Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > SBI ના ગ્રાહકો આનંદો, 1 ઓગષ્ટથી RTGS અને NEFT માટે એક પણ ચાર્જ નહી લાગે

SBI ના ગ્રાહકો આનંદો, 1 ઓગષ્ટથી RTGS અને NEFT માટે એક પણ ચાર્જ નહી લાગે

12 July, 2019 06:41 PM IST | Mumbai

SBI ના ગ્રાહકો આનંદો, 1 ઓગષ્ટથી RTGS અને NEFT માટે એક પણ ચાર્જ નહી લાગે

SBI ના ગ્રાહકો આનંદો, 1 ઓગષ્ટથી RTGS અને NEFT માટે એક પણ ચાર્જ નહી લાગે


Mumbai : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકો માટે સારા સમાચાર લઇને આવી રહ્યું છે. હવે તમે 1 ઓગષ્ટથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની કોઇ પણ બ્રાન્ચમાંથી IMPS સર્વિસનો સદંતર ફ્રિમાં લાભ ઉઠાવી શકો છો. State Bank of India એ NEFT અને RTGS ના ચાર્જીસને પણ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે આરબીઆઇ દ્વારા ઓનલાઇન ટ્રાંજેક્શન જેમકે  NEFT, RTGS, IMPS ના ચાર્જીસને ખતમ કર્યા બાદ એસબીઆઇએ પણ પોતાના ગ્રાહકો માટે તેનાથી ફ્રી કરવાનો આદેશ કર્યો છે. તમને જણાવી દઇએ કે ઓનલાઇન બેકિંગ ફંડ ટ્રાંસફર ત્રણ વિકલ્પ (એનઇએફટી, આરટીજીએસ અને આઇએમપીએસ) મળે છે.

જાણો, શું છે IMPS
ઇમીડિએટ પેમેન્ટ સર્વિસ- આઇએમપીએસનું પુરૂ નામ છે. આઇએમપીએસ મોબાઇલ દ્વારા ફંડ ટ્રાંસફર કરવાનો મોડ છે. આ મોડનો ઉપયોગ કરીને એકાઉન્ટ હોલ્ડર મોબાઇલ વડે પોતાના મિત્રો અને સંબંધીઓને ફંડ ટ્રાંસફર કરી શકે છે. આ સુવિધા એનપીસીઆઇ (રાષ્ટ્રીય ચૂકવણી કોર્પોરેશન ઓફ ઇન્ડીયા) દ્વારા આપવામાં આવે છે. આ સેવાને તમે રજાના દિવસે પણ ઉપયોગ કરી શકો છો, જ્યારે એનઇએફટી અને આરટીજીએસ સર્વિસ તમને એક નિશ્વિત સમય સુધી જ મળે છે. સાથે જ વર્કિંગ ડેના દિવસે જ ફંડ ટ્રાંસફર થાય છે. એવામાં જો રજા દિવસે ફંડ ટ્રાંસફર કર્યો તો તે વર્કિંગ ડે સુધી પેડિંગ રહે છે.

આ પણ જુઓ : Jigardan Gadhavi: કોન્સર્ટ પહેલા લંડનની ગલીઓમાં ફરવાનો લઈ રહ્યો છે આનંદ

IMPS થી ફંડ ટ્રાંસફરનો સમય

1) અઠવાડિયાના સાત દિવસ 24 × 7
2) આઇએમપીએસ હેઠળ ફંડ ટ્રાંસફરની લિમિટ
3) ન્યૂનતમ: 1 રૂપિયો
4) વધુમાં વધુ: 2 લાખ રૂપિયા


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 06:41 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK