આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એટલે શુક્રવારે શૅર બજાર ભારે વધારા સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1.01 ટકા ના વધારા સાથે 689.19 અંક ઉપર 48782.51ના સ્તર પર બંધ થયું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 209.90 અંક ઉછળીને 1.48 ટકાની તેજી સાથે 14347.25ના સ્તર પર બંધ થયું છે. આ અત્યાર સુધીનો ઉચ્ચતમ સ્તર છે.
એક સમયે સેન્સેક્સ 761 અંકોના વધારે સાથે 48,854.34ના ઑલ-ટાઈમ ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું હતું અને નિફ્ટી 14,350ની ઉપર કારોબાર કરી રહ્યો હતો. સેન્સેક્સના ટૉપ ગેનર્સમાં ઈન્ફોસિસ, ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, મારૂતિ સુઝુકી, લાર્સન એન્ડ ટુબ્રો, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક્નોલૉજીસ શૅર સામેલ હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 333.85 અંક ઉપર 48,427.17ના સ્તર પર ખુલ્યું હતું, અને નિફ્ટી 14,234.40ના સ્તર પર હતું. બાદ ઘરેલૂ શૅર બજારમાં તેજીનો સિલસિલો ચાલુ રહ્યો હતો.
દિવસના દોઢ વાગ્યે સેન્સેક્સ 503.15 અંક વધીને 48,596.47ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા, તેમ જ નિફ્ટીમાં 157.70 અંકોની તેજી હતી અને તે 14,295.05ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. બીએસઈના લિસ્ટેડ કંપનીઓના બજાર પૂંજીકરણ શુક્રવારે શરૂઆતના કારોબાર દરમિયાન વધીને ઉચ્ચતમ સ્તર 195.21 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું.
આજના દિગ્ગજ શૅરોમાં મારૂતિ, ટેક મહિન્દ્રા, વિપ્રો, યૂપીએલ અને ઈન્ફોસિસના શૅર લીલા નિશાનમાં બંધ થયા છે. તેમ જ ભારતી એરટેલ, હિન્ડાલ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ અને ગેલના શૅર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં મેટલ અને પીએસયૂ બેન્ક સિવાયના બધા સેક્ટર્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. એમાં એફએમસીજી, આઈટી, ફાર્મા, બેન્ક, મીડિયા, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિર્સિઝ અને ઑટો સામેલ છે.
છેલ્લા કારોબારી દિવસે એટલે આજે ઘરેલૂ શૅર બજારની શરૂઆત વધારા સાથે થઈ હતી. ઈન્ડેક્સ સેન્સેક્સ 285.67 અંક એટલે 0.59 ટકા ઉપર 48459.73ના સ્તર પર ખુલ્યું હતું. તેમ જ નિફ્ટી 83.70 અંક એટલે 0.59 ટકા ઉપર 14230ના સ્તર પર ખુલ્યું હતું.
Share Market: સેન્સેક્સમાં 834 અંકનો ઉછાળો, Bajaj Finservના શૅરમાં ઉછાળો
19th January, 2021 15:45 ISTShare Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 480 અંક ઉપર
19th January, 2021 09:40 ISTતેજી-મંદીની રસાકસી વચ્ચે બજારે નવાં શિખરો સર કર્યાં
13th January, 2021 07:21 ISTShare Market: 50 હજાર નજીક પહોંચ્યું સેન્સેક્સ, PSU Banksના શૅરોમાં ઉછાળો
12th January, 2021 15:50 IST