વીડિયોકોન કેસ: ઈડીના સામે પૂછપરછ માટે ન પહોંચ્યા ચંદા કોચર

Published: Jun 10, 2019, 17:30 IST | મુંબઈ

ICICI બેન્કની ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર સોમવારે ઈડીના સામે પૂછપરછ માટે નહીં પહોચ્યા. એની પાછળ આરોગ્ય ખરાબ થવાનું જણાવ્યું છે.

ચંદા કોચર
ચંદા કોચર

ICICI બેન્કની ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર સોમવારે ઈડીના સામે પૂછપરછ માટે નહીં પહોચ્યા. એની પાછળ આરોગ્ય ખરાબ થવાનું જણાવ્યું છે. ઈડીને આજે ચંદા કોચર પાસેથી વીડિયોકૉનના 1875 કરોડ રૂપિયાના દેવા સંબંધિત મામલમાં પૂછપરજ કરવી હતી.

પૂછપરછ માટે ચંદા કોચરે 10 જૂનના રોજ ઈડી સમક્ષ રજૂ થવાનું હતું. ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે કોચરે જણાવ્યું કે આરોગ્ય ખરાબ થવાને કારણે તપાસમાં સામેલ નહીં થાય.

જણાવી દઈએ કે ચંદા કોચરથી જોડાયેલો મુદ્દો આઈસીઆઈસીઆઈ બેન્કની તરફથી વીડિયોકૉન ગ્રુપને 2009થી લઈને 2011 દરમિયાન પૂરી પાડવામાં આવેલી 1875 કરોડ રૂપિયાની લોનને મંજૂરી આપવામાં કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચારથી સંબંધિત છે.

ઈડીનો આરોપ છે કે કોચરે આઈસીઆઈસીઆઈ બેન્કના પ્રમુખ રહેતા ગેરકાયદેસર પોતાના પતિની કંપની ન્યૂપાવર રિન્યૂએબ્લસને કરોડો રૂપિયા આપ્યા છે.

માર્ચમાં ઈડીએ કોચર પરિવારના નિવાસસ્થાન અને કાર્યાલય પરિસરોની તપાસ કરી હતી અને વીડિયોકૉનના ચેરમેન વેણુગોપાલ ધૂતની સાથે એમને પણ પૂછપરજ માટે બોલાવ્યા હતા. ધૂતે કથિત રીતે આઈસીઆઈસીઆી બેન્કથી લોન પ્રદાન કરવાની મંજૂરીના બદલે પોતાની કંપની સુપ્રીમ એનર્જીના માધ્યમથી ન્યૂપાવર રિન્યૂએબલ્સ લિમિટેડમાં રોકાણ કર્યું.

વીડિયોકોન ગ્રૂપને આપવામાં આવેલી કુલ લોન 40,000 કરોડ રૂપિયાના એક મોટા હિસ્સાની 2017ના અંતમાં વસૂલી થઈ શકી નહીં અને બેન્કે 2810 કરોડ રૂપિયાના દેવાને એનપીએ ઘોષિત કરી દીધા.

આ પણ વાંચો: સ્ટાર્ટ અપ્સના ઘણાબધા પ્રસ્તાવમાંથી કોની પસંદગી કરવી?

40,000 કરોડનો મોટો ભાગ આપવામાં આવ્યો હતો, જેની 2017ના અંતમાં વસૂલી નહીં થઈ શકી અને બેન્કે 2810 કરોડ રૂપિયાના લોનને એનપીએ ઘોષિત કરી દીધા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK