Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > કૉલમ > > > ફોર ઓ’ક્લૉક... નાઓ માય ટર્ન

ફોર ઓ’ક્લૉક... નાઓ માય ટર્ન

23 October, 2022 02:46 PM IST | Mumbai
Samir & Arsh Tanna | feedbackgmd@mid-day.com

‘રામલીલા’ના સૉન્ગમાં અમે ડાન્સરને સ્ટેપ્સ કરાવતા હોઈએ ત્યારે રણવીર સિંહ આવીને એવી રીતે ઊભો રહી જાય કે કોઈનું ધ્યાન પણ ન જાય

ફાઇલ તસવીર ધીના ધીન ધા

ફાઇલ તસવીર


મોબાઇલ પણ સાઇલન્ટ કરી નાખે અને એકલવ્યની જેમ તે એકેએક સ્ટેપ જોતો-સમજતો જાય અને પછી પોતાનો ટાઇમ આવે એટલે અમને ઘડિયાળ દેખાડીને આ શબ્દો કહે

અમે રણવીર સિંહને રિક્વેસ્ટ કરી તો તેણે અમને લિટરલી રિક્વેસ્ટ ટોનમાં કહ્યું કે હું એક વાગ્યે આવીશ અને ચૂપચાપ એક સાઇડ પર ઊભો રહીશ, જો મેં એ સ્ટેપ્સ જોયાં હશે તો મારા મનમાં સેટ થવા માંડશે. અમે ખૂબ કહ્યું કે નહીં આવો; પણ ના, તે રોજ એક વાગ્યે આવી જાય.


લહૂ મુંહ લગ ગયા... અને નગાડા સંગ ઢોલ બાજે...


આ બે સૉન્ગ અમે રણવીર સિંહ સાથે કર્યાં અને શું કહીએ, અમારો એક્સ્પીરિયન્સ માઇન્ડ બ્લોઇંગ રહ્યો. કોઈ પણ જાતના શબ્દો ચોર્યા વિના અમે કહીશું કે રણવીર સિંહની આજની આ જે સક્સેસ છે એ સક્સેસ માટે તે ભલે કોઈને પણ ગૉડફાધર માનતો હોય, પણ હકીકતમાં તો એ સક્સેસ આઉટ-ઍન-આઉટ તેના હાર્ડ વર્કને કારણે આવી છે. તેના જેટલી હાર્ડ વર્ક કરવાની ક્ષમતા આજના એક પણ ઍક્ટરમાં અમે નથી જોઈ. ખરેખર તે ખૂબ મહેનત કરે અને એ મહેનતમાં સ્માર્ટનેસ પણ એટલી જ હોય.

લાસ્ટ વીકમાં તમને કહ્યું એમ રણવીર સિંહ જેવી એનર્જી તો અમે આખી ઇન્ડસ્ટ્રીમાં કોઈનામાં નથી જોઈ. કોરિયોગ્રાફર તરીકે અમારા માટે પણ ‘રામલીલા’ મહત્ત્વની હતી તો રણવીરની પણ કરીઅર એ જગ્યાએ હતી કે તે પણ મસ્ત એસ્ટૅબ્લિશમેન્ટ મેળવે. રણવીરની એક ખાસ વાત તમને કહીએ. તેને કોઈ વાતમાં એવું છે જ નહીં કે આ મારાથી નહીં થાય કે મને નહીં ફાવે. તેનામાં ધગશ જ એટલી છે કે તે જરા પણ પોતાની જાતને રૉન્ગ મેસેજ નથી આપતો.


કેવું હોય કે અમુક લોકો એવા હોય જે પોતાના કામને ફાઇનલ વર્ડ્સ માને તો અમુક કેવા હોય કે એ ચોખ્ખું કહી દે કે ટ્રાય કરીએ, થાય તો ઠીક છે; પણ અધરવાઇઝ તમે ઑલ્ટરનેટ સ્ટેપ વિચારી રાખજો. 

રણવીર સિંહની એક વાત અમને ક્યારેય ભુલાશે નહીં. ‘રામલીલા’ સમયની જ વાત છે, કહું તમને.

એ વખતે અમે છ-સાત દિવસ રિહર્સલ્સ કરેલાં. રિહર્સલ્સના આગલા દિવસની વાત છે. મીટિંગ સમયે અમારી બીજા ડાન્સરો સાથે વાત ચાલતી હતી કે આવતી કાલે આપણે એક વાગ્યે મળીએ. રણવીર પણ ત્યાં જ હતો. તેણે બાય કહ્યું અને તરત જ કહ્યું કે કાલે એક વાગ્યે મળીએ. અમે ચોંકી ગયા અને તરત જ ના પાડતાં કહ્યું કે ના... ના... એક વાગ્યે તો ડાન્સર આવશે એટલે તમે ચાર વાગ્યે આવજો.

હોય કેવું કે ડાન્સર પહેલાં આવે, તેમની સાથે અમે સ્ટેપ્સ ડિઝાઇન કરીએ અને એ ડાન્સર પાસે કરાવીએ. જો એ ઓકે હોય તો જ ઍક્ટર પાસે એ મહેનત કરાવવાની હોય. આ જ વાત અમે તેને સમજાવી, પણ રણવીર સિંહે ના પાડી દીધી. કહે કે હું પણ એક વાગ્યે આવીશ. ઍક્ટર વહેલો આવી જાય તો સિચુએશન ઑડ થઈ જાય. અમે ડાન્સર પર ધ્યાન આપીએ કે પછી સ્ટાર આવી ગયા હોય તો એના પર અને ડાન્સર સાથેનું કામ પ્લસ-માઇનસ થતું હોય. એક્સપરિમેન્ટ પણ ચાલતા હોય અને જો સ્ટાર આવી જાય તો અમારું એ કામ અટકી જાય. 

અમે રણવીર સિંહને રિક્વેસ્ટ કરી તો તેણે અમને લિટરલી રિક્વેસ્ટ ટોનમાં કહ્યું કે ‘હું એક વાગ્યે આવીશ અને ચૂપચાપ એક સાઇડ પર ઊભો રહીશ. જો મેં એ સ્ટેપ જોયાં હશે તો મારા મનમાં સેટ થવા માંડશે.’ 

અમે ખૂબ કહ્યું કે નહીં આવો; પણ ના, તે રોજ એક વાગ્યે આવી જાય. આવીને ચૂપચાપ એવી રીતે ઊભો રહી જાય કે જાણે તે છે જ નહીં. એક ખૂણામાં હોય અને ત્યાંથી જોયા કરે અને પછી જેવા ચાર વાગે કે તરત જ અમારી પાસે આવીને અમને ઘડિયાળ દેખાડે. 

‘ફોર ઓ’ક્લૉક... નાઓ માય ટર્ન.’    

રણવીરને એ સમયે બધી ખબર પણ હોય કે તેણે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. તે પોતે અમને દેખાડે કે આ રીતે કરવાનું હતું; હવે જુઓ, આ બરાબર છે. તે જોઈ-જોઈને શીખતો હતો. અમારા મનમાં ત્યારે એક જ વ્યક્તિ આવતી હતી - એકલવ્ય. જેમ એકલવ્ય ઝાડની પાછળ છુપાઈને અર્જુનને શીખવવામાં આવતું હતું એ બધું શીખ્યો એવી જ રીતે રણવીર પણ એક ખૂણામાં ઊભા રહીને બધું શીખતો. 

રણવીર સિંહ એકલવ્ય છે અને એ પણ ખરા અર્થમાં. તેની બહુ સ્પષ્ટ વાત હોય કે આટલું હું જોઈ-જોઈને શીખ્યો, હવે જે નથી આવડતું એના માટે મારી પાછળ મહેનત કરો. આ ધગશ છે તેની અને તેની આ જ ધગશે રણવીરને આજનો સુપરસ્ટાર બનાવ્યો છે.

રણવીર અને દીપિકાની વધુ વાતો હવે કરીશું આપણે આવતા રવિવારે.

23 October, 2022 02:46 PM IST | Mumbai | Samir & Arsh Tanna

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK