Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ટાઇમ વેસ્ટ ન થાય એનું ધ્યાન રાખજો વેકેશનમાં

ટાઇમ વેસ્ટ ન થાય એનું ધ્યાન રાખજો વેકેશનમાં

26 May, 2023 05:59 PM IST | Mumbai
Bhavini Lodaya

મને અલગ-અલગ ફીલ્ડના લોકોની લાઇફસ્ટોરી જાણવી બહુ ગમે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

બિન્દાસ બોલ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


ટેન્થનું વેકેશન એટલે એન્જૉય કરવાનો સમય. હું પણ અત્યારે ભરપૂર એન્જૉય કરી રહ્યો છું. ક્રિકેટ રમવા જાઉં છું. મનગમતા શો ટીવી પર જોઉં છું અને ગમે એ બધું જ કરું છું, પણ સાથે એ વાતને પણ હું સમજું છું કે ટાઇમ કીમતી છે. આજે જો સમયનો સદુપયોગ આપણે કરી લઈએ તો પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે. હું પણ એ જ પ્રયાસ કરી રહ્યો છું. 

ગમતું કરવા મળે અને સાથે કંઈક શીખવા પણ મળે એ ટાઇમનો શ્રેષ્ઠ ઉપયોગ કહી શકાય. અત્યારે આઉટડોર સ્પોર્ટ્સમાં ક્રિકેટ અને ઇન્ડોર સ્પોર્ટ્સમાં ચેસ રમું છું. માત્ર શોખ ખાતર રમું છું એવું નહીં કહું, પણ એ ગેમને સમજવાની, એની અંદર ઊંડા ઊતરવાના પ્રયાસ પણ કરું છું. મારી માટે એ સ્પોર્ટ્સ લર્નિંગ એક્સ્પીરિયન્સ બનવો જોઈએ. ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેંગ્થ વધારવાનો અનુભવ વધવો જોઈએ. 



મારી એજના દરેક લોકોને હું આ વાત કહીશ કે તમારા રૂટિનમાં ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ઉમેરાય એવી ઍક્ટિવિટી વધારો. યુઝવલી, મારી ઉંમરના લોકો મોટા ભાગનો સમય સોશ્યલ મીડિયા પર અને વિવિધ વેબસિરીઝ જોવામાં જ ગાળી દેતા હોય છે. એ ખરાબ છે, એવું નથી કહેવું મારે. એ ગમતું હોય તો એના માટે સમય ફાળવો તો કંઈ ખોટું નથી, પરંતુ માત્ર એ જ કર્યા કરીએ અને બીજું કંઈ ન કરીએ એ વાતમાં વાંધો છે. લોકોએ એ રીતે સભાન થવાની જરૂર છે. 


મને અલગ-અલગ ફીલ્ડના લોકોની લાઇફસ્ટોરી જાણવી બહુ ગમે. અત્યારનો ક્રિકેટર યશસ્વી જયસ્વાલ જે આજે ટૉપનો ક્રિકેટર બની ગયો છે તે એક સમયમાં પાણીપૂરી વેચતો હતો. કેટલી મોટી વાત છેને આ. આજના સમયમાં થોડીક સ્ટ્રગલથી થાકી જતા લોકો માટે એ બેસ્ટ એક્ઝામ્પલ છે. એવી જ રીતે અક્ષય કુમારનું ડિસિપ્લિન જુઓ. વિશ્વનાથ આનંદનું ડેડિકેશન જુઓ. મારી દૃષ્ટિએ જો વેકેશન પિરિયડમાં આ લોકોની લાઇફસ્ટોરી સમજવામાં, વાંચવામાં સમય વીતે તો જ્યારે પાછું ભણવાનું શરૂ થાય ત્યારે શું આગળ કરવું છે એની ક્લેરિટી બહુ જ સારી રીતે મળી જાય. આજના દરેક સ્ટુડન્ટ્સને હું કહીશ કે વેકેશન એ ફ્યુચર પ્લાનિંગનો બેસ્ટ ટાઇમ છે. મારી દૃષ્ટિએ તમે એક્ઝામમાં કેટલા પર્સન્ટેજ લાવો છો એના કરતાં પણ તમારે આગળ શું કરવું છે એના પર તમારી સક્સેસનો બહુ જ મોટો આધાર રહેલો છે. 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 05:59 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK