Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઉત્પાદન કાપ સામે સાઉદીનું ડિસ્કાઉન્ટ ભારે: ક્રુડ ઓઈલમાં ઘટાડો

ઉત્પાદન કાપ સામે સાઉદીનું ડિસ્કાઉન્ટ ભારે: ક્રુડ ઓઈલમાં ઘટાડો

15 April, 2020 09:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્પાદન કાપ સામે સાઉદીનું ડિસ્કાઉન્ટ ભારે: ક્રુડ ઓઈલમાં ઘટાડો

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ક્રુડ ઓઈલના ભાવ મંગળવારે એક તબક્કે વધ્યા પછી ફરી ઘટવાના ચાલુ થઇ ગયા હતા. ભાવમાં વૃદ્ધિ માટે ઉત્પાદનમાં ભારે ઘટાડો થશે એવી અમેરિકાની એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનની આગાહી હતી. આ પછી બજારમાં સાઉદી અરમ્કોએ ભાવમાં કરેલા વિક્રમી ઘટાડાના કારણે ફરી ઘટાડો જોવા મળ્યો હતો.

એક તબક્કે બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૧.૩ ટકા કે ૪૦ સેન્ટ વધી ૩૨.૧૪ ડોલર પ્રતિ બેરલ હતું જયારે અમેરિકામાં વેસ્ટર્ન ટેક્સાસ ક્રુડ વાયદો ૧૫ સેન્ટ કે ૦.૭ ટકા વધી ૨૨.૫૬ ડોલર પ્રતિ એરલ હતો. અરમ્કોએ ભાવમાં બે દાયકામાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપ્યાની જાહેરાત કરતાથી સાથે જ ક્રુડ ઓઈલ ફરી ઘટી ગયું હતું. અત્યારે વેસ્ટર્ન ટેક્સાસ ક્રુડ ૨.૮૧ ટકા કે ૬૩ સેન્ટ ઘટી ૨૧.૭૮ ડોલર અન બ્રેન્ટ ૦.૭૬ ટકા ઘટી ૨૪ સેન્ટ ઘટી ૩૧.૫૦ ડોલર પ્રતિ બેરલ થઇ ગયો હતો.



ઉત્પાદન ભલે ઘટે, પ્રાઈસ વોર અટક્યું નથી


ઓપેકના સૌથી મોટા ક્રુડ ઓઈલ ઉત્પાદક અને વિશ્વમાં સૌથી વધુ ક્રુડ ઓઈલની નિકાસ કરતા દેશ સાઉદી અરબે રવિવારે વિશ્વના ઈતિહાસમાં સૌથી મોટા ઉપ્તાદન કાપ માટે હસ્તાક્ષર કર્યા છે. વિશ્વના ઓઈલ પુરવઠામાંથી ૧૦ ટકા મેં મહિનાથી ઓછું થઇ જશે પણ તેની સાથે પ્રાઈસ વોરનો અંત આવ્યો નથી. કારણ કે વિશ્વની સૌથી મોટી ક્રુડ ઉત્પાદક કંપની સાઉદી અરમ્કોએ પોતાના એશિયાના ખરીદારોને ભારે ડિસ્કાઉન્ટની ક્રુડ ઓઈલ વેચવાના કરાર કર્યા છે. આ ડિસ્કાઉન્ટ છેલ્લા બે દાયકામાં સૌથી ઊંચું છે.

અરમ્કોએ મેં મહિનાના સત્તાવાર વેચાણ ભાવ ૪.૨૦ ડોલર પ્રતિ બેરલથી ઘટાડી વેચવાન જાહેરાત કરી છે. બજારમાં ૩.૬૩ ડોલરનું ડિસ્કાઉન્ટ મળશે એવી આશા હતી તેના કરતા વધારે વળતર આપવાની જાહેરાત સાથે અરમ્કોએ એશિયાની બજારમાં પોતાનું પ્રભુત્વ ઉભું કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, બજારમાં પડતર માલનો ભરાવો એટલો મોટો છે કે હજુ પણ ભાવ ઘટી શકે છે. આરબની સામે પશ્ચિમ આફ્રિકામાં અત્યારે બે કરોડ બેરલનો જથ્થો વેચાવા માટે પડ્યો છે અને તેની સામે મેં મહિનાનું વેચાણ પણ હવે બજારમાં આવી રહ્યું છે એટલે ભાવ વધુ ઘટી શકે છે.


૨૮ દિવસથી સસ્તા ક્રુડ ઓઈલનો ભાવ ભારતની પ્રજાને નથી મળતો

ક્રુડ ઓઈલના ભાવ ઘટે એટલે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણના ભાવ પણ ઘટે છે. એટલે પ્રજાની ફાયદો થવો જોઈએ. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર ભાવ નક્કી કરવા માટે કંપનીઓ સ્વતંત્ર છે પણ અત્યારે કેન્દ્ર સરકારે પોતાની કરની આવક જાળવી રાખવા માટે કંપનીઓને ભાવ ઘટાડવા માટે જાણે કે ના પાડી હોય એવું લાગી રહ્યું છે.

ગ્રાહકોને ફાયદો થાય એવી દલીલ સાથે રજુ થયેલી દૈનિક ભાવ બદલવાની પદ્ધતિનો આમતો ભૂતકાળમાં પણ ગેરઉપયોગ થયો છે. પણ અગાઉ, રાજકીય રીતે લાભ ખાટવા માટે ચુંટણી સમયે કંપનીઓના ભાવ સ્થિર રાખવા માટે આદેશ આપવામાં આવતા હતા. હવે, સરકાર પોતાના ફાયદા માટે કરની આવક જાળવી રાખવા માટે આમ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. તા.૧૬ માર્ચ પછી સતત ૨૮ દિવસ સુધી ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે જૂન ૨૦૧૭માં આવેલી નવી પદ્ધતિ પછી પ્રથમ વખત આટલો લાંબો સમય બન્યું છે.

તા.૧૫ માર્ચના રોજ છેલ્લે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કંપનીઓએ ઘટાડ્યા હતા. માર્ચ મહિનામાં ભારતીય ક્રુડ બાસ્કેટ કે જેના ભાવ અહી પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી થાય છે તે ૩૩.૯૬ ડોલર પ્રતિ બેરલ હતા. એની સામે આજે ક્રુડ ઓઈલનો ભાવ ૨૩.૪૪ ડોલર છે એટલે કે ૩૦.૯ ટકા ઓછો છે પણ એનો લાભ રીટેલમાં ભારતીયોને મળ્યો નથી.

નાણકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતમાં ક્રુડ ઓઈલમાંથી બનેલા ઇંધણની માંગ માત ૦.૨ ટકા વધી હોવાનું કેન્દ્ર સરકાર હસ્તકના પેટ્રોલીયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા ઉપરથી જાણવા મળ્યું છે.

માર્ચ મહિનામાં કોરોના વાયરસના કારણે વિવિધ પ્રકારના નિયંત્રણના કારણે માંગ ૧૭.૮ ટકા ઘટી હતી. દેશમાં ઇંધણની કુલ માંગ ૧૬૦.૮ લાખ ટન રહી હતી. વાયરસના કારણે દેશમાં આર્થિક ગતિવિધિઓ લગભગ બંધ થઇ ગઈ છે, પરિવહન અટકી પડ્યું છે અને તેના કારણે જીડીપી વૃદ્ધિ દર માત્ર ૧.૫ થી ૨ ટકા રહે તેવી શક્યતા છે. 

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2020 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK