Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > આ ટેણકી પ્રિયંકા ચોપડા અને સલમાન ખાન સાથે કામ કરી ચૂકી છે

આ ટેણકી પ્રિયંકા ચોપડા અને સલમાન ખાન સાથે કામ કરી ચૂકી છે

26 May, 2023 05:32 PM IST | Mumbai
Laxmi Vanita

હાલમાં વ્રીહિ સ્ટાર પ્લસની સિરિયલ ‘ઇમલી’માં લીડ કપલની દીકરીની ભૂમિકા ભજવી રહી છે

વ્રીહિ કોડવરા

રાઇઝિંગ સ્ટાર

વ્રીહિ કોડવરા


ટૅલન્ટ સાથે જ જન્મેલી પાંચ વર્ષની વ્રીહિ કોડવરાનો પહેલો બ્રેક પ્રિયંકા ચોપડાની દીકરીના રોલમાં હતો અને ત્યાર બાદ તેણે આજ સુધી સલમાન ખાન, એશા દેઓલ અને કેટલાય સ્ટાર્સ સાથે કામ કર્યું છે. હાલમાં સ્ટાર પ્લસની સિરિયલ ‘ઇમલી’માં લીડ કપલની દીકરીની ભૂમિકા ભજવી રહી છે


ડોમ્બિવલીમાં રહેતા કચ્છી પરિવારની સાડાપાંચ વર્ષની દીકરી વ્રીહિ કોડવરાની સિદ્ધિઓ તેની ઉંમર કરતાં બહુ જ વધારે છે. દાદા-દાદી સાથે પાંચ સભ્યોના પરિવારમાં ઊછરી રહેલી વ્રીહિ નાનપણથી જ ટૅલન્ટેડ છે. ગુજરાતી હોવા છતાં નૅચરલી તેની હિન્દી ભાષા પર પકડ સારી છે અને એને કારણે જ તેનું બાળપણ મસ્તી સાથે જાણીતા કલાકારોની વચ્ચે વીતી રહ્યું છે. ઘરે દાદા-દાદી સાથે સ્ટુડન્ટ-ટીચરનો રોલ પ્લે કરે છે, કારણ કે તેને ટીચર બનવું બહુ જ ગમે છે. ગુજરાતી પરિવારની આ દીકરીની આ ફીલ્ડમાં કેવી રીતે શરૂઆત થઈ અને આગળ તે શું કરશે એ જાણીએ તેના પપ્પા અલ્પેશ કોડવરા પાસેથી.
બીકૉમ ગ્રૅજ્યુએટ લૉજિસ્ટિક કંપનીમાં જૉબ કરતા ૩૨ વર્ષના અલ્પેશ કોડવરા કહે છે, ‘મારો પરિવાર ૧૯૯૯માં મુંબઈ આવ્યો ત્યારે હું પાંચ વર્ષનો હતો. એટલે આમ મારું અપબ્રિન્ગિંગ મુંબઈમાં જ થયું. મારી દીકરીનો જન્મ ૨૦૧૭ની ૧૬ ઑગસ્ટે થયો. તેના જન્મ પહેલાં અમે ચોમાસા દરમિયાન ઇગતપુરી નજીક વિહિગાંવની મુલાકાત લીધી હતી અને મારે મારી દીકરીનું કંઈક યુનિક નામ રાખવું હતું એટલે વ્રીહિ રાખ્યું જેનો અર્થ આશીર્વાદ થાય છે. તો એ જ્યારે ટૉડલર હતી તો બહુ જ ક્યુટ લાગતી. નજીકના લોકો સજેસ્ટ કરતા કે આને ટીવીમાં મૂકો. ઘણી બધી વખત એવું સાંભળ્યું એટલે મેં પણ એક સપનું જોયું અને કોશિશ કરી. મારી વાઇફ ખુશીએ તેના ફોટોઝ ક્લિક કરી ઑડિશન આપવાનું શરૂ કર્યું. પાંચ-છ ઑડિશન આપ્યાં પણ ક્યાંયથી કોઈ જવાબ ન આવે અને એટલી બધી હતાશા લાગે તો અમે લગભગ આ વાત પડતી જ મૂકવાનાં હતાં ત્યારે એક કૉલ આવ્યો જેમાં બે દિવસનું જ શૂટિંગ હતું. એ કૉલ હતો ફિલ્મ ‘સ્કાય ઇઝ પિંક’માં પ્રિયંકાની દીકરીના રોલ માટે. એક વીક પછી ફરી એક ઑડિશન માટે કૉલ આવ્યો જેમાં મૂવીનું નામ નક્કી નહોતું અને એ ફિલ્મ હતી સલમાન ખાનની ‘ભારત’.’ 


પાંચ વર્ષની ટેણકીના કરીઅર વિશે વધુમાં તેઓ જણાવે છે, ‘વ્રીહિની શરૂઆત જ સ્ટાર્સ સાથે કામ કરવાથી થઈ. સલમાન ખાનની ભારત માટે દિલ્હી અને અમ્રિતસર ગયેલી. ત્યાર બાદ તે એશા દેઓલ સાથે ડાઇપરની ઍડમાં હતી. ત્યાર પછી તો લાઇનઅપ જ થતા ગયા. કોવિડ આવ્યો એટલે બ્રેક લાગ્યો. આપણા કલ્ચર પ્રમાણે એક વખત તો બાળપણમાં મુંડન કરાવવું જ પડે એટલે આ સમય દરમિયાન તેનું મુંડન કરાવી દીધું. બ્રેક પછી ફરી જ્યારે કામ શરૂ થયું એટલે ઑડિશનના કૉલ શરૂ થયા. દોઢ મહિના પહેલાં જ ફરી સલમાન ખાન સાથે આઇપીએલની ઍડનું શૂટ કર્યું. પછી તેનું ઑડિશન ‘ઇમલી’ સિરિયલ માટે થયું, જે હાલમાં સ્ટારપ્લસ પર બ્રૉડકાસ્ટ થઈ રહી છે. તો આ તેનો પહેલો સૌથી મોટો બ્રેક છે જેમાં કન્ટિન્યુઅસ શૂટિંગ છે નહીંતર તેનું શૂટિંગ બે-પાંચ દિવસનું હોય એટલે તેને ઘણો સમય મળતો. વેબ-સિરીઝ આઉટ ઑફ લવ માટે ઊટીમાં રસિકા દુગ્ગલ સાથે આઠ દિવસનું શૂટિંગ હતું. અત્યારે તો વેકેશન ચાલે છે એટલે તેની મમ્મી દરરોજ જાય છે. પછી સ્કૂલનું વર્કઆઉટ કરીશું. તેનું બાળપણ પણ સારી રીતે જાય એનું પણ અમે ખાસ ધ્યાન રાખીશું. મને જેવો ટાઇમ મળે એટલે હું સેટ પર પહોંચી જાઉં છું તો તેને મમ્મી-પપ્પા બંને સાથે સમય વિતાવવા મળે.’ 

વ્રીહિના ફૂડ અને રમવાના બાબતે કેવી રીતે ખ્યાલ રાખવામાં આવે છે એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘તેની મમ્મી સતત તેની સાથે હોય છે. સેટ પર જમવાનું હોય છે પણ તેના માટે વ્રીહિ બહુ જ નાની છે એટલે ઘરનું જ જમવાનું આપવામાં આવે છે. મારી વાઇફ વ્રીહિનાં ફેવરિટ બધાં જ રમકડાં સેટ પર લઈ જાય છે. જ્યારે તેનો બ્રેક હોય ત્યારે ઓપન ગ્રાઉન્ડમાં રમતી હોય કે રમકડાં સાથે રમતી હોય. તેનો રમવાનો સમય પણ કૉમ્પ્રોમાઇઝ નથી થતો. અત્યારે તો તેને ટીચર બનવું બહુ જ ગમે છે. ભવિષ્યમાં તે જાતે નક્કી કરશે શું બનવું છે.’

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 05:32 PM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK