એક સમયે પોલીસ ફોર્સના સિનિયર ઑફિસર રહી ચૂકેલા શિરીષ થોરત સેંકડો વખત આ વાત કહી ચૂક્યા છે. સત્ય ઘટનાને બેઝ બનાવી તેમણે લખેલી ફિક્શન ‘અ ટિકિટ ટુ સિરિયા’માં તેમણે આ વાત દાખલા અને ઉદાહરણ ટાંકીને કરી છે
‘અ ટિકિટ ટુ સિરિયા’, શિરીષ થોરત
જો તમે પૉલિટિકલ બૅકડ્રૉપની વાતોથી પ્રભાવિત હો, જો તમે મુસ્લિમ જેહાદ અને આતંકવાદીની વાતમાં રસ ધરાવતા હો અને જો તમને ઇન્ટરનૅશનલ ફલક જોવું ગમતું હોય તો શિરીષ થરોતની ફિક્શન ‘અ ટિકિટ ટુ સિરિયા’ તમારા માટે છે. આમ ભલે આ નવલકથાને ફિક્શન કહેવામાં આવી પણ ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર શિરીષ થરોતે એ કેટલીક સત્ય ઘટનાઓનો આધાર લઈને તૈયાર કરી છે. વાત પરથી સમજાઈ રહ્યું છે કે સિરિયા જેવા ધર્માંધ દેશની વાત થઈ રહી હોય એટલે એમાં વાત મુસ્લિમવાદની હોઈ શકે છે અને તમને મળી રહેલી આ સમજણ અમુક અંશે સાચી પણ છે.
‘અ ટિકિટ ટુ સિરિયા’માં એક એવી ફૅમિલીની વાત કહેવામાં આવી છે જે ફૅમિલી અજાણતાં જ જેહાદની ઝાળમાં ફસાય છે અને એ પછી એ ઝાળ કેવી રીતે આગમાં ફેરવાય છે. શિરીષ કહે છે, ‘મુસ્લિમ જેહાદની સૌથી ખરાબ વાત જો કોઈ હોય તો એ કે તેમને પોતાનો ધર્મ આગળ લઈ જવો છે અને એ માટે તે કોઈ પણ રસ્તે ચાલી શકે છે, કોઈ પણ હદ વટાવી શકે છે. જો મુસ્લિમ જેહાદને રોકવામાં નહીં આવે તો એ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં આતંક દેખાડશે અને માત્ર ભારત જ નહીં, દુનિયા આખી પસ્તાશે.’
પોતાની લાંબા સમયની પોલીસ ડિપાર્ટમેન્ટની જર્ની દરમ્યાન શિરીષે એ વાત વારંવાર નોટિસ કરી હતી કે ભારતે જ્યારે પણ મુસ્લિમ જેહાદની વાત કરી છે ત્યારે પશ્ચિમના દેશોએ એને પાકિસ્તાન સાથેની કટ્ટરતા સાથે જોડી દીધી, જેને લીધે ભારતને વૈશ્વિક સહકાર મળ્યો નહીં. પણ દુનિયાના એ દેશોની આંખો ત્યારે ઊઘડી જ્યારે લાદેને અમેરિકા પર આતંકી હુમલો કર્યો અને દુનિયા આખી સામે ટ્વિન ટાવર ધ્વંસ કર્યા. શિરીષ કહે છે, ‘આવી ઘટનાઓ ઘટે અને દુનિયાની આંખો ખૂલે એના કરતાં બહેતર છે કે આપણે સૌ અત્યારે જ સમજી જઈએ અને મુસ્લિમ જેહાદ સામે એક થઈએ.’
ADVERTISEMENT
કોણ છે આ મિસ્ટર થોરત? | શિરીષ થોરતની કરીઅર જબરદસ્ત તેજસ્વી રહી છે. અત્યારે અમેરિકામાં પોતાની ખાસ પ્રકારની કન્સલ્ટન્સી ચલાવતા થોરત ઇન્ડિયાના આઇપીએસ ઑફિસર હતા અને તેમણે દસકાઓ સુધી ગોવામાં ફરજ બજાવી. જોકે ત્યાં જ અટકી રહેવાને બદલે તેમણે અનેક પ્રકારની નવી ટેક્નૉલૉજી અને ઇન્વેસ્ટિગેશન પર પોતાનો સ્ટડી ચાલુ રાખ્યો. ૨૦૦પમાં એમિરેટ્સ ગ્રુપના ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના હેડ તરીકે જૉઇન થયા અને એ પછી સિક્યૉરિટી ઍન્ડ રિસ્ક ઍનૅલિસ્ટ તરીકે શિરીષ થોરતે અમેરિકામાં પોતાની સ્વતંત્ર ઑફિસ કરી.
ડેવિડ હેડલી નામના અર્ધ અમેરિકન-અર્ધ પાકિસ્તાનીએ મુંબઈમાં ૨૬/૧૧ના આતંકી હુમલામાં સહકાર આપ્યો એના અનેક પુરાવાઓ સાથે શિરીષ થોરતે ‘ધ સ્કાઉટ’ બુક પણ લખી છે,
જેના રાઇટ્સ ઑલરેડી ખરીદી લેવામાં આવ્યા છે. એવી જ રીતે, જે રીતે ‘અ ટિકિટ ટુ સિરિયા’ના રાઇટ્સ પણ ફિલ્મ ડિરેક્ટર નીરજ પાંડેએ ખરીદી લીધા છે.
શું બનશે આ બુક પરથી? | વેબ-સિરીઝ, જેનું ટાઇટલ છે ‘ધ ફ્રીલાન્સર’. શિરીષ થોરતની બુક ‘અ ટિકિટ ટુ સિરિયા’ પર આધારિત આ વેબ-સિરીઝમાં મોહિત રાણા, અનુપમ ખેર, સુશાંત સિંહ છે તો આ ઉપરાંત સિરીઝમાં હિન્દી થિયેટરના પણ અનેક આર્ટિસ્ટ્સ લેવામાં આવ્યા છે. ‘ધ વેન્સ્ડે’, ‘બેબી’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો અને ‘સ્પેશ્યલ ઑપ્સ’, ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5’ જેવી સુપરહિટ વેબ-સિરીઝ આપનારા નીરજ પાંડે ‘ધ ફ્રીલાન્સર’ના ક્રીએટર છે.
‘અ ટિકિટ ટુ સિરિયા’ જેમ મૉલદીવ્ઝથી શરૂ થઈને સિરિયા અને દુનિયાના અન્ય દેશોમાં ફરે છે એવી જ રીતે ‘ધ ફ્રીલાન્સર’નું શૂટિંગ પણ પાંચ દેશોમાં કરવામાં આવ્યું છે.
શિરીષ થોરતની બુક પર આધારિત આ સિરીઝ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે.
સ્ટોરી શૉર્ટકટ
દુનિયામાં મુસ્લિમ ધર્મ સિવાય કોઈ ધર્મ બાકી ન રહેવો જોઈએ. આ માનસિકતા સાથે કામ કરતા જેહાદી અને એ જેહાદ વચ્ચે ફસાતી ફૅમિલીની વાત ‘અ ટિકિટ ટુ સિરિયા’માં કરવામાં આવી છે.
ઝાહી એક દિવસ ફૅમિલી સાથે વેકેશન માટે નીકળે છે. અહીં સુધી તેની લાઇફ બિલકુલ નૉર્મલ છે, પણ અજાણતાં જ તેની ફૅમિલી જેહાદ સાથે જોડાઈ જાય છે અને બધાની લાઇફ ચેન્જ થાય છે.
અલબત્ત, ચેન્જ થતી લાઇફ વચ્ચે બીજી દિશામાં સમીર ઇબ્રાહિમની વાત શરૂ થાય છે. સમીર ડૉક્ટર છે અને તે વર્ષો પછી મૉલદીવ્ઝથી ફરી પોતાના ઘરે આવે છે. તેની ઇચ્છા એવી છે કે એ જુએ કે તેનાં ભાઈબહેનોની લાઇફ કેવી જાય છે, પણ તે જ્યારે પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે ઘણુંબધું બદલાઈ ગયું છે અને એ બદલાવ વચ્ચે સમીરની ઓળખાણ અહમદ ઇદરીસ સાથે થાય છે. સમીરને કશું નવું લાગવાનું શરૂ થાય છે પણ એ નવીનતા વચ્ચે જ તેને અણસાર મળે છે કે ઇસ્લામિક સ્ટેટ ક્રૉસ-કન્ટ્રી ઑપરેશનને પૂરું કરી રહ્યું છે અને એ ઑપરેશન છે મહત્તમ લોકોને ઇસ્લામની સાથે જોડતા જવા. ‘અ ટિકિટ ટુ સિરિયા’માં એક જગ્યાએ શિરીષ થોરત લખે છે, ઇસ્લામનો વ્યાપ વધારવાની જે જીદ છે એ જીદ જ એની જેહાદનું પેટ્રોલ છે, જે ક્યારેય જેહાદને અટકવા નથી દેતી. ‘અ ટિકિટ ટુ સિરિયા’નો વિષય ભારે છે પણ વિષયવસ્તુ સૌકોઈની આંખોમાં ગંભીરતા આંજી જવાનું કામ કરે છે.

