આરબીઆઇએ યસ બેન્કને 60 હજાર કરોડ રૂપિયાની ક્રેડિટ સહાય આપી છે

Published: 20th March, 2020 12:40 IST | Agencies | Mumbai

ભારતીય રિઝર્વ બેન્કે કથિત રૂપે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની યસ બેન્કને લાઈન ઓફ ક્રેડિટ સહાયતા આપી છે કેમ કે, સંકટગ્રસ્ત બેન્કે ૧૮ માર્ચે પોતાનું પરિચાલન પૂર્વવત્ કરી દીધુ છે.

યસ બેન્ક
યસ બેન્ક

ભારતીય રિઝર્વ બેન્કે કથિત રૂપે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની યસ બેન્કને લાઈન ઓફ ક્રેડિટ સહાયતા આપી છે કેમ કે, સંકટગ્રસ્ત બેન્કે ૧૮ માર્ચે પોતાનું પરિચાલન પૂર્વવત્ કરી દીધુ છે.

મીડિયા અહેવાલ અનુસાર, લાઈન ઓફ ક્રેડિટને એ સુનિશ્વિત કરવા માટે આપવામાં આવ્યા હતા કે બેન્ક જમાકર્તાઓ પ્રત્યે પોતાનું દાયિત્વ પૂરું કરવામાં સક્ષમ રહે.

ગત ૧૬ માર્ચે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યાનુસાર, જો જરૂર પડે તો કેન્દ્રીય બેન્ક જરૂરી પ્રવાહિતા મદદ કરવા તૈયાર હશે અને થાપણદારોને કોઈ મુશ્કેલી પડવી ન જોઈએ. મૂડીઝે પણ યસ બેન્કની રેટિંગ સુધારીને પોઝિટિવ કરી હતી અને આરબીઆઇ પ્રેશર બાદ પોતાનો દ્રષ્ટીકોણ સકારાત્મક કરી રેટિંગ વધાર્યા હતા.

જોકે કેન્દ્રીય બેન્ક દ્વારા આ લાઈન ઓફ ક્રેડિટ એક ચેતવણી સાથે આપવામાં આવી છે. આરબીઆઈ લેન્ડર ઓફ ધ લાસ્ટ રિસોર્ટ હોઈ વ્યવસ્થાની શરતો પ્રમાણે યસ બેન્કે ભંડોળ એક્સેસ કરતા પહેલા તાત્કાલિક પ્રવાહી સંપત્તિઓ કાઢવી પડશે.

સૂત્રો અનુસાર, ભૂતકાળમાં આરબીઆઈએ ઈલિક્વિડ-ઈનસોલ્વેન્ટ બેન્કોને મર્જ કરવાનું પસંદ કર્યું હતું.યસ બેન્કને જારી રાખવાની અનુમતિ અપાઈ છે. અંતિમ ઉપાય રિસોર્ટ લેન્ડર ફંક્શન એક એલઓસીની જોગવાઈ છે.

સરકારે ૧૪ માર્ચે ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં યસ બેન્ક માટે એક બચાવ યોજનાને અધિસૂચિત કરી અને અન્ય લેન્ડર્સ દ્વારા આમાં સામેલ થઈ, કેમ કે આ બેન્કિંગ ક્ષેત્રને વ્યાપક સંકટથી બચાવવા માટે જોવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી જે અંતર્ગત પુનઃનિર્માણ યોજના ૧૩ માર્ચથી અમલી બની.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK