Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > રાસ-ગરબા : ઇતિહાસ પર નજર, ભવિષ્ય પર દૃષ્ટિ

રાસ-ગરબા : ઇતિહાસ પર નજર, ભવિષ્ય પર દૃષ્ટિ

11 February, 2024 12:19 PM IST | Mumbai
Samir & Arsh Tanna | feedbackgmd@mid-day.com

ભારતવર્ષમાં બહુ ઓછાં લોકનૃત્યો એવાં છે જે રાસ-ગરબા જેટલાં પૉપ્યુલર થયાં હોય. એ દિવસો દૂર નથી કે ફૉરેનમાં પણ રાસ-ગરબાની કૉમ્પિટિશન થતી હોય અને એમાં ફૉરેનર્સની ગરબા મંડળી ભાગ લેતી હોય

પ્રતીકાત્મક તસવીર

ધીના ધીન ધા

પ્રતીકાત્મક તસવીર


આપણે ત્યાં મોટા ભાગના લોકો એવું માને છે કે રાસ-ગરબા સૌથી ઈઝી ફૉર્મ છે, પણ એવું બિલકુલ નથી. જેમ ભાંગડા એટલે બે હાથ ઊંચા કરીને નાચવું એવું નથી એમ જ ગરબાનું છે. ફોક ડાન્સમાં જો કોઈ અઘરું ફૉર્મ હોય તો એ ગરબા છે. ગરબાનું ફુટવર્ક બહુ ડિફિકલ્ટ છે. ગરબાની ​રિધમ, એની ચલતી તથા સાથે-સાથે એના એકેએક એક્સપ્રેશનની જો તમને વાત કરવાની હોય તો અમે કહીશું કે ગરબા ખરા અર્થમાં છએ છ ઇન્દ્રિયને જાગૃત કરી દે એવું ડાન્સ-ફૉર્મ છે. અમે એ પણ કહીશું કે રાસ-ગરબા એકમાત્ર એવી લોકકલા છે જેને જીવંત રાખવાનું કામ ઑલમોસ્ટ બધા જ ગુજરાતીઓએ કર્યું છે. મરાઠી કલ્ચરની જે લાવણી છે એ લાવણી આજે દરેકેદરેક મરાઠીને આવડતી હોય એવું તમે દાવા સાથે ન કહી શકો, પણ અમે એટલું દાવા સાથે કહી શકીએ કે નેવું ટકા ગુજરાતીઓને રાસ-ગરબા આવડતા જ હોય. એ કામચલાઉ તો રાસ-ગરબામાં જોડાઈ જ શકે. આ જ કારણે અમે કહીશું કે રાસ-ગરબાને સાચવવા નથી પડ્યા. એ તો આપણા દ્વારા દ્વારા જળવાયેલા રહ્યા છે.


હવે જ્યારે યુનેસ્કોએ અમૃત સાંસ્કૃતિક વારસામાં ગરબાને સ્થાન આપ્યું છે ત્યારે એ હજી પણ વધુ ને વધુ લોકો સુધી પહોંચશે એની અમને ખાતરી છે તો સાથોસાથ એ પણ ખાતરી છે કે એ દિવસો દૂર નથી કે આપણા ગરબાની કૉમ્પિટિશન વિદેશમાં પણ થતી હશે અને એમાં વિદેશીઓ પણ ભાગ લેતા હશે! જે રીતે આપણે ત્યાં સાલ્સાથી લઈને બેલે જેવા ફૉરેનના ડાન્સ પૉપ્યુલર થયા છે એવી જ રીતે હવે આપણા ગરબા પણ વિદેશીઓમાં પૉપ્યુલર થવા માંડ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી અમે ફૉરેનર્સને ગરબા કરતા જોઈએ છીએ, પણ ગઈ નવરા​​ત્રિએ તો એમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો.



અમે સતત ટ્રાય કરતા હોઈએ છીએ કે આપણું ગુજરાતી કલ્ચર વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ લોકો એમાં ઇન્વૉલ્વ થાય. અમે જ્યારે કોરિયોગ્રાફી શરૂ કરી ત્યારે ગુજરાતી રાસ-ગરબાઓ આજ જેટલા પૉપ્યુલર નહોતા, પણ અમે એ પ્રયાસ કર્યો કે એ મૅક્સિમમ લોકો સુધી પહોંચે અને એ પણ પૉપ્યુલર રીતે પહોંચે. અત્યાર સુધીમાં હિન્દી ફિલ્મો માટે અમે આઠથી દસ ગરબા કોરિયોગ્રાફ કર્યા હશે તો સાથોસાથ એવાં ફ્યુઝન પણ કોરિયોગ્રાફ કર્યાં જેમાં ગરબાનાં સ્ટેપ્સ પણ આવી જતાં હોય. લોકોને એ ફ્યુઝન ગમ્યાં જ અને લોકોએ એને અપનાવ્યાં પણ ખરાં. ટીવી પર ચાલતા ડાન્સ કૉમ્પિટિશનના શો જોશો તો તમને પણ દેખાશે કે ગરબાઓને એમાં પણ પ્રાધાન્ય મળે છે. અરે, ગરબા આવે ત્યારે જજ પોતે પણ ઊભા થઈને સાથે ગરબા કરે છે અને ગરબાનો આનંદ માણે છે.


રાસ, જે દાંડિયા-રાસ તરીકે પ્રખ્યાત છે એ ગુજરાતના સૌથી લોકપ્રિય ફોક પૈકીનું એક છે. ખેતીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ખેડૂતો માટે તો આ રાસ અને ગરબા એ આનંદ વ્યક્ત કરવાની ક્ષણ સમાન છે. ઘણા લોકોને નવાઈ લાગતી હોય છે કે રાસને દાંડિયા-રાસ શું કામ કહેતા હશે તો એની પણ સરસ વાત છે.

દાંડિયા-રાસનું નામ દાંડિયા પરથી પડ્યું છે. લાકડાની બનેલી લાકડીઓની જોડીનો એમાં ઉપયોગ થાય છે. આ એ જ લાકડીઓની જોડી છે જેનો જૂના જમાનામાં સ્ત્રી-પુરુષો બન્ને સ્વરક્ષણ માટે પણ ઉપયોગ કરતાં. આ દાંડિયાનો ઉપયોગ રાસ રમવામાં પણ થતો. દાંડિયા-રાસ છે એવી જ રીતે તાળી-રાસ પણ હોય છે, જેમાં બે હાથનો જ ઉપયોગ થાય. દાંડિયાની અવેજીમાં આ તાળી-રાસની શોધ થઈ એવું ઇતિહાસકારો કહે છે.


ગુજરાતીઓના મોટા ભાગના તહેવારોમાં રાસ-ગરબા થાય. ધુળેટીમાં ઘેરૈયાઓ ગરબા રમે છે અને એનાં ડાન્સ-સ્ટેપ્સ અલગ છે તો નવરા​​ત્રિ તો આખેઆખો ગરબાનો જ ઉત્સવ છે. જન્માષ્ટમીમાં પણ રાસ-ગરબાનું મહત્ત્વ બહુ પ્રચલિત છે તો કાઠિયાવાડમાં લગ્ન દરમિયાન એક પણ લગ્નપ્રસંગ એવો નથી હોતો જેમાં રાસ-ગરબા કરવામાં ન આવ્યા હોય. મૂળરૂપે સૌરાષ્ટ્રના તમામ સમુદાયો માટે સામાન્ય નૃત્ય-પરંપરા ગણાતા રાસ-ગરબા વધુ પ્રકાશમાં ગુજરાતની સ્થાપના પછી આવ્યા. ૧૯૬૦માં મુંબઈ રાજ્યમાંથી વિલીનીકરણ પછી ગુજરાતમાં રાસ-ગરબાનું કલ્ચર અત્યંત લોકભોગ્ય બન્યું અને એણે જબરદસ્ત લોકપ્રિયતા પણ મેળવી, જેને સમય જતાં વિશ્વભરમાં સ્થળાંતર કરનારા ગુજરાતીઓને કારણે વૈશ્વિક આકર્ષણ મળ્યું.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2024 12:19 PM IST | Mumbai | Samir & Arsh Tanna

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK