Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૫૩૮૫ મહત્વની પ્રતિકાર સપાટી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૫૩૮૫ મહત્વની પ્રતિકાર સપાટી

08 August, 2012 06:02 AM IST |

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૫૩૮૫ મહત્વની પ્રતિકાર સપાટી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૫૩૮૫ મહત્વની પ્રતિકાર સપાટી


મિડ-વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક ધોરણે ૧૧૭.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૫૨૪૧.૦૫ બંધ રહ્યા બાદ સોમવારે ૪૬.૧૦ ઉપલા ગૅપથી ખૂલીને વૈશ્વિક બજારો પાછળ ૫૫.૮૦ પૉઇન્ટના સુધારે ૫૨૯૬.૮૫ બંધ રહ્યું. મંગળવારે નીચામાં ૫૨૯૫.૦૫ રહી ઉપરમાં ૫૩૬૬.૮૦ સુધી આવી ૫.૮૫ પૉઇન્ટના સુધારે ૫૩૪૭.૭૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ૩૫૮.૭૪ પૉઇન્ટના નેટ સુધારે ૧૭,૧૯૬.૯૩ બંધ રહ્યા બાદ સોમવારે ઉપલા ગૅપથી ખૂલી ૨૧૫.૦૩ પૉઇન્ટના સુધારે ૧૭,૪૧૨.૯૬ બંધ રહ્યો. મંગળવારે નીચામાં ૧૭,૪૧૭.૯૨ રહી ઉપરમાં ૧૭,૬૪૧.૫૫ સુધી આવી ૧૮૮.૮૨ પૉઇન્ટના સુધારે ૧૭,૬૦૧.૭૮ બંધ રહ્યો. ઉપરમાં ૧૭,૬૫૦ ઉપર ૧૭,૭૫૦ પ્રતિકાર સપાટી ગણાય. ૧૭,૭૫૦ ઉપર ૧૭,૮૭૦, ૧૮,૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૭,૨૦૮ પૅનિક બૉટમ ગણાય. પખવાડિયા અગાઉ નરમ બજારે જણાવેલું બજાર ઘટતી વખતે પડેલા મંદી ગૅપ પૂરવા ઉપર આવશે. ૫૩૧૩ પાસે પડેલો ગૅપ પણ પુરાઈ ગયો છે. બજારમાં વધ-ઘટે સુધારો આગળ વધશે એમ જણાય છે. મંદીનો વેપાર કરવો નહીં.



શૅરબજારમાં શું કે બીજા કોઈ પણ વેપારમાં શું? જોખમ દરેક જગ્યાએ છે. પછેડી પ્રમાણે સોડ તાણનાર ક્યારે પણ પસ્તાતો નથી. મને એક મિત્રે એક વાર પૂછેલું, શૅરબજારમાં કેટલું રોકાણ કરાય? મારો જવાબ હતો, ‘આપણે કરેલું બધું જ રોકાણ ડૂબી જાય તો આપણા ઘરને તકલીફ ન પડે એટલું.’ કોઈ પણ વેપારમાં મોટા અને ખોટા જોખમ લેનારાઓએ જો પહોંચી ન વળાય તો વધ-ઘટે આત્મહત્યા જ કરવી પડે છે. સંતોષ ધન સૌથી મોટું સુખ છે. સફળતા કે નિષ્ફળતા કાયમી હોતી નથી અને કાયમ ટકતી પણ નથી. સમય અને સફળતાના ગુલામ બનવું, એ બન્નેને ગુલામ બનાવવાનો પ્રયત્ન ક્યારે પણ ન કરવો. બાકી તો હરિ ઇચ્છા... બળવાન છે. ધાર્યું ધણીનું થાય છે.


gv1નિફ્ટી ફ્યુચર (૫૩૪૭.૭૦) ૫૦૩૪.૧૦ની બૉટમથી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૫૩૦૦ નીચે ૫૨૮૦, ૫૨૬૦, ૫૨૪૬ સપોર્ટ ગણાય. ઉપરમાં ૫૩૬૭ ઉપર ૫૩૮૫ પ્રતિકાર સપાટી ગણાય, જે કુદાવતાં ૫૪૦૫, ૫૪૬૫, ૫૫૦૦ સુધીની શક્યતા.

 


gv2તાતા સ્ટીલ (૪૦૬.૦૫) ૩૮૨.૧૫ની બૉટમથી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. નીચામાં ૩૯૮ સપોર્ટ ગણાય. ઉપરમાં ૪૧૫ અને ૪૨૧ કુદાવતાં ૪૩૦, ૪૪૦થી ૪૫૦ સુધીની શક્યતા. ૩૯૮ નીચે ૩૯૦ પૅનિક બૉટમ ગણાય.

 

 

 

gv3જિન્દાલ સ્ટીલ (૪૦૬.૭૫) ૩૯૦.૦૫ની બૉટમથી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૪૦૧ નીચે ૩૯૭ સપોર્ટ ગણાય. ઉપરમાં ૪૧૩ ઉપર ૪૧૮ કુદાવે તો ૪૨૫થી ૪૩૦ સુધીની શક્યતા

રિલાયન્સ (૭૮૩.૭૦) ૭૦૭.૩૦ની બૉટમથી ઉછાળો દર્શાવે છે. નિફ્ટીના ઉછાળામાં રિલાયન્સનો ફાળો મહત્વનો છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૭૭૭ અને ૭૬૪ સપોર્ટ ગણાય. ઉપરમાં ૮૨૫થી ૮૩૦ સુધીની શક્યતા. ઉપરમાં ૮૦૫ અને ૮૧૫ નજીકની પ્રતિકાર સપાટી ગણાય.

ફર્નિટક (૭૯૨.૦૫) ૬૮૨ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૧૦ ઉપર ૮૨૫થી ૮૩૫ સુધીની શક્યતા. નીચામાં ૭૬૦ અને ૭૫૦ સપોર્ટ ગણાય. ઘટાડે લેવું.

બૅન્ક નિફ્ટી (૧૦,૬૨૦.૫૦) ૧૦,૦૫૫.૫૫ની બૉટમથી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે પણ ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦,૬૫૦ ઉપર ૧૦,૭૦૦, ૧૦,૭૮૮ પ્રતિકાર સપાટી ગણાય, જેમાં ઉપર ૧૧,૦૦૦ સુધી આવી શકે. નીચામાં ૧૦,૫૫૦, ૧૦,૫૦૦, ૧૦,૪૦૯ સપોર્ટ ગણાય.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2012 06:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK