Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજાર વધારા સાથે બંધ, સેન્સેક્સમાં 83 અંકની તેજી

શૅર બજાર વધારા સાથે બંધ, સેન્સેક્સમાં 83 અંકની તેજી

18 September, 2019 03:54 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજાર વધારા સાથે બંધ, સેન્સેક્સમાં 83 અંકની તેજી

શૅર બજાર વધારા સાથે બંધ,

શૅર બજાર વધારા સાથે બંધ,


આજના કારોબારી દિવસે ભારતીય બજારમાં વધારો જોવા મળ્યો છે. માર્કેટ 0.2% વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 10840 પર બંધ થયા જ્યારે સેન્સેક્સ 36,560 ની પાર પહોંચીને બંધ થયું છે. આજના કારોબારી દિવસે નિફ્ટીએ 10,885.15 સુધી પહોંચ્યો ત્યારે સેન્સેક્સ 36,712.99 સુધી પહોંચ્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ભારે જોશ જોવા મળ્યો છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.39% વધીને બંધ થયા છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.32%ની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.30% ઉછળીને બંધ થયા છે.



બેન્કિંગ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, મેટલ અને આઈટી 1.47-0.49 શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.15%ના વધારાની સાથે 27172.65 ના સ્તર પર બંધ થયા છે. જો કે ઑટો અને ફાર્મા શેરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 82.79 અંક એટલે કે 0.23% વધીને 36563.88ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 23.10 અંક એટલે કે 0.21%ના વધારાની સાથે 10840.70ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં ટાટા સ્ટીલ, બીપીસીએલ, વેદાંતા, ગેલ ઈન્ડિયા, એસબીઆઈ અને આઈઓસી 2.24-3.70% સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં બ્રિટાનિયા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી અને આઈશર મોટર્સ 1.49-2.88% સુધી ઘટીને બંધ થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2019 03:54 PM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK