આ બેંકોની હોમ લોનથી સૌથી સસ્તી, EMI નહીં બને બોજ
અહીંથી તમે લઈ શકો છો સસ્તી હોમ લોન
હરકોઈનું સપનું હોય છે કે તેમની પાસે પોતાનું ઘર હોય અને આજના સમયમાં આ સપનાને લોન લઈને પુરું કરી શકાય છે, જેને હોમ લોન કહે છે. હોમ લોન કોઈ પણ વ્યક્તિ તરફથી લેવામાં આવતી સૌથી મોટી લોન હોય છે જેની અવધિ 15 વર્ષથી લઈને 30 વર્ષની હોય છે. એક સમય પર હોમ લોન અંતર્ગત જેટલી લોન લેવામાં આવે છે તે ચુકવણીની છેલ્લી તારીખ સુધી લગભગ ડબલ થઈ જાય છે. દેશમાં મોટા ભાગના બેન્ક અને NBFC હોમ લોનની રજૂઆત કરે છે. હોમ લોન લેતા સમયે આવેદકની માસિક આવક અને તેની લોન લેવાની ક્ષમતા જોવામાં આવે છે અને એ પણ જોવામાં આવે છે કે કેટલા મૂલ્યની પ્રોપર્ટી માટે લોન લેવામાં આવી રહી છે. તે બાદ તેને પ્રોસેસ કરવામાં આવે છે.
જો તમે હોમ લોન લેવાનો વિચાર કરી રહ્યા છો તો અમે તમને કહીશું ભારતના 15 લોકપ્રિય બેંકોએ આપેલા હોમલોન અને તેના વ્યાજદર અને તેના EMI.
ADVERTISEMENT
બેંક વ્યાજદર EMI
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા 8.55-9.40 23,174-27,768
સેન્ટ્રલ 8.55-9.55 23,174-25,335
યૂકો 8.55-11.80 23,174-32,615
યૂનાઈટેડ બેંક ઑફ ઈન્ડિયા 8.60-9.10 26,225-24,335
કોર્પોરેશન બેંક 8.60-9.60 26,225-27,476
ઈલાહાબાદ બેંક 8.60-9.60 26,225-28,160
HDFC 8.65-9.15 26,320-27,282
સિંડિકેટ બેંક 8.65-9.75 26,320-28,456
ઈન્ડિયા ઓવરસીઝ બેંક 8.65-8.90 26,320-26,799
PNB 8.65-9.85 26,320-28,653
યૂનિયન બેંક 8.70-8.85 26,416-26,703
કેનરા બેંક 8.70-9.45 26,416-27,866
BOB 8.70-9.70 26,416-28,357
ઓરિએન્ટલ બેંક 8.75-8.85 26,511-26,703
પંજાબ એન્ડ સિંધ બેંક 8.75-9 26,511-26,992
આ ગણનામાં હોમ લોનની રકમ 30 લાખ અને મુદ્દત 20 વર્ષ માનવામાં આવી છે.