Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઘર અને કિચન એનર્જી-એફિશ્યન્ટ કેવી રીતે બનશે?

ઘર અને કિચન એનર્જી-એફિશ્યન્ટ કેવી રીતે બનશે?

14 December, 2021 03:39 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

નૅશનલ એનર્જી કન્ઝર્વેશન ડે વિદ્યા બાલનની જેમ ગૅસ બંધ થયા પછી પૂરીતળવાની ટ્રિક ગૃહિણીઓને સરસ આવડે છે, એ જ રીતે ઇલેક્ટ્રિસિટીની ખપત ઘટાડવા માટે શું થઈ શકે એ જાણો નિષ્ણાતો પાસેથી

ઘર અને કિચન એનર્જી-એફિશ્યન્ટ કેવી રીતે બનશે?

ઘર અને કિચન એનર્જી-એફિશ્યન્ટ કેવી રીતે બનશે?


જેમ મની સેવ્ડ ઇઝ મની અર્ન્ડ કહેવાય છે એવું જ એનર્જીની બાબતમાં પણ છે. જેટલી એનર્જી બચાવો એટલી ઓછી એનર્જી પેદા કરવી પડશે અને એને કારણે પૃથ્વીના કુદરતી સંસાધનો પર ઓછો ઘસારો પહોંચશે. આમ જોઈએ તો એનર્જી એ બહુ જ બ્રૉડ ટર્મ છે. થાણેના ગવર્નમેન્ટ સર્ટિફાઇડ એનર્જી કન્સલ્ટન્ટ મિલિન્દ જોષી કહે છે, ‘એનર્જી ન તો પેદા કરી શકાય છે ન નાશ પામે છે, પણ એનર્જી હંમેશાં ટ્રાન્સફોર્મ કે ટ્રાન્સફર થઈ શકે છે. એનર્જી એક ફૉર્મમાંથી બીજા ફૉર્મમાં ટ્રાન્સફર થઈ જતી હોય છે. એટલે જ એનર્જીના વપરાશ વખતે એનો વેસ્ટેજ બને એટલો ઓછો થાય એ જોવાની જવાબદારી આપણી છે. મિશન મંગલ મૂવીમાં વિદ્યા બાલન ગૅસ ખતમ થઈ ગયા પછી પણ ગરમ તેલમાં છેલ્લે ત્રણ-ચાર પૂરીઓ તળી લે છે એ પણ એક પ્રકારનો એનર્જી કન્ઝર્વેશનનો પ્રકાર છે. અલબત્ત, જ્યારે છેલ્લું થોડુંક કામ બાકી હોય ત્યારે જ આવી ટ્રિક વાપરી શકો, રોજિંદી રસોઈમાં નહીં.’
ઘરોમાં ઇલેક્ટ્રિસિટીનો જ દુરુપયોગ સૌથી વધુ થતો આવ્યો છે. ઇલેક્ટ્રિસિટી કઈ રીતે બચાવી શકાય એની ટિપ્સ આપતાં એનર્જી કન્ઝર્વેશન માટે કંપનીઓને કન્સલ્ટન્સી આપતા અંધેરીના કશ્યપ આનંદપરા કહે છે, ‘ઘરોમાં વીજળીનો વેડફાટ અટકાવવો હોય તો સૌથી પહેલાં તો ઘર બનાવતી વખતે જ ધ્યાન રાખવું જોઈએ. નૅચરલ સનલાઇટનો મેક્સિમમ ઉપયોગ થાય, કુદરતી હવા-ઉજાશ આવે એ પ્રમાણે બારી-બારણાં અને વેન્ટિલેશનની વ્યવસ્થા હોય તો અનનેસેસરી લાઇટ્સ અને કૂલિંગ કે હીટિંગ સિસ્ટમની જરૂર ન પડે. ઘરમાં પૂરતો ઉજાશ આવતો હોય એ દિશાનું ધ્યાન રાખવા ઉપરાંત વિન્ડો પર વપરાતા કાચ માટે પણ સભાનતા જરૂરી છે. ગરમ પ્રદેશોમાં સૂર્યના કિરણોને રીફ્લેક્ટ કરી દે એવાં ગ્લાસ વાપરવાથી રૂમનું અંદરનું ટેમ્પરેચર મેઇન્ટેન કરવા ઓછી એનર્જી વપરાય.’

રોજિંદા જીવનમાં શું થઈ શકે? 



ઘર-કિચનમાં કઈ-કઈ આદતો સુધારવાથી એનર્જી કન્ઝર્વ થશે એ જાણીએ મિલિન્દ જોષી અને કશ્યપ આનંદપરા પાસેથી. 
 એસી ૨૪ ડિગ્રી પર જ રાખો.  
 ઘરમાં જો ક્યાંય બલ્બ કે ટ્યુબલાઇટ્સ હોય તો એને રિપ્લેસ કરીને LED વાપરવા લાગો. એનાથી ૬૦ ટકા ઓછી ઇલેક્ટ્રિસિટી વપરાશે. 
 ફ્રિજ, એસી, માઇક્રોવેવ, ગીઝર, વૉશિંગ મશીન કે એવું કોઈ પણ ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સ હંમેશાં ફાઇવ-સ્ટાર રેટિંગવાળું જ ખરીદો. ખરીદી વખતે વધુ પૈસા ખર્ચવા પડશે, પણ એ પછી ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પ્શનમાં ૩૦થી ૪૦ ટકા ફરક પડે છે. 
 જરૂર ન હોય ત્યારે કે રૂમમાંથી બહાર નીકળતી વખતે પંખો, લાઇટ બધું જ બંધ કરીને જ નીકળવું એ તો કૉમન આદત હોવી જ જોઈએ.  
 બિલ્ડિંગમાં સોલર પાવરની વ્યવસ્થા થઈ શકે એમ હોય તો સોલર કૂકર કે સોલર વૉટર હીટર લગાવી શકાય. આખી સોસાયટીનું કૉમન વૉટર હીટર ટૅરેસ પર લગાડ્યું હોય તો એ પણ સરવાળે સૌને સસ્તુ પડી શકે છે. 
 કિચનમાં ગૅસનો વ્યય ઓછો થાય એ માટે નાના ગેસ પર મોટી તપેલી ચડાવવી કે મોટા ગેસ પર નાની તપેલી ચડાવવી નહીં. મોટા વાસણમાં ખૂબ ઓછી ચીજ રાંધવાથી પણ એનર્જીનો વ્યય થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2021 03:39 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK