કચ્છી નવું વર્ષ શરૂ થવા માટે ઘણી દંતકથાઓ પ્રચલિત છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કચ્છી નવું વર્ષ શરૂ થવા માટે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. દરિયામાં ખેપ મારવા ગયેલા કચ્છી ખલાસીઓ અને વહાણવટિયાઓ દરિયામાં વરસાદ પહેલાંની આખરી ખેપ મારીને અષાઢી બીજે અચૂક પાછા આવે છે. વિશાળ દરિયાનાં તોફાનો અને ચાંચિયાઓના આક્રમણથી બચીને અષાઢી બીજે સાંગોપાંગ ઘરે પાછા આવવાને કારણે ઉત્સવ સાથે કચ્છી નવા વર્ષની શરૂઆત થાય છે.
બીજી એક કથા મુજબ દુકાળને કારણે પોતાના પશુધનને બચાવવા કચ્છ છોડી ગયેલા માલધારીઓ સારા વરસાદની આશા સાથે અષાઢી બીજે અચૂક કચ્છ પાછા ફરે છે અને અષાઢી બીજની નવા વર્ષ તરીકેની ગણતરી કરીને ઉત્સવરૂપે ઊજવે છે.



