Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > UAEમાં ભારતીયોનો દબદબો, ફોર્બ્સની યાદીમાં પાંચ ભારતીય મૂળના વેપારી

UAEમાં ભારતીયોનો દબદબો, ફોર્બ્સની યાદીમાં પાંચ ભારતીય મૂળના વેપારી

28 March, 2019 09:30 PM IST | દુબઈ

UAEમાં ભારતીયોનો દબદબો, ફોર્બ્સની યાદીમાં પાંચ ભારતીય મૂળના વેપારી

UAEમાં ભારતીયોનો દબદબો

UAEમાં ભારતીયોનો દબદબો


અબજોપતિઓની યાદીમાં UAEમાં રહેનાર પાંચ ભારતીય મૂળના ઉદ્યોગપતિઓનો સમાવેશ થયો છે. જે પાંચેયની કુલ સંપતિ 1.04 લાખ કરોડ રૂપિયા છે. આ પાંચમાંથી ત્રણ વેપારીઓ કેરળના છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે પાંચ વેપારીઓનો આ યાદીમાં સમાવેશ થયો છે. જેમાંથી ત્રણ કેરળ એક કર્ણાટક અને એક ચેન્નઈ-મુંબઈના છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ યુસુફ અલીનું છે. જ્યારે ફોર્બ્સની યાદીમાં તેમનું સ્થાન 394મું છે. પદ્મશ્રી વિજેતા અલીની કુલ સંપતિ 4.7 બિલિયર યૂએસ ડૉલર છે. તે લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના ચેરમેન અને MD છે.

યાદીમાં બીજું નામ મિકી જગતિયાનાનું છે. જે દુબઈમાં આવેલા રિટેલ સ્ટોર્સ ગ્રુપના માલિક છે. તેમની સંપતિ 4 બિલિયન યૂએસ ડૉલર્સ છે. જ્યારે ઓવરઑલ યાદીમાં તેમનું નામ 478મો છે.

ફોર્બ્સની યાદીમાં યૂએઈના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં બીઆર શેટ્ટીનું નામ છે. જે અબુધાબીમાં આવેલા NMC હેલ્થકેરના ફાઉન્ડર અને ચેરમેન છે. જેમનું ઓવલઑલ રેંકિંગ 804મો છે. વિશ્વની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફામાં બે માળના માલિક છે.

સની વર્કે આ યાદીમાં ચોથા સ્થાને છે. જે એજ્યુકેશનલ એન્ટરપ્રેન્યોર અને ફિલાંથ્રોપિસ્ટ છે. તેમની કુલ સંપત્તિ 2.8 મિલિયન યૂએસ ડૉલર છે.

આ પણ વાંચોઃ લોકસભા 2019: ભારતીય લોકતંત્રના મહાપર્વમાં થશે મહાખર્ચ



પાંચમું સ્થાન પીએસની મેનને મેળવ્યું છે જેમની સંપતિ 1.1 બિલિયન ડૉલર છે. ઓવરઑલ લિસ્ટમાં તેમનો નંબર 1941મો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2019 09:30 PM IST | દુબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK