Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજના યુવાનને ધર્મના સંસ્કાર આપવા પણ જરૂરી છે

આજના યુવાનને ધર્મના સંસ્કાર આપવા પણ જરૂરી છે

19 May, 2023 05:33 PM IST | Mumbai
Bhavini Lodaya

આજના મોટા ભાગના યુવા વર્ગને બેઝિક ધર્મની પણ નથી ખબર પડતી, જેનું કારણ છે પેરન્ટ પોતે જ પોતાનાં મંદિર કે ધર્મસ્થળો પર જતાં જ નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

બિન્દાસ બોલ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


આજના યુવાનો ખરેખર જે રીતે વેસ્ટર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યા છે એનું મૂળ કારણ ધર્મ અને સંસ્કૃતિનો અભાવ છે અને હાલમાં જે ચાલી રહ્યું છે અને યંગસ્ટર જે દિશા તરફ આગળ વધી રહ્યા છે એમાં તેઓ ગુમરાહ થઈ રહ્યા છે. આજના મોટા ભાગના યુવા વર્ગને બેઝિક ધર્મની પણ નથી ખબર પડતી, જેનું કારણ છે પેરન્ટ પોતે જ પોતાનાં મંદિર કે ધર્મસ્થળો પર જતાં જ નથી. પૂજા-પ્રાર્થના આ બધું કરતાં જ નથી અને એટલી મૉડર્નિટી વધી ગઈ છે કે એને લીધે બન્ને પેરન્ટ પોતે પણ કૉર્પોરેટ વર્કિંગ હોય તો કામને કારણે આખા દિવસની ફુલ ઑક્યુપાઇડ શેડ્યુલ તૈયાર થતી હોય છે. એમ ધાર્મિક ક્રિયાની કોઈ પ્રૅક્ટિસ હોતી જ નથી. ઘરમાં મંદિર હોવા છતાં પગે લાગવું અથવા ઘરના વડીલોને પગે લાગવું આ કલ્ચર તો ધીરે-ધીરે સાવ નાબૂદ થતું જાય છે.

સંસ્કૃતિ અને ધર્મના સાચા જ્ઞાન વગર યંગસ્ટરને ગેરમાર્ગે દોરી જનાર ઘણાં બધાં અસામાજિક તત્ત્વો આમાં ફાવી જાય છે. દરેક પેરન્ટ્સ બધાં જ કામને ઘડિયાળના કાંટા પર સવારથી રાત, ઑફિસે જવાની ભાગદોડથી લઈને પાછા બીજા દિવસની તૈયારીઓ અને આમ દરેકેદરેક કામનું શેડ્યુલ બનાવતા હોય છે, પણ આ બેઝિક શેડ્યુલમાં ક્યાંય પણ સવારના ઘરમાંથી નીકળતાં પહેલાં ઘરમાં રહેલ મંદિર સામે હાથ જોડી પગે લાગીને નીકળવું, પેરન્ટ્સને પગે લાગીને નીકળવાનું તો છોડો, પણ પેરન્ટ્સને આવું છું કહીને નીકળવાનું એક કલ્ચર પણ રહ્યું જ નથી. તો મને એવું લાગે છે કે બેઝિક એમ નાનકડી શેડ્યુલ તો ધર્મ સંસ્કૃતિને લઈને પણ રોજિંદા જીવનમાં એક એક્સરસાઇઝ હોવી જ જોઈએ, જેમ કે એક સામાન્ય જય શ્રીકૃષ્ણ, જય જિનેન્દ્ર અથવા તો જે જેના ધર્મ પ્રમાણે માનતા હો એ પ્રમાણે જે ઈશ્વરને માનતા હો તેમનું એક વાર નામ લેવું અને એક-બે મિનિટ ઘરમાં નાના મંદિર સામે હાથ જોડી ઈશ્વરની પ્રાર્થના કરીને નીકળે. આવા નાના નિયમ ફૉલો કરવાથી પણ ક્યાંક ને ક્યાંક સંતાન ગેરમાર્ગે જતા અટકશે. ત્યારે સમાજનાં અસામાજિક તત્ત્વો તેને ભ્રમિત નહીં કરી શકે.  



દરેક પેરન્ટે ઘરમાં એક નિયમ કે એક આધ્યાત્મિક એક્સરસાઇઝ સમજી ફક્ત પાંચ મિનિટ પોતાના ધર્મ પ્રમાણે પૂજા કરવી જોઈએ, જેથી કરીને ઘરમાં એક પૉઝિટિવ એન્વાયર્નમેન્ટ જળવાઈ રહે, મન શાંત થાય અને આ એક નાનકડા મેડિટેશન સમાન પણ કામ કરશે, જેથી કરીને ક્યારે પણ કોઈ સ્ટ્રેસ, ડિપ્રેશન જેવી બીમારીઓ માટે કોઈ કાઉન્સેલર‍ પાસે જવું નહીં પડે અને કોઈ પણ અસામાજિક તત્ત્વો અને ટૉક્સિક વાતાવરણથી પોતાનું રક્ષણ કરી શકાય.


શબ્દાંકન : ભાવિની લોડાયા 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2023 05:33 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK