ઘટાડા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 40 હજાર પર કરી રહ્યું છે કારોબાર
બીએસઈ
આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે સોમવારે શૅર બજાર ઘટાડા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ 55.26 અંક નીચે 40630.24ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નિફ્ટીની શરૂઆત 19.25 અંકના મામૂલી ઘટાડા સાથે 11,911.10 પર થઈ. છેલ્લા કારોબારી દિવસે દિવસભરના ઉતાર-ચઢાવ બાદ લીલા નિશાન પર બંધ થયું હતું. સેન્સેક્સ 127.01 અંક ઉપર 40685.50ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 33.90 અંકના વધારા સાથે 11930.35ના સ્તર પર બંધ થયું હતું.
આજના દિગ્ગજ શૅરોમાં એનટીપીસી, ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેન્ક અને એલએન્ડટીના શૅરની શરૂઆત લીલા નિશાન પર થઈ છે. તેમ જ અદાણી પોર્ટ્સ, એચડીએફસી લાઈફ અને ડૉ રેડ્ડીની શરૂઆત ઘટાડો થયો છે.
ADVERTISEMENT
સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે મીડિયા, એફએમસીજી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા અને રિયલ્ટીની શરૂઆથ તેજી પર થઈ હતી. તેમ જ ફાઈનાન્સ સર્વિસિઝ, મેટલ, ઑટો અને બેન્ક લાલ નિશાન પર ખુલ્યા હતા.