Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડૉલરમાં સુધારો: યુરોમાં અટકતી તેજી: રૂપિયો સ્ટેબલ

ડૉલરમાં સુધારો: યુરોમાં અટકતી તેજી: રૂપિયો સ્ટેબલ

18 January, 2021 11:39 AM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

ડૉલરમાં સુધારો: યુરોમાં અટકતી તેજી: રૂપિયો સ્ટેબલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવા ચૂંટાયેલા પ્રમુખ બાઇડને ૧.૩ ટ્રિલ્યન એટલે અંદાજે ૧૩૦૦ અબજ ડૉલરના રાહત પૅકેજની વાત કરી છે, પણ બજાર નિરાશ થયું છે. રિસ્ક ઑન ઍસેટમાં લાર્જ કૅપ અને ટેક્નૉલૉજી શૅરો, બિટકૉઇન, સોના-ચાંદી, મેટલ્સ વગેરેમાં વેચવાલી આવી. ડૉલર થોડો સુધર્યો. યુરો ફરી કમજોર પડ્યો, જ્યારે કે રૂપિયો સીમિત દાયરામાં જ રહ્યો. સ્ટિમ્યુલસમાં અમેરિકાના નાગરિકોને ડાયરેકટ પેમેન્ટની વાત સારી છે, પણ સાથોસાથ રાજ્યોને નાણાકીય સહાય, ખાસ કરીને દેવામાં ડૂબેલાં ડેમોક્રૅટ રાજ્યોને નાણાકીય સહાય નવો વિપક્ષ રિપબ્લિકન વિરોધ કરશે. બાઇડને રાહત પૅકેજ પસાર કરાવવાં સમાધાનો કરવાં પડશે. બાઇડનની શપથવિધિ ૨૦ જાન્યુઆરીએ છે. બજારોમાં એક જાતનો અજંપો પ્રવર્તે છે. ૧૭ જાન્યુઆરી અને ૨૦ જાન્યુઆરીએ તોફાનોની સંભાવના હોવાનો અંદેશો એફબીઆઇએ વ્યક્ત કર્યો છે. કૅપિટલ હિલમાં ૬ જાન્યુઆરીનાં તોફાનો પછી ટ્રમ્પની મુશ્કેલીઓ વધી છે. અમેરિકા મર્યાદિત સિવિલવૉરના તબક્કામાં પહોચી ગયાનાં એંધાણો છે. આગામી સપ્તાહે તોફાનના અંદેશા વચ્ચે સ્માર્ટ મની કામચલાઉ સાઇડલાઇન થઈ ગયું છે. અત્ર, તત્ર, સર્વત્ર તેજીની રેવાલ ચાલમાં હાલપૂરતો વિરામ આવ્યો છે.

તાજેતરમાં બેકારીના આંકડા ફરી વધી રહ્યા છે. વાઇરસનું નવુ સ્વરૂપ વધુ ચેપી હોવાની ચિંતા, રાજકીય ઘમસાણમાં આર્થિક અગ્રતાઓ હાંસિયામાં ધકેલાઈ જતાં અને અર્થતંત્રને વેગવાન બનાવવા માટેનું રાહત પૅકેજ પણ રાજકીય અખાડામાં અટવાઈ ગયું છે એટલે બજારો ફરી પાછાં ફેડ ચૅરમૅન પોવેલ અને નાણામંત્રી જેનેટ યેલેનને હવાલે થઈ જશે. અમેરિકામાં હાલમાં દેવુ ૨૬,૦૦૦ અબજ ડૉલર છે. વરસના અંતે ૩૦,૦૦૦ અબજ ડૉલર થવાની ધારણા છે. લિક્વિડિટીના વિસ્ફોટને કારણે બિગ મની - મોટા પૈસા બિટકૉઇન, શૅરો, બુલિયનથી માંડીને, આર્ટ, વિન્ટેજ વાઇન સોંગરાઇટર્સના આખા-આખા આલબમોના અધિકારો ખરીદી રહ્યા છે. વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમનો એક વિડિયો નામે એજન્ડા ૨૦૩૦ - ગ્રેટ રિસેટ કહે છે કે ૨૦૩૦માં તમારી પાસે કશું નહીં હોય અને તો પણ તમે ખુશ હશો. જોકે ધાર્યું તો ધણીનું થાય. કોરોનાએ માનવજીવનની ઘટમાળને ખોરવી નાખી છે, એમ સાઇબર હૅક કે ઇન્ટરનેટ લૉકડાઉન જેવાં અજ્ઞાત જોખમો મશીનોની ઘટમાળ પણ ખોરવી શકે. જ્યારે બજારો ઊડે દિલ બેફિકરેના મૂડમાં હોય ત્યારે સાવધાની ખાસ જરૂરી છે. મરફીનો નિયમ કહે છે કે ઇફ ઍનિથિંગ કેન ગો રૉન્ગ - ઇટ વિલ!



ટ્વિટરે ટ્રમ્પને બૅન કર્યા, ઍમેઝૉને જમણેરી ઝોક ધરાવતું સોશ્યલ મીડિયા પરપલ બ્લૉક કર્યું, વૉટ્સઍપે પોતાની પ્રાઇવસી નીતિ બદલી, ટ્રમ્પના મામલે સોશ્યલ મીડિયાનો પ્રતિસાદ ભલે જેન્યુઇન હોય, પણ એનાથી ડિજિટલ ડિક્ટેટરશિપ બેનકાબ થઈ ગઈ છે. ડિજિટલ ઓલીગાર્કી- બજારના બૅકલેશનું ડિજિટલ રૂપ - ટેકલેશ - ટેક્નૉલૉજી શૅરોમાં મોટા ગાબડારૂપે દેખાશે. કૉમોડિટીઝ, ઓલ્ડ ઇકૉનૉમી સ્ટૉક્સ, ઇમર્જિંગ માર્કેટ્સ, યુઆન, યેન, જપાની શૅરબજાર, ચાઇના બૉન્ડ માર્કેટના અચ્છે દિન આવી ચૂક્યા છે.


ઍસેટ બજારોની વાત કરીએ તો બિટકૉઇન ૩૧,૦૦૦-૪૧,૦૦૦ વચ્ચે ઝોલા ખાય છે. સોનું ૧૮૦૦-૧૯૦૦ ડૉલર વચ્ચે અથડાય છે. ચીનમાં ફરી કોરોના વધ્યો છે. યુકેમાં હજી કોરોના કાબૂમાં નથી. ભારતમાં વૅક્સિનેશન પુરજોશમાં ચાલુ થયું છે. બાઇડન વહીવટી તંત્રની નીતિઓ કોરોના, ટેક્નૉલૉજી, ડિફેન્સ, ચાઇના મામલે કેવી રહેશે એના પર બજારોની નજર છે. રાજકોષીય ઢિલાશ, રૂપિયાની લહાણી શરૂમાં મીઠી લાગશે, પણ કરવેરામાં વધારો, કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગવાની સંભાવના વગેરે જોતાં અને ૨૦૨૨માં ઘણી ખરી સેનેટ ચૂંટણીઓ છે. ૨૦૨૧ના આરંભે જે સેક્ટર રોટેશન છે, સ્માર્ટ મની કયા જાય છે અને કયાથી નીકળે છે એ સમજવું જરૂરી છે. ડેમોક્રૅટના આગમન પછી બિગ મની-મોટા પૈસા ન્યુ યૉર્ક, કૅલિફૉર્નિયા જેવા બ્લુ સ્ટેટસ- ડેમોક્રૅટિક રાજ્યોમાંથી નીકળીને રેડ સ્ટેટસ - ટેકસસ, ફલોરિડા વગેરેમાં જઈ રહ્યા છે.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો લાંબા સમયથી ૭૩-૭૪ની ખૂબ નાની રેન્જમાં ટકી રહ્યો છે. મુખ્ય કરન્સીમાં યુરોની તેજી અટકી છે. પાઉન્ડ ટકેલો છે. સ્થાનિક બજારોની નજર ૧ ફેબ્રુઆરીના બજેટ પર છે. હાલમાં બજારો સંક્રમણકાળમાં છે. ઘણીખરી અચોક્કસતા બજેટ અને બાઇડન આવી જાય પછી દૂર થઈ જશે.


(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2021 11:39 AM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK