ભારતમાં શેર બજારમાં રેગુલેટ કરનારી સિક્યોરિટીસ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)પર 40 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે. SEBIએ નવેમ્બર 2007માં અગાઉ રિલાયન્સ પેટ્રોલિય લિમિટેડ (RPL)ના શેર કારોબારમાં કથિત કૌભાંડને લઈને આ કાર્યવાહી કરી છે. રિલાયન્સ પેટ્રોલિયમ અલગ કંપની હતી ત્યારે તેના શેર વેચવાની જાહેરાત કરી હતી. પરિણામે ભાવ ઘટ્યા હતા. પછી રિલાયન્સ પેટ્રોલિયમના શેર ખરીદીને વેચવામાં આવ્યા હતા. તેને SEBIએ ખોટું ઠરાવ્યું હતું.
શેર કારોબારમાં હેરાફેરીને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 25 કરોડ અને મુકેશ અંબાણીની સાથે-સાથે બે અન્ય એકમો પર 15 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સિવાય નવી મુંબઇ સેઝ પ્રાઇવેટ લિમિટેડથી 20 કરોડ રૂપિયા અને મુંબઇ સેઝ લિમિટેડને 10 કરોડ રુપિયાનો દંડ ભરવા અંગે જણાવામાં આવ્યું છે. આ મુદ્દો નવેમ્બર 2007માં RPL શેરની રોકડ અને વાયદા ખંડમાં ખરીદી અને વેચાણ સાથે જોડાયેલો છે. આ પહેલા RIL એ માર્ચ 2007માં RPLમાં 4.1 ટકા ભાગીદારી વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ સુચિબદ્ધ પેટા કંપનીઓનું ત્યારબાદ 2009માં RIL સાથે વિલીનીકરણ કરી દેવામાં આવ્યું.
આ મામલે સુનાવણી કરનાર સેબી અધિકારી બી જે દિલીપે પોતાના 95 પાનાના આદેશમાં કહ્યું કે, સિક્યોરીટીઝના જથ્થા અથવા કિંમતમાં થતી ગડબડી હંમેશા માર્કેટમાં રોકાણકારોના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે અને માર્કેટમાં હેરાફેરીમાં સર્વાધિક પ્રભાવિત થાય છે. આ મામલામાં સામાન્ય રોકાણકારો એ વાત જાણતા ન હતા કે, F&O સેગમેન્ટમાં સોદાની પાછળની કંપની RIL છે. છેતરપિંડીના વેપારથી કેશ અને F&O સેગમેન્ટમાં RPLની સિક્યોરિટીઝની કિમતો પર અસર પડી અને અન્ય રોકાણકારોના હિતોને નુકસાન થયું. તેમણે વધુમાં કહ્યું હતું કે, બિઝનેસમાં ગડબડ કરવાથી યોગ્ય કિંમત બહાર નથી આવતી. મારો વિચાર છે કે ગડબડી કરનાર આવા કામ સામે સખ્તાઈથી કામ લેવું જોઈએ જેથી રોકાણમાં આ પ્રકારની ગતિવિધિઓને રોકી શકાય.
SEBIએ આ પહેલાં 24 માર્ચ 2017નાં રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને 12 પ્રમોટર્સને 447 કરોડ રૂપિયા જમા કરવાનું કહ્યું હતું. સાથે જ તેમના શેર ટ્રેડિંગ કરવા પર પણ રોક લગાવી દીધી હતી. કંપનીએ તેના વિરૂદ્ધ સિક્યોરિટીઝ એપીલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. પરંતુ નવેમ્બર 2020માં ટ્રિબ્યૂનલે SEBIએ આ નિર્ણયને યોગ્ય ગણાવતા કંપનીની અપીલને ફગાવી દીધી હતી. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું હતું કે તે ટ્રિબ્યૂનલના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ટ્રિબ્યૂનલના નિર્ણય પછી સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી જાણકારીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું હતું કે શેરના ટ્રેડિંગ કોઈ પણ પ્રકારના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું ન હતું.
જોકે, આ વિશે હજી સુધી RIL તરફથી કોઈ જ પ્રતિક્રિયા મળી નથી.
શ્રેણીબદ્ધ રિલીફ પૅકેજની ઘોષણાથી સોનું અને ચાંદી ઊછળ્યાં
21st January, 2021 11:03 ISTતેજીનો તોખાર:સેન્સેક્સ લૅન્ડમાર્કથી હવે માત્ર ૨૦૮ પૉઇંટના જ અંતર પર છે
21st January, 2021 10:59 ISTShare Market: સેન્સેક્સે પાર કર્યો 50,000નો આંકડો, નિફ્ટી પણ 14,700 ઉપર
21st January, 2021 09:42 ISTસેન્સેક્સ માટે વો ઘડી આ ગઈ...50000 આજે પૉસિબલ
21st January, 2021 08:01 IST