૨૨-૨૩ ઑક્ટોબરે ભારતનાં રાષ્ટ્રવ્યાપી મહિલા સંગઠનો રાજધાની દિલ્હીમાં નારીજીવનને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવા ભેગા થયા હતા. આપણા દેશમાંથી સરકારી અને સ્વયંસેવી સંસ્થાઓના લગભગ ૧૦૦૦ પ્રતિનિધિઓ સંમેલનમાં હાજર હતા
તસવીર સૌજન્ય: એ-આઈ
૨૨-૨૩ ઑક્ટોબરે ભારતનાં રાષ્ટ્રવ્યાપી મહિલા સંગઠનો રાજધાની દિલ્હીમાં નારીજીવનને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવા ભેગા થયા હતા. આપણા દેશમાંથી સરકારી અને સ્વયંસેવી સંસ્થાઓના લગભગ ૧૦૦૦ પ્રતિનિધિઓ સંમેલનમાં હાજર હતા. છેલ્લાં ૩૦ વર્ષમાં આટલા મોટા પાયા પર આખા વિશ્વમાં થયું નથી. ૨૦૨૫માં સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય એવા ૨૦૦ દેશોના પ્રતિનિધિઓનું સંમેલન થવાની વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે પણ પોતાનો મુસદ્દો તૈયાર કર્યો છે. મહત્ત્વના પાંચ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે.



