Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > સોશ્યલ મીડિયા અને ઇન્ડિયા : કોણ કહે છે કે આપણે ત્યાં અમુકતમુક લોકો ડ્રગ્સના બંધાણી છે?

સોશ્યલ મીડિયા અને ઇન્ડિયા : કોણ કહે છે કે આપણે ત્યાં અમુકતમુક લોકો ડ્રગ્સના બંધાણી છે?

Published : 08 February, 2023 04:11 PM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ચેન્જ પણ કરવાની જરૂર છે અને સાથોસાથ મોબાઇલને તમારાથી દૂર કરવાની પણ આવશ્કયતા છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


હા રે, એવું માનવું નહીં કે અમુક લોકોને જ ડ્રગ્સની લત છે. ના, જરાય નહીં. આ દેશમાં જેકોઈના હાથમાં સ્માર્ટફોન છે એ સૌકોઈ ડ્રગ્સની લતનો આદી છે. ફરક માત્ર એટલો છે કે આપણે દુનિયાની પળોજણની લત ધરાવીએ છીએ, જ્યારે પેલા ડ્રગ્સ લેનારાઓને અફીણ અને ગાંજા જેવી વરાઇટીની આદત પડી ગઈ છે. કહેવું જ રહ્યું કે એ લતમાંથી છોડાવવા માટે મેડિકલ ફીલ્ડમાં કોઈ ને કોઈ મેડિસિન હશે, પણ સ્માર્ટફોનની લતમાંથી છોડાવવાની તો કોઈ દવા પણ બની નથી, એ કામ તો આપણે જ કરવાનું છે અને આપણે એ કરવા માટે માનસિક રીતે તૈયાર નથી.


જરા નવરા પડ્યા નથી અને મોબાઇલ હાથમાં લીધો નથી. એટલાં વર્ષોથી આ પ્રક્રિયા ચાલે છે કે હવે તો મનને પણ ફાવતું નથી કે થોડી વાર મોબાઇલ હાથમાં લેવાયો ન હોય. હા, વિચારવાની આખી પ્રોસેસ જ એ પ્રકારની થઈ ગઈ છે કે કોઈ ને કોઈ એવું કામ યાદ આવે જે મોબાઇલ સાથે જોડાયેલું હોય, પણ આ જ પ્રોસેસ ચેન્જ કરવાની જરૂર છે. ચેન્જ પણ કરવાની જરૂર છે અને સાથોસાથ મોબાઇલને તમારાથી દૂર કરવાની પણ આવશ્કયતા છે. ના નથી કે મોબાઇલ આજના સમયમાં મિની કમ્પ્યુટરની ગરજ સારે છે. બિલકુલ ના નહીં, એ પણ કબૂલ કે બધી વ્યક્તિ મોબાઇલ પર ટાઇમપાસ નથી જ કરતી અને એવું શક્ય પણ નથી. આજની તારીખમાં કામધંધા જ એવા ગોઠવાયા છે કે મોબાઇલ વિના એ આગળ પણ ન વધે તો લૉકડાઉનના પિરિયડમાં પણ મોબાઇલની ઉપયોગિતા વધી ગઈ એ પણ આપણે જોઈ લીધું. મિની કમ્પ્યુટર જ નહીં, આજે મોબાઇલ મિની ટીવીથી માંડીને મિની શૉપિંગ સેન્ટર બની ગયો છે અને એટલે એને છોડી શકાય એમ તો બિલકુલ નથી, પણ સાથોસાથ એ પણ સમજવાની જરૂર છે કે એને મર્યાદા આપીએ. જો મર્યાદા આપવામાં આવશે તો ચોક્કસ એની સકારાત્મક અસર પણ જોવા મળશે અને એની હકારાત્મકતા જીવનમાં જોવા મળશે, જીવનમાં પણ અને કામની બાબતમાં પણ.



આ પણ વાંચો : સોશ્યલ મીડિયા અને ઇન્ડિયા પુરવાર થાય છેકે જગતમાં આપણાથી વધારે ફ્રી બીજું કોઈ નથી


મોબાઇલનો ઉપયોગ કરવાની ના પાડવાનો પણ હવે અર્થ નથી. બાળકોને પણ તમારે હાથમાં મોબાઇલ આપવો જ પડે છે અને એ મોબાઇલ પર એ પોતાનું કામ કરતો હોય છે, પણ આ જે મોબાઇલ છે એ અવળચંડું પ્રાણી છે. ચાલુ કામે પણ તમને જરાઅમસ્તું તો બીજે જઈ આવવાનું મન થઈ જ આવે અને એ જ મનને કાબૂમાં રાખવાનું છે. ગઈ કાલે તમને કહ્યું એમ, અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં તમે મેટ્રોમાં ટ્રાવેલ કરતા હો એ દરમ્યાન મોબાઇલની રિંગ તમને સંભળાય નહીં. હા, એ લોકો રિંગની બાબતમાં પણ એટલા અલર્ટ છે કે આપણે લીધે અન્ય કોઈને ડિસ્ટર્બ ન થવું જોઈએ અને એની સામે આપણે, આપણે મેસેજ કરી-કરીને એકબીજાને ડિસ્ટર્બ કરવામાંથી નવરા નથી પડતા. ના પાડો, જો કોઈ ફાલતુ મેસેજ કરતા હોય તો. વિનંતીથી ના પાડો અને સમજાવો કે મોબાઇલ મારા ઉપયોગ માટે છે, તમે લોકો મેસેજ કરી શકો એવા હેતુથી નથી. આ જે સ્પષ્ટતા છે એમાં થોડી તોછડાઈ ઝળકે છે, પણ નકટા લોકો તોછડાઈ સિવાયની બીજી ભાષા પણ ક્યાં સમજે છે?


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2023 04:11 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK