સુપ્રીમના આદેશ બાદ RBI જાહેર કરશે દેવાદારોની યાદી

Published: Apr 30, 2019, 16:56 IST | નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા નિયમોમાં બદલાવ કરશે. હવે દેવાદારોની યાદી જાહેર કરવામાં આવશે.

RBI નિયમોમાં કરશે ફેરફાર
RBI નિયમોમાં કરશે ફેરફાર

દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ હવે રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા સમય સમય પર દેવાદારોના નામ જાહેર કરશે. ઑલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિયેશનના એક ટોચના અધિકારીએ સોમવારે આ વાત કરી. સુપ્રીમ કોર્ટે RBIએ બેંકો ની તપાસનો રીપોર્ટ અને દેવાદારોના નામોનો ખુલાસો કરવાના આદેશનું સ્વાગત કરતા AIBEAના મહાસચિવ સી. એચ. વેંકટચલમે કહ્યું કે સર્વોચ્ચ અદાલતે બેંકોના ફસાયેલા ઋણ મુદ્દે AIBEAના વલણ પર મહોર લગાવી છે.

તેમણે કહ્યું કે, "અત્યારે અથવા બાદમાં સરકાર અને RBIએ નિયમમાં સંશોધન કરવું પડશે અને સમય-સમય પર મોટા દેવાદારોના નામ જાહેર કરવા પડશે, જેથી દેશને ખબર પડે તે કોણ એવા લોકો છે, જે લોકોના પૈસા લઈને જઈ રહ્યા છે."

આ પણ વાંચોઃ હવે આવશે 20 રૂપિયાની નવી નોટ, આવી હશે ડિઝાઈન

વેંકટચલમે કહ્યું કે કુલ 9, 331 એવા લોકો છે જેમણે જાણી જોઈને ઋણ નથી ચુકવ્યું. તેમની પાસે 31 માર્ચ, 2018 સુધીમાં કુલ 1, 22, 018 કરોડ રૂપિયા બાકી છે. ભારતીય બેંકિંગ સિસ્ટમમાં ફસાયેલા કુલ દેવાની કિંમત 2017-18 સુધીમાં કુલ 8, 95, 600 કરોડ રૂપિયા થઈ ચુકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK