ભારતનું આ પહેલું ઇન્ટરનૅશનલ બ્રૉડવે છે. સારી કક્ષાનું બ્રૉડવે કેવું હોય, એની ખાસિયત શું છે એ ખુદ જાણવા અને બાળકોને પણ શીખવવા માટે અહીં જઈ શકાય.

ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક
ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક
ભારતમાં બ્રૉડવે થિયેટર કેમ નથી આવતાં એ ફરિયાદ જો તમને પણ હોય તો એ ફરિયાદનું નિવારણ મુંબઈના NMACCમાં જોવા મળી શકે છે. ભારતનું આ પહેલું ઇન્ટરનૅશનલ બ્રૉડવે છે. સારી કક્ષાનું બ્રૉડવે કેવું હોય, એની ખાસિયત શું છે એ ખુદ જાણવા અને બાળકોને પણ શીખવવા માટે અહીં જઈ શકાય.
ક્યારે?: ૨૫ મેથી ૧૮ જૂન સુધી (અલગ-અલગ દિવસે)
સમય: ૭.૨૦ (શનિ-રવિ ૨.૩૦ પણ એક શો છે.)
ક્યાં? : નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર
કિંમત : ૧૧૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : bookmyshow.com
ફન ઇન ધ સન - ક્રાફ્ટ ફેસ્ટ
ફ્રોસ્ટી લૅન્ડ- આઇસક્રીમ ફેસ્ટિવલ
ગરમીમાં બાળકોની સૌથી પ્રિય વસ્તુ આઇસક્રીમનો પહેલો ફેસ્ટિવલ મુંબઈમાં હાલમાં યોજાયો છે જેમાં એક ટિકિટ પર એક બાળક અને એક વયસ્ક અંદર જઈ શકે છે અને ૧ આઇસક્રીમની ફ્રીમાં ઉજાણી કરી શકશે. અંદર એક ડ્રીમી આઇસક્રીમ કૅસલ બનાવવામાં આવ્યો છે. એની સાથે મનપસંદ સ્કૂપનો રંગ, બબાલ આર્ટ, વૉટર પિસ્ટલ પેઇન્ટિંગ અને ગ્લિટર ટૅટૂની મજા બાળકો લઈ શકશે.
ક્યારે?: ૨૫ મે થી ૧૮ જૂન સુધી
સમય : ૧૨ વાગ્યા પછી
ક્યાં? : ફીનિક્સ માર્કેટ સિટી
કિંમત : ૨૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : જરૂરી નથી. મૉલ પર પહોંચીને કરાવી શકો છો
મિડનાઇટ સાઇક્લિંગ-સાઉથ બૉમ્બે સર્કિટ
કોલાબાથી મરીન ડ્રાઇવ, બાબુલનાથ, બ્રીચ કૅન્ડી, હાજી અલી, વરલી સી-ફેસ, CSMT, એશિયાટિક લાઇબ્રેરી, ગેટવે, તાજ હોટેલ થઈને ફરીથી કોલાબા કોઝવે સુધી મધરાત્રે ખાલી રસ્તાઓ પર સાઇકલ ચલાવવાની ઇચ્છા હોય તો આ ટૂર કામની છે. સાઇક્લિંગનો જેનો શોખ હોય તેણે આ અનુભવ લેવા જેવો. જો તમારી પાસે સાઇકલ ન હોય તો ગિયર વગરની સાઇકલ એ લોકો ભાડા પર પણ આપતા હોય છે.
ક્યારે?: ૨૭ મે
સમય: રાત્રે ૧૦.૩૦ થી સવારે ૪.૩૦ સુધી
ક્યાં? : કોલાબા કોઝવે પાસે
કિંમત : ૨૯૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : treksandtrails.org
કૈફી ઔર મૈં
જાવેદ અખ્તર લિખિત કૈફી આઝમી અને તેમનાં પત્ની શૌકત કૈફીનો શાશ્વત પ્રેમ પ્રદર્શિત કરતું આ નાટક તેમની જ દીકરી શબાના આઝમી અને જાણીતા ઍક્ટર કંવલજિત સિંહ વાંચીને નિભાવશે. કવિ કૈફી આઝમીના જીવનના આ કિસ્સાઓ દ્વારા કવિને વધુ જાણવાની તક આ નાટક દ્વારા ઝડપી શકાય છે.
ક્યારે?: ૨૭ મે
સમય: સાંજે ૭ વાગ્યે
ક્યાં? : તાતા થિયેટર, NCPA
કિંમત : ૧૦૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : bookmyshow.com
ધ કમ્પ્લીટ વર્ક્સ ઑફ વિલિયમ શેક્સપિયર અબ્રીજડ
શું ફક્ત ત્રણ ઍક્ટર્સ બે કલાકથી પણ ઓછા સમયમાં શેક્સપિયર દાદાનાં ૩૭ ક્લાસિક નાટકોને કવર કરી શકે ખરા? આ પ્રશ્નનો જવાબ તો આ નાટક જોઈને જ ખબર પડી શકશે. આ નાટક કૉમેડી છે અને એના ડિરેક્ટર તમને પેટ પકડીને હસાવવાની ગૅરન્ટી આપે છે.
ક્યારે?: ૨૬-૨૭-૨૮ મે
સમય: ૮ વાગ્યે (૨૭-૨૮ મેના સાંજે પાંચ વાગ્યાનો શો પણ છે)
ક્યાં? : ડેફની પ્રોડક્શન, અંધેરી
કિંમત : ૩૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow.com
ફાયર ફ્લાઇઝ કૅમ્પિંગ, ખોપોલી
ફાયર ફ્લાઇઝ એટલે આગિયા જોવાનો લહાવો મહારાષ્ટ્રમાં આ સમયમાં ખાસ લઈ શકાય છે. ખોપોલીમાં કૅમ્પિંગ સાઇટ પર ટેન્ટમાં રહેવાનું. જંગલ કે પર્વતોના ગીચ વિસ્તારમાં રાત્રે આગિયાને શોધવા નીકળવાનું. ચમકતા આગિયાનાં ઝુંડનાં ઝુંડ જોવાની મજા લેવી હોય તો આ કૅમ્પ સરસ છે.
ક્યારે?: ૨૭ અને ૨૮ મે (બે દિવસ)
સમય: બપોરે ૨.૪૫એ લાવજી સ્ટેશન પાસેથી પિકઅપ
ક્યાં? : ખોપોલી
કિંમત : ૧૭૯૯ વ્યક્તિદીઠ
રજિસ્ટ્રેશન : hikerwolf.com