Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઉછાળો

શૅરબજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઉછાળો

19 March, 2019 10:31 AM IST |

શૅરબજારની સારી શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઉછાળો

બજારે કરી મજબૂત શરૂઆત

બજારે કરી મજબૂત શરૂઆત


મંગળવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે સારી શરૂઆત કરી છે. સવારે સેન્સેક્સ 38,181 પર અને નિફ્ટી 21 અંકોની તેજી સાથે 11,483 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 31 લીલા, 18 લાલ અને એક પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.11% અને સ્મૉલકેપ 0.04%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. સોમવારે સેન્સેક્સ 70 અંકોની મજબૂતી સાથે 38,095 પર અને નિફ્ટી 35 અંકોની મજબૂતી સાથે 11,462ના સ્તર પર કારોબાર બંધ થયો હતો. 

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો મંગળવારે સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.69%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.22%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.03%ની તેજી, નિફ્ટી આઈટી 0.18%ની તેજી, નિફ્ટી મેટલ 0.16%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.81%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.31%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.



વૈશ્વિક બજાર પર નજર કરીએ તો આજના પ્રમુખ એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.26%ના ઘટાડા સાથે 21528 પર, ચીનના શાંઘાઈ 0.19%ના ઘટાડા સાથે 3090 પર, હેન્ગસેન્ગ 0.07%ના ઘટાડા સાથે 29389 પર અને તાઈવાનના કૉસ્પી 2179 પર કારોબાર કરી રહ્યા છે. અમેરિકાના કારોબારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.25%ની તેજી સાથે 25914 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.37%ની તેજી સાથે 2832 પર અને નાસ્ડેક 0.34%ની તેજી સાથે 7714 પર બંધ થયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2019 10:31 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK