Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઑનલાઈન ઉચ્ચ શિક્ષણમાં ભરતી 2022 સુધીમાં વધશેઃ સ્કૂલગુરુનો રિપોર્ટ

ઑનલાઈન ઉચ્ચ શિક્ષણમાં ભરતી 2022 સુધીમાં વધશેઃ સ્કૂલગુરુનો રિપોર્ટ

01 May, 2019 05:31 PM IST | મુંબઈ

ઑનલાઈન ઉચ્ચ શિક્ષણમાં ભરતી 2022 સુધીમાં વધશેઃ સ્કૂલગુરુનો રિપોર્ટ

સ્કૂલ ગુરૂના અહેવાલમાં મહત્વનો ખુલાસો

સ્કૂલ ગુરૂના અહેવાલમાં મહત્વનો ખુલાસો


સ્કૂલગુરુ એજ્યુસર્વના તાજેતરના અહેવાલમાં સામે આવ્યું છે કે, ‘વિવિધ ઓનલાઇન પ્રોગ્રામ માટે યુજીસીનાં નીતિનિયમો ભારતમાં યુનિવર્સિટીઓને ઓનલાઇન ડિગ્રી ઓફર કરવાની મંજૂરી આપે છે અને સરકારે નોંધણીનો કુલ રેશિયો વધારવા પર ભાર મૂકવાથી ઓનલાઇન ઉચ્ચ શિક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.’ઓનલાઇન બજારમાં પ્રવાહો અને તકો’ નામનાં શીર્ષક ધરાવતાં રિપોર્ટ મુજબ, ઓનલાઇન ડિગ્રી/ઓનલાઇન પ્રોગ્રામમાં નોંધણીમાં 14.5 સીએજીઆર (વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે) વધારો થશે અને વર્ષ 2022 સુધીમાં 63.63 લાખનાં આંકડે પહોંચશે. આ રિપોર્ટમાં વિશ્લેષણ મુજબ, ભારતમાં નોંધણીની વૃદ્ધિ અમેરિકા અને યુરોપને સમકક્ષ હશે. એકેડેમિક 2015-17 દરમિયાન અમેરિકા અને યુરોપમાં ઓનલાઇન ઉચ્ચ શિક્ષણમાં નોંધણી અનુક્રમે 16 ટકા અને 12 ટકા હતી.

2022 સુધીમાં જોવા મળશે વધારો

અભ્યાસ મુજબ, સકારાત્મકતા હકીકતમાં ઔપચારિક ઉચ્ચ શિક્ષણની સાથે ઓનલાઇન એજ્યુકેશન ઇકો-સિસ્ટમ-ફોર્મલ ડિગ્રી/ડિપ્લોમા પ્રોગ્રામ અને રિ-સ્કિલિંગ પ્રોગ્રામનાં સંપૂર્ણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ કરશે. ઓનલાઇન એજ્યુકેશનમાં કુલ નોંધણીમાં 33.6 ટકાનાં સીએજીઆર સાથે વૃદ્ધિ થવાનો અને નોંધણીની કુલ સંખ્યા વર્ષ 2022 સુધીમાં 2.12 કરોડનાં આંકડાને વટાવી જવાનો અંદાજ છે. ઓનલાઇન રિ-સ્કિંગ અને સર્ટિફિકેશન માર્કેટ (રિપેર અને અપગ્રેડ માટે) વર્ષ 2022 સુધીમાં રૂ. 3,333 કરોડનાં આંકડાને સ્પર્શી જશે એવી અપેક્ષા છે.

શું છે રીપોર્ટના મુખ્ય તારણો?
•ભારતીય ઉચ્ચ શિક્ષણનું બજાર 6.09 ટકાનાં સીએજીઆરથી વૃદ્ધિ પામશે (વર્ષ 2018થી વર્ષ 2022 સુધી).
•કુલ નોંધણી (ડિગ્રી/ડિપ્લોમા) 8.2 ટકાનાં સીએજીઆરથી વધીને વર્ષ 2018માં 3.66 કરોડથી વર્ષ 2022 સુધીમાં 4.63 કરોડ થઈ જશે.
•અત્યાર સુધી ભારતમાં ઓનલાઇન ડિગ્રી પ્રોગ્રામો કાયદેસર નહોતાં અને યુનિવર્સિટી હવે શૈક્ષણિક વર્ષ 2019થી આ અભ્યાસક્રમો ઓફર કરવાનું શરૂ કરશે. ઓનલાઇન પ્રોગ્રામમાં ભરતી (ડિગ્રી/ડિપ્લોમા)માં 14.5 ટકાનાં સીએજીઆરથી વધીને નિલ (2018)થી 63.63 લાખ (2022) થઈ જશે.
•ભારતીય ઉચ્ચ શિક્ષણનું બજાર અંડર-ગ્રેજ્યુએટ પ્રોગ્રામ તરફ નોંધપાત્ર રીતે વળશે, જ્યાં સુધી એમાં વિદ્યાર્થીઓનાં કુલ આધારનાં આશરે 63 ટકા સુધીને સમાવવામાં નહીં આવે. જોકે રિ-સ્કિલિંગ બજારનાં વિસ્તરણ સાથે આ ટકાવારીમાં ફેરફાર થશે.
•ઓનલાઇન શિક્ષણની “રિસ્કિલિંગ” ક્ષમતા 22.23 ટકાનાં સીએજીઆરથી વધીને અંદાજે 66.47 લાખ (2018)થી વધીને 1.48 કરોડ (2022) થશે.
•ઓનલાઇન રિ-સ્કિલિંગ અને સર્ટિફિકેશન બજાર (રિપેર અને અપગ્રેડ સેગમેન્ટ માટે) વર્ષ 2018થી 2022 સુધીમાં 38 ટકાનાં સીએજીઆરનાં દરે વધીને રૂ. 3,333 કરોડને આંબી જશે એવી અપેક્ષા છે તથા પરંપરાગત ડિગ્રી પ્રોગ્રામોથી વધારે મોટું હશે એ સુનિશ્ચિત થશે.
•ભારતમાં ઓનલાઇન ડિગ્રી/ડિપ્લોમા એજ્યુકેશન માટે નોંધણી (14.5 ટકાનાં સીએજીઆર) દરે વધવાની અપેક્ષા છે, જે અમેરિકા અને યુરોપિયન બજારો (વર્ષ 2015-2017માં અનુક્રમે 16.8 ટકા અને 12.1 ટકા)માં નોંધણીની વૃદ્ધિને સમકક્ષ છે.
•અમેરિકન યુનિવર્સિટીઓમાં 66 ટકા વિદ્યાર્થીઓ એસોસિએટ અને બેચલર ડિગ્રી મેળવે છે તથા યુરોપિયન યુનિવર્સિટીઓમાં 56 ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવે છે.
•છેલ્લાં પાંચ વર્ષમાં ઓનલાઇન એજ્યુકેશનમાં ઝડપથી પરિવર્તન થયું છે તથા વિદ્યાર્થી માટે વર્ચ્યુઅલ એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટીનાં અને બેક-એન્ડમાં એઆઈ અને મશીન લર્નિંગનાં યુગમાં પ્રવેશ કરશે.
•બેચલર ઓફ આર્ટ્સ સૌથી લોકપ્રિય અંડર-ગ્રેજ્યુએશન પ્રોગ્રામ છે, પછી બેચલર ઓફ સાયન્સ અને બેચલર ઓફ કોમર્સ સૌથી વધુ લોકપ્રિય છે. જોકે પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં પસંદગીનાં પ્રવાહ તરીકે વિદ્યાર્થીઓ સોશિયલ સાયન્સિસ, મેનેજમેન્ટ અને સંપૂર્ણપણે વિજ્ઞાનને પસંદ કરે છે.
•ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં આશરે 42 ટકા વિદ્યાર્થીઓ તેમનાં અભ્યાસક્રમોને અંતે નોકરી મેળવવા ઇચ્છશે.
•ભારતીય માધ્યમિક શિક્ષણમાં 94 ટકા વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવે છે, જેમાં હિંદી ભાષામાં વિદ્યાર્થીઓ સૌથી વધારે છે. એટલે યુનિવર્સિટીઓએ એ સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે કે, તેમનાં ઓનલાઇન પ્રોગ્રામો પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ થાય.
•ભારતીય વિદ્યાર્થીઓ મોબિલિટી અને સુવિધામાં વધારો થવાને કારણે તેમનાં ઓનલાઇન અભ્યાસક્રમોની સુલભતા માટે તેમનો મોબાઇલ ફોન (80 ટકા વિદ્યાર્થીઓ) પસંદ કરે છે, છતાં તેઓ પ્રેક્ટિસ સંચાલિત કામગીરીઓ હાથ ધરવા વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂર્ણ કરતાં અભ્યાસક્રમની ભારે સામગ્રી માટે તેઓ ડેસ્કટોપનાં વપરાશ તરફ વળી રહ્યાં છે.

શું છે ઓનલાઈન શિક્ષણનો ફાયદો?



ઓનલાઇન ઉચ્ચ શિક્ષણનાં રિપોર્ટ અને એની વૃદ્ધિમાં સંભવિતતા વિશે સ્કૂલગુરુ એજ્યુસર્વ પ્રાઇવેટ લિમિટેડનાં સીઇઓ અને સ્થાપક શ્રી શાંતનુ રુજે કહ્યું હતું કે, “ઓનલાઇન શિક્ષણ વૃદ્ધિ કરતાં ઉદ્યોગની સાથે આદર્શ મોડલ પણ છે, જે આપણી શિક્ષણ વ્યવસ્થાનાં ખર્ચ, ભાગીદારી અને રોજગારદક્ષતાનાં પડકારોનું સમાધાન કરી શકે છે તેમજ ઉદ્યોગને એની વર્કફોર્સ માટે તૈયાર કરવા, રિપેર અને અપગ્રેડ માટે મદદરૂપ થઈ શકે છે. ઓનલાઇન શિક્ષણ ઉચ્ચ શિક્ષણમાં મોટા પાયે વધારો કરવા માટે સંભવિત વિકલ્પ પ્રદાન કરી શકે છે, જેથી દેશને એનાં જીઇઆરનાં હાલનાં 25 ટકાનાં દરને વધારીને 30 ટકાનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. ઉપરાંત જો ઓન-જોબ લર્નિંગ સાથે મિશ્ર કરવામાં આવે, તો ઓનલાઇન શિક્ષણ આપણાં યુવાનોની રોજગારદક્ષતામાં નોંધપાત્ર સુધારો કરવાની સંભવિતતા ધરાવે છે.”


શા માટે પસંદ કરાશે ઓનલાઈન લર્નિંગ

આ મુખ્ય વૃદ્ધિકારક પરિબળો ઉપરાંત રિપોર્ટ વૃદ્ધિને અસર કરી શકે એવા પડકારોનું સમાધાન પણ કરે છે. રિપોર્ટ મુજબ, ઉદ્યોગ માટે સૌથી મોટો પડકાર જાગૃતિનો અભાવ છે, જે અભ્યાસક્રમોની અધિકૃતતા વિશે ચિંતા જન્માવે છે. અન્ય અવરોધોમાં લાયકાત ધરાવતાં ઓનલાઇન ઇન્સ્ટ્રક્ટર્સ, વિદ્યાર્થી અને ફેકલ્ટી વચ્ચે આદાનપ્રદાનની અપૂરતી સુવિધા, ઓનલાઇન આકારણીનું સંકલન કરવા ઇન્સ્ટ્રક્ટર્સ વચ્ચે પર્યાપ્ત સમજણનો અભાવ, અભ્યાસક્રમનાં સમયગાળાની સમજણનો અભાવ, અભ્યાસક્રમની સામગ્રીની ડિઝાઇનની સમજણ ન હોવી, સામગ્રીમાં નવીનતાનો અભાવ, નોંધણીની લાંબી પ્રક્રિયા અને ઊંચી ફી જેવા સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2019 05:31 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK