Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ 160 અંકના વધારા સાથે બંધ, નિફ્ટી 8880ની નજીક

સેન્સેક્સ 160 અંકના વધારા સાથે બંધ, નિફ્ટી 8880ની નજીક

19 May, 2020 03:49 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સેન્સેક્સ 160 અંકના વધારા સાથે બંધ, નિફ્ટી 8880ની નજીક

ભારતીય શૅર બજાર

ભારતીય શૅર બજાર


આજે બજારે કારોબારી સત્રના બીજા દિવસે વધારા સાથે શરૂઆત કરી હતી. તેમ જ ભારતીય બજાર 0.6% થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 8800ની ઊપરના સ્તરે પહોંચીને બંધ થયા જ્યારે સેન્સેક્સે 30,190 ઊપર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 9,030.35 સુધી પહોંચ્યો, તો સેન્સેક્સ 30,739.96 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાયું. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.52% વધીને 11,112.13ના સ્તર પર બંધ થયા છે. જ્યારે BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.20%ની નબળાઈની સાથે 10,355.18 પર બંધ થયા છે.



અંતમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 167.19 અંક એટલે કે 0.56%ની મજબૂતીની સાથે 30196.17ના સ્તર પર બંધ થયા છે. તો NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 55.85 અંક એટલે કે 0.63%ની વધારાની સાથે 8879.10ના સ્તર પર બંધ થયા છે.


આજે મેટલ, ઑટો, આઈટી, એફએમસીજી અને ફાઈનાન્સ સર્વિસ 1.20-0.46 શેરોમાં સારી ખરીદારી દેખાઈ રહી છે. બેન્ક નિફ્ટી 0.49%ના ઘટાડાની સાથે 17486.25ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા, રિયલ્ટી અને પીએસયુ બેન્ક શેરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, ONGC, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ભારતી ઈન્ફ્રાટેલ 3.81-10.81% સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં યુપીએલ, વેદાંતા, રિલાયન્સ, ઈન્ડઈન્ડ બેન્ક, એલએન્ડટી, એસબીઆઈ અને એચયુએલ 1.41-9.78% સુધી ઘટીને બંધ થયા છે.


મિડકેપ શેરોમાં અદાણી પાવર, ઈમામી, ગુજરાત ગેસ, એજીએલ અને અમારા રાજા બેટરીઝ 14.38-4.73% સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં અતુલ, ફ્યુચર રિટેલ, ઝનરલ ઈન્શ્યોરન્સ, શ્રીરામ સીટી અને ચોલામંડલમ 6.77-4.21% સુધી ઘટીને બંધ થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2020 03:49 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK