Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્ષમાં ભારતે ચીનને પછાડ્યું

ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્ષમાં ભારતે ચીનને પછાડ્યું

26 March, 2019 08:47 AM IST | નવી દિલ્હી

ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્ષમાં ભારતે ચીનને પછાડ્યું

File Photo

File Photo


ભારત અને ખાસ કરીને મોદી સરકાર માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ભારતની સરકારે સૌર ઉર્જા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો ફાયદો અત્યારે વર્લ્ડ ઇકોનોમી ફોરમે જાહેર કરેલા ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના સોમવારે જાહેર કરવામાં આવેલી વિગત પ્રમાણે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સમાં ભારત 2 ક્રમના ફાયદા સાથે 76મા સ્થાને પહોંચી ગયું છે. 2018માં ભારત 78મા ક્રમે હતું. મહત્વની વાત એ છે કે ભારતનું કટ્ટર હરીફ આ બાબતે ભારત કરતા પાછળ છે. હાલના ઇન્ડેક્સ પ્રમાણે ચીન 82મા નંબરે છે. 115 દેશની યાદીમાં સ્વિડન પહેલા નંબરે છે અને બીજા ક્રમ પર સ્વિત્ઝર્લેન્ડ અને ત્રીજા ક્રમે નોર્વે આવે છે.

ભારતની સૌર ઉર્જા ક્ષમતા 2019માં 73 ગીગાવોટ પર પહોંચી

ભારતના સુધરતા ક્રમની પાછળ સૌથી મોટુ કારણ ભારતીય સરકારે સૌર ઉર્જા પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ પછી ભારતનું પ્રદર્શન સૌથી સારું છે. 2019ની શરૂઆત સુધી ભારતની સૌર ઊર્જા ક્ષમતા 73 ગીગાવૉટ સુધી પહોંચી ગઈ છે, જે દેશની કુલ ઊર્જા ક્ષમતાના 20% છે, જ્યારે 2017-18માં આ હિસ્સો 7.8% હતો. આ પહેલાં 2015માં આ હિસ્સો 5.6% હતો. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય સરકારે ઊર્જા મેળવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલા ભર્યા છે.



આવનારા સમયમાં ભારત સૌર ઉર્જા પર વધું ફોકસ કરશે
મળતી માહિતી મુજબ આવનારા સમયમાં ટ્રાન્ઝિશનમાં મોટી ભાગીદારી નિભાવવા ભારતમાં વાતાવરણ ઊભું કરાઈ રહ્યું છે. 2017-18માં પહેલીવાર પરંપરાગત ઊર્જા સ્રોતોની તુલનામાં સૌર ઊર્જા ઉત્પાદન વધુ રહ્યું. દરમિયાન 11,788 મેગાવૉટ સૌર ઊર્જા વધી, જે થર્મલ અને હાઈડ્રો સેક્ટરના 5,400 મેગાવૉટની તુલનામાં બમણી હતી.

આ પણ વાંચો : વડોદરા ગુજરાતનું સૌથી પહેલું સોલાર સંચાલીત એરપોર્ટ બનશે

2020 સુધી ભારત 10 હજાર મેગાવૉટ સૌર ઊર્જા મળશે: ઈક્રા
WEF ના અહેવાલમાં કહેવાયું હતું કે, સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા ભારતમાં સબસિડી આપવાની પણ સુવિધા છે. આ ઉપરાંત રેટિંગ એજન્સી ઈક્રાએ 2020માં સૌર ઊર્જા ક્ષેત્રમાં વધુ 10 હજાર મેગાવૉટ ઉત્પાદન થવાનો અંદાજ લગાવ્યો છે. પરંપરાગત સ્રોતો સિવાય ઊર્જાના નવા સ્રોતો પર નિર્ભરતાએ ભારતની સ્થિતિ મજબૂત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2019 08:47 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK