Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ટૂંક સમયમાં રિટેલ સ્ટોર્સ પર મળી શકે છે પેટ્રોલ-ડીઝલ, આ છે પ્લાન

ટૂંક સમયમાં રિટેલ સ્ટોર્સ પર મળી શકે છે પેટ્રોલ-ડીઝલ, આ છે પ્લાન

19 June, 2019 08:49 PM IST | દિલ્હી

ટૂંક સમયમાં રિટેલ સ્ટોર્સ પર મળી શકે છે પેટ્રોલ-ડીઝલ, આ છે પ્લાન

ટૂંક સમયમાં રિટેલ સ્ટોર્સ પર મળી શકે છે પેટ્રોલ-ડીઝલ, આ છે પ્લાન


મોદી સરકાર પોતાની બીજી ઈનિંગમાં મોટા અને મહત્વના નિર્ણયો લઈ રહી છે. હવે કેન્દ્ર સરકારની નજર પેટ્રોલ અને ડીઝલ પર છે. જો મોદી સરકાર આ નિર્ણય લેશે તો વાહનમાં પેટ્રોલ ડીઝલ ભરવા માટે પેટ્રોલપંપ સુધી જવાની જરૂર નહીં રહે. મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર એવી યોજના ઘડી રહી છે કે જ્યાંથી છૂટક વસ્તુઓની ખરીદી થતી હોય, ત્યાં જ પેટ્રોલ અને ડીઝલ પણ મળી રહે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમામેપેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આ માટે એક યોજના તૈયાર કરી રહ્યું છે. હાલના નિયમોમાં ઇંધણને વ્યવસાયમાં ઉતરવા માટે કંપની પાસે ડોમેસ્ટિક માર્કેટમાં રોકાણ માટે 2,000 કરોડ રૂપિયા હોવા જોઇએ અથવા તેને કાચા તેલની ખરીદી માટે જરુરી રકમની બેંક ગેરેન્ટી આપવી જરૂરી છે. સરકાર આ નિયમોને વધુ સરળ બનાવી શકે છે.

પેટ્રોલ ડીઝલના વેચાણમાં ફેરફાર કવરા માટે પેટ્રોલિયમ મંત્રાલયે ઓક્ટોબર 2018માં ઇંધણ રિટેલમાં જોડાયેલ નિયમોમાં ફેરફારો માટે નિષ્ણાત સમિતિ બનાવી હતી. ઇંધણ છૂટક બજારમાં સ્પર્ધાવધારવા માટે નિષ્ણાંતો સમિતિની પણ બનાવાઈઆવી હતી. આ સમિતિમાં ભૂતપૂર્વ પેટ્રોલિયમ સેક્રેટરી જીસી ચતુર્વેદી, પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ આશુતોષ જિંદલ, અર્થશાસ્ત્રી કિરીટ પરીખ અને એમ.એ. પઠાણનો સમાવેશ કરાયો હતો.



આવી હોઈ શકે છે નવી યોજના


  1. જો કેન્દ્ર સરકાર નિયમો સરળ કરશે તો સાઉદી અરામકો જેવી દિગ્ગજ આંતરરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં રિટેલ વ્યવસાયમાં પ્રવેશવાની તક મળશે.
  2. આ જ કંપની પરથીભારતમાં સુપર માર્કેટમાં ડીઝલ- પેટ્રોલ વેચવાનો વિચાર શરૂ થયો છે.
  3. બ્રિટિશ પેટ્રોલિયમ રિટેલર્સ એસોસિયેશનના અંદાજ અનુસાર, એપ્રિલમાં દેશના પેટ્રોલના કુલ વેચાણમાં સુપરમાર્કેટની ભાગીદારી આશરે 49 ટકા હતી અને 43 ટકા ડીઝલના વેચાણમાં તેનું 43 ટકા યોગદાન રહ્યું, ત્યાં ટેસ્કો, સેન્સબરી, એસ્ડા અને મોરિસન ફ્યુઅલનું વેચાણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ HDFC બેન્ક ગુજરાતમાં પોતાની માર્કેટ શેર બમણી કરવા માંગે છે


  1. ભારતમાં પણ આ પ્રકારના આયોજનની માગ થઈ રહી છે. જેના પર હવે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે.
  2. જો નવી યોજના અમલમાં આવી તો સામાન્ય લોકોને ફ્યુઅલ સરળતાથી મળી શકે છે.
Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 08:49 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK