રૉબ્લેમ વિના પરેજી પાળતા થયા તો સમજી લો તમને હેલ્થનું ઇમ્પોર્ટન્સ સમજાયુ
સંબંધ ફૂડ અને ફિટનેસનો
મારા ફૂડની વાત કરું તો હું ઘરનું ફૂડ ખાવામાં કોઈ રિસ્ટ્રિક્શન નથી રાખતી પણ કહ્યું એમ, ઘરનું ફૂડ હોવું જોઈએ. ઘરની પાણીપૂરી હોય તો એ પ્રેમથી ખાવાની અને એ ખાતી વખતે લિમિટ નહીં ભૂલવાની. આ વાત થઈ મારા ઘરના ફૂડની પણ એમ છતાં મારી ડાયટિશ્યન મને વીકનો ફૂડ ચાર્ટ બનાવીને આપે છે પણ તેને ખબર છે કે ઘરના ફૂડ માટે મારો આવો નિયમ છે એટલે એ પણ બૉડી માટે જરૂરી કહેવાય એવાં કાર્બ્સ અને પ્રોટીન અને બીજાં ન્યુટ્રિશન કેવી રીતે ફૂડમાં ઉમેરતાં રહેવા એના પર જ ફોકસ કરે છે.
બહાર જતી વખતે હું મારી સાથે સીઝનલ ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, દહીં-જીરા મિક્સ્ચર, કોકોનટ વૉટર એવું રાખતી હોઉં છું જેથી બહાર પ્રૉબ્લેમ ઓછો થાય તો જો બપોર પછી હું બહાર ગઈ હોઉં તો ડ્રાયફ્રૂટ્સ, મખાના અને ખજૂર મારી સાથે હોય. શુગરની બાબતમાં હું નૅચરલ સોર્સ પર જ ભરોસો રાખું છું અને સાકર કે ખાંડ ખાવાનું બિલકુલ અવૉઇડ કરું છું.