Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૨૩૫ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૨૩૫ ઉપર રૂખ તેજીની

02 August, 2012 05:50 AM IST |

નિફ્ટીમાં ૫૨૩૫ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૨૩૫ ઉપર રૂખ તેજીની


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

નાણાખાતામાં ચિદમ્બરમની વાપસી તેમ જ બુધવારે અમેરિકામાં ફેડરલ બૅન્ક દ્વારા ૫૦૦ બિલ્યન ડૉલરનું આર્થિક પૅકેજ જાહેર થવાના આશાવાદે આજે પણ સુધારાની ચાલ ધીમી ગતિએ જળવાઈ રહી હતી.



મંગળવારે અફરાતફરી બાદ જોવાયેલ સુધારો આજે ધીમો પડ્યો છે, જે બજારમાં વેચાણો મહદંશે સરખાં થવાનો સંકેત છે. હવે બુધવારની રાત્રે ઉપર જણાવેલ ધારણાં ખરી પડશે તો આરંભના ઉછાળા બાદ ઘટાડાની ચાલ જોવા મળશે, જ્યારે ધારણા ખોટી પડશે તો બજાર મંદી ગૅપમાં ખૂલીને ઘટવાતરફી રહેશે. ઑગસ્ટના પ્રથમ દિવસે જ બજારમાં વેચાણો ઓછાં થઈ ગયાં છે અને હજી જે બાકી હશે એ શુક્રવારે સરખાં થઈ જતાં તેજી માટે જરૂરી ઇંધણ ઘટી જતાં ૬ઠ્ઠી ઑગસ્ટથી શરૂ થતા સપ્તાહમાં ઘટાડાની ચાલ શરૂ થશે. નિફ્ટીમાં જ્યાં સુધી ૫૨૨૦ નીચે સળંગ બે દિવસ બંધ ન આવે ત્યાં સુધી ફક્ત ‘પુટ’ ઑપ્શન જ ખરીદવાની સલાહ છે, કારણ કે ખરાબ કારણે જોવા મળતી તેજી વધુ લાંબી અને તોફાની હોય છે.


મુંબઈ શૅરબજાર આંકમાં આજ માટે ૧૭,૩૫૦ નજીકની પ્રતિકારક સપાટી છે, જેની ઉપર બીજા ૧૦૦ પૉઇન્ટ સુધરી શકે. ૧૭,૨૦૦ નીચે ૧૭,૧૧૬, ૧૭,૦૫૮ અને ૧૬,૯૩૦ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં ૫૨૩૫ ઉપર ૫૨૧૫ના સ્ટૉપલૉસે રૂખ તેજીની અને ઉપરમાં ૫૨૮૦થી ૫૩૦૦ વચ્ચે વેચવું. ૫૨૦૩ તૂટતાં ૫૧૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

બાટા


૮૮૬ ઉપર રૂખ તેજીની, પરંતુ ઉપરમાં ૯૨૦ સુધીના ઉછાળામાં વેચવું. ૮૮૬ તૂટતાં ૮૬૭નો ભાવ.

ગ્રાસિમ

૨૮૭૦ ઉપર જ રૂખ તેજીની. ઉપરમાં ૨૯૦૫ ઉપર ૨૯૩૦થી ૨૯૪૫ વચ્ચે વેચવું. ૨૮૭૦ નીચે ૨૮૦૦ અને વધઘટે ૨૬૮૦નો ભાવ.

લાર્સન

૧૩૭૫ ઉપર ૧૩૬૭ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૪૦૦ આસપાસ વેચવું. ૧૩૬૭ તૂટતાં ૧૩૪૦ સુધીનો ઘટાડો જોવાશે.

ઇન્ફોસિસ

૨૨૪૦ નીચે ૨૨૫૫ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૨૨૦૩ તૂટતાં ૨૧૫૫નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૧૦૫૫ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં એ ૧૦૩૦ તૂટતાં ૧૦૧૨ અને વધઘટે ૯૮૫નો ભાવ.

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2012 05:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK