વાઇફ રચના કહે છે, ‘મારા હસબન્ડનું વેઇટ વધ્યું હતું તેમની લાઇફસ્ટાઇલને કારણે. તેમને કોઈ હેલ્થ ઇશ્યુઝ નહોતા કે જિનેટિક કારણો નહોતાં
પહેલાં અને અત્યારે
સાઉથ મુંબઈમાં રહેતા કર્મેન્દ્ર મીનાવાલાની ડાયટિંગ જર્ની કમાલની રહી છે. આમ તો તેમણે ઘણી વાર વેઇટ ઓછું કરવાના પ્રયાસો માટે ડાયટિંગ શરૂ કર્યું પણ દર વખતે એક યા બીજા કારણે એમાં બ્રેક લાગી જતી. જોકે પોતાનાં બાળકો સાથે ફૉરેન ટ્રિપ પર ૧૩૦ કિલોના વજન સાથે ચાલવામાં તકલીફ પડશે એ વિચારીને શરૂ કરેલી ડાયટિંગ યાત્રા લેખે લાગી. ત્રણ વર્ષમાં ૭૮ કિલો પર પહોંચેલા કર્મેન્દ્રભાઈનું રૂટીન શું છે, સવાર-સાંજ શું ખાય છે અને કયો ફન્ડા વજન ઘટાડવામાં કામ લાગ્યો એ જાણવું પ્રેરણાદાયી રહેશે