Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજાર વધુ નવી ઊચાઈએ પહોંચ્યું

શૅરબજાર વધુ નવી ઊચાઈએ પહોંચ્યું

06 January, 2021 12:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શૅરબજાર વધુ નવી ઊચાઈએ પહોંચ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકા અને યુનાઇટેડ કિંગડમમાં કોરોના વાઇરસ હજી ત્રાહિમામ પોકારાવી રહ્યો છે. દરદીઓની સંખ્યામાં ચિંતાજનક વધારાને કારણે સોમવારે અમેરિકામાં બજાર તૂટ્યું હતું, પરંતુ ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાના સકારાત્મક સંકેત તથા અર્થતંત્રમાં આવેલા ઝડપી સુધારાની રાહે શૅરબજાર વિદેશી પરિબળોથી વિપરીત જઈને મંગળવારે પણ નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. એક બાજુ યુનાઇટેડ કિંગડમે કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે લૉકડાઉનનો નવો તબક્કો શરૂ કર્યો છે ત્યારે બીજી બાજુ તેણે બિઝનેસ માટે ૬.૨ અબજ ડૉલર મૂલ્યનું આર્થિક પૅકેજ જાહેર કર્યું હોવાથી નાણાંનો પ્રવાહ વધ્યો છે. વિદેશી નાણાપ્રવાહના જોરે શૅરબજારમાં આખલાઓની પકડ મજબૂત રહી છે. ઉપરાંત, ત્રીજા ક્વૉર્ટરનાં સકારાત્મક પરિણામોની ધારણાને લીધે પણ બજાર વધ્યું હતું.

ઍક્સિસ બૅન્કમાં ૬.૩૧ ટકાનો વધારો



દિવસના પ્રારંભે ઇન્ડેક્સમાં સતત ઊતર-ચડ થઈ હતી, પણ પછીથી સતત વૃદ્ધિ થતાં એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૨૬૦.૯૮ પૉઇન્ટ (૦.૫૪ ટકા) વધીને ૪૮,૪૩૭.૭૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં વધનારા મુખ્ય સ્ટૉક્સ એચડીએફસી અને એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક, તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) અને આઇસીઆઇસીઆઇ બૅન્કે આશરે ૧૮૦ પૉઇન્ટનો સપોર્ટ આપ્યો હતો. ઍક્સિસ બૅન્ક ૬.૩૧ ટકા વધીને ૬૬૪.૭૦, એચડીએફસી ૨.૭૮ ટકા વધીને ૨૬૫૧.૧૫, ટીસીએસ ૧.૭૫ ટકા વધીને ૩૦૯૨.૩૦, એચડીએફસી બૅન્ક ૦.૭૧ ટકા વધીને ૧૪૨૬.૨૦ અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૦૨ ટકા વધીને ૫૩૭.૦૫ બંધ રહ્યા હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૬૮ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૪૦ ટકા, એચસીએલ ટેક ૧.૧૯ ટકા, ઇન્ફોસિસ ૦.૩૮ ટકા અને ટેક મહિન્દ્રા ૦.૨૫ ટકા વધીને અનુક્રમે ૯૨૧.૬૦, ૨૭૯૩.૨૫, ૯૯૧.૨૫, ૧૨૯૩.૫૦ અને ૧૦૦૪.૧૦ બંધ રહ્યા હતા.


સેન્સેક્સની ૧૬ કંપનીઓ વધી હતી અને ૧૪ ઘટી હતી. ઘટનારા શૅરોમાં પાવર ગ્રિડ, સનફાર્મા, કોટક બૅન્ક, લાર્સન ઍન્ડ ટુબ્રો, મારુતિ, ભારતી ઍરટેલ, બજાજ ઑટો, આઇટીસી, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા મુખ્ય હતા.

મંગળવારે બીએસઈ પર વૉલ્યુમની દૃષ્ટિએ વધનારા મુખ્ય સ્ટૉક્સ અક્સિસ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, રિલાયન્સ, એચડીએફસી, ટીસીએસ, ઇન્ફોસિસ, એચડીએફસી બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, સ્ટેટ બૅન્ક, આઇટીસી હતા.


બીએસઈ મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૩૮ ટકા વધ્યો

બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સ ૦.૬૧ ટકા વધીને ૧૪,૩૭૦.૨૪, મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૩૮ ટકા વધીને ૧૮,૬૭૬.૧૩, સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૭૧ ટકા વધીને ૧૮,૬૪૧.૭૪ અને બીએસઈ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૬૪ ટકા વધીને ૬૦૩૦.૯૪ પૅઇન્ટ બંધ રહ્યા હતા. આમ, મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં સેન્સેક્સ કરતાં વધારે વૃદ્ધિ થઈ હતી.

માર્કેટ કૅપમાં ૧.૧૮ લાખ કરોડની વૃદ્ધિ

બીએસઈનું માર્કેટ કૅપ ૧૯૧.૬૯ લાખ કરોડ રૂપિયાથી ૧.૧૮ લાખ કરોડ રૂપિયા વધીને ૧૯૨.૮૭ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું.

બીએસઈના સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં સીડીજીએસ ૦.૯૬ ટકા, એફએમસીજી ૦.૨૫ ટકા, ફાઇનૅન્સ ૧.૩૧ ટકા, હેલ્થકૅર ૦.૨૪ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૩૧ ટકા, આઇટી ૧.૨૩ ટકા વધ્યા હતા તથા મેટલ ૧.૩૬ ટકા તથા એનર્જી ૧.૦૮ ટકા ઘટ્યા હતા.

બીએસઈ પર ‘એ’ ગ્રુપની ૭ કંપનીઓને ઉપલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૬૯ કંપનીઓને ઉપલી અને ૯ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૬૨૪ કંપનીઓમાંથી ૪૭૬ કંપનીઓને ઉપલી અને ૧૪૮ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. જેટ ઍરવેઝ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને ઑરોબિંદો ફાર્મા સહિત ૪૦૦થી વધુ સ્ટૉક્સ બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા.

નિફ્ટી-૫૦માં ૬૬.૬૦ પૉઇન્ટની વૃદ્ધિ થતાં ઇન્ડેક્સ ૧૪,૧૯૯.૫૦ની મહત્ત્વપૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૨.૬ ટકા તથા નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક અને નિફ્ટી બૅન્ક લગભગ ૨-૨ ટકા વધ્યા હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ સોમવારની વૃદ્ધિ બાદ મંગળવારે ટોચના ઘટનારા ઇન્ડેક્સમાં સામેલ હતો. એમાં ૧.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનએસઈનો વૉલેટિલિટી ઇન્ડેક્સ ૨૦.૦૩ના સ્તરેથી ૨.૧૫ ટકા વધીને ૨૦.૪૬ થયો હતો. તેજી ટકી રહેવા માટે આ ઇન્ડેક્સ ૨૦ની નીચે રહેવો જોઈએ એવું વિશ્લેષકોનું કહેવું છે.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે કુલ ૩,૩૭,૧૭૦.૬૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૮,૬૩૦ સોદાઓમાં ૨૮,૭૭,૨૦૩ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૨,૫૦,૭૨૦ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૧૩.૭૬ કરોડ રૂપિયાના ૭૯ સોદામાં ૧૨૪ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઍપ્શનના ટ્રેડ થયેલા ૬૬,૭૧૭ સોદામાં ૨૮,૦૬,૬૦૫ કોન્ટ્રેક્ટ સાથે ૩,૨૯,૮૪૬.૪૩ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૧૮૩૪ સોદામાં ૭૦,૪૭૪ કોન્ટ્રેક્ટ સાથે ૭૩૧૦.૪૮ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

એનએસઈમાં ઑપ્શન્સ મોરચે મહત્તમ પુટ ઓપન ઇન્ટરેસ્ટ ૧૩,૦૦૦ અને પછી ૧૩,૫૦૦ની સ્ટ્રાઇક પર હતો. આ જ રીતે મહત્તમ કૉલ ઓપન ઇન્ટરેસ્ટ ૧૪,૦૦૦ અને પછી ૧૪,૫૦૦ની સ્ટ્રાઇક પર છે. ૧૪,૬૦૦ અને પછી ૧૪,૩૦૦ની સ્ટ્રાઇક પર થોડું કૉલ રાઇટિંગ થયું હતું, જ્યારે પુટ રાઇટિંગ ૧૩,૭૦૦ અને પછી ૧૪,૦૦૦ની સ્ટ્રાઇક પર હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં દૈનિક ચાર્ટ પર હજી તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. ઇન્ડેક્સના સપોર્ટ સતત ઊંચે જઈ રહ્યા છે અને દરેક ઘટાડે ખરીદી જોવા મળી રહી છે. આ બાબતો પરથી આખલાની મજબૂત પકડ દેખાઈ રહી છે. હવે ૧૪,૦૦૦-૧૪,૦૫૦ની સપાટી ટકી રહેશે તો ૧૪,૪૦૦ અને પછી ૧૪,૫૦૦ સુધીની સફર શરૂ થઈ શકે છે. નીચામાં ૧૩,૯૦૦ અને ૧૩,૭૭૭ના સ્તરે સપોર્ટ છે.

બજાર કેવું રહેશે?

આખલાઓનું જોર ૧૪,૨૦૦ની ઉપર જળવાઈ રહેવાની ધારણા છે, કારણ કે દરેક ઘટાડે ખરીદી થવાની શક્યતા છે. બજાર ૧૩,૯૫૦ની નીચે બંધ રહેશે તો જ એમાં નબળાઈ રહેવાની સંભાવના છે. નિફ્ટી બૅન્કમાં નવું બ્રેકઆઉટ જોવા મળ્યું હોવાથી હવે ખાનગી અને સરકારી બૅન્કોના સ્ટૉક્સમાં તેજી આવવાની સંભાવના છે.

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2021 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK