પત્રના ધોરણ વિશે વાત કરવી તો જોજનો દૂર રહી, કારણ કે પત્ર લખવાનો મહાવરો જ છૂટી ગયો છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કેટલોક ઉચાટ કામ સંપન્ન થયું કે નહીં એનો હોય. કેટલોક ઉચાટ કામ મળશે કે નહીં એનો હોય. બે દિવસ માટે બહારગામ ગયેલાં માબાપને ઘરે એકલા રહેતા સંતાનની ચિંતા હોય. રજા પર ગયેલા બૉસને છાને ખૂણે અકળામણ હોય કે મારા વગર કર્મચારીઓ બરાબર કામ કરશે કે નહીં. મનગમતું કામ મળવું અને કામ મનગમતી રીતે થવું એ બન્ને પડકાર હોય છે. ડૉ. કિશોર મોદીને શેનું મન થાય છે એ જાણીએ...



