કોરોનાની ચિંતાની સોના-ચાંદીના ભાવ પર અસર વર્તાય છે

Published: Jul 17, 2020, 17:57 IST | Agencies | Mumbai Desk

ઑગસ્ટ સોનાનો વાયદો છેલ્લે ૬.૫૦ ડૉલર ઘટીને ૧૮૦૭.૪૦ ડૉલર પર બંધ થયો હતો. સપ્ટેમ્બર કોમેક્સ ચાંદીના ભાવો છેલ્લે ૦.૦૮૧ ડૉલરના ઘટાડા સાથે ૧૯.૬૮ ડૉલરે બંધ થયા હતા.

સોના-ચાંદીના ભાવ પર અસર
સોના-ચાંદીના ભાવ પર અસર

ગઈ કાલે યુ.એસ.ના કારોબારમાં શરૂઆતના તબક્કે સોના અને ચાંદીના ભાવ સાધારણ નીચા રહ્યા હતા. રાતોરાત ચાંદીના ભાવ બીજા ૧૧ મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા અને ૨૦ ડૉલરના સ્તરે બંધ થઈ રહ્યા હતા. ઑગસ્ટ સોનાનો વાયદો છેલ્લે ૬.૫૦ ડૉલર ઘટીને ૧૮૦૭.૪૦ ડૉલર પર બંધ થયો હતો. સપ્ટેમ્બર કોમેક્સ ચાંદીના ભાવો છેલ્લે ૦.૦૮૧ ડૉલરના ઘટાડા સાથે ૧૯.૬૮ ડૉલરે બંધ થયા હતા.
વિશ્વના સ્ટૉક માર્કેટમાં કોરોનાને કારણે હજી પણ ચિંતા બનેલી છે અને નજીકના સમયમાં એ ચિંતા બની રહેવાની સંભાવના છે. કોરોના સંકટ હોવા છતાં બીજા ત્રિમાસિક ગાળામાં ધારણા કરતાં વધારે સારી રીતે રિકવરી કરનાર ચાઇનાનો જીડીપી ૬.૮ની સરખામણીએ ૩.૨નો જીડીપી નોંધાયો હતો. ચાઇનામાં થતું પ્રોડક્શન પણ જૂન મહિનામાં વધીને ૪.૮ ટકા નોંધાયું હતું જે મે મહિનામાં ૪.૪ ટકા રહ્યું હતું. જોકે જૂન મહિનામાં ચાઇનાનું રિટેલ વેચાણ ૧.૮ ટકા રહ્યું હતું જે મે મહિનામાં -૨.૮ ટકા નોંધાયું હતું.
સામા પક્ષે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પોતાના ઇમર્જન્સી બોન્ડ બાઇંગ પ્રોગ્રામ અને બેન્ચમાર્ક રેટ યથાવત્ રાખે એવી સંભાવના છે. યુરોપિયન યુનિયનના અર્થતંત્રને ટેકો આપવા માટે આજથી શરૂ થતાં ૭૫૦ અબજ યુરોના રિકવરી ફંડની ચર્ચા પર સૌકોઈની નજર રહેશે.
વિશ્વ બજારમાં નેમેક્સ ક્રૂડ ઑઇલના ભાવ પણ પ્રતિ બેરલ દીઠ ઘટીને ૪૦.૮૦ ડૉલર રહ્યા હતા. યુએસ ડૉલર ઇન્ડેક્સ પણ બુધવારે પાંચ અઠવાડિયાંના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હતું.
એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૧૦૪ ખૂલી, ઉપરમાં ૪૯,૨૪૫ અને નીચામાં ૪૮,૯૭૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૨ ઘટીને ૪૯,૦૫૭ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૪ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૯,૬૦૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૯૦૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૯૧ ઘટીને બંધમાં ૪૯,૦૯૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૩,૦૦૭ ખૂલી, ઉપરમાં ૫૩,૧૯૯ અને નીચામાં ૫૨,૬૬૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૨૬ ઘટીને ૫૨,૮૩૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૨૦૦ ઘટીને ૫૨,૯૦૮ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૨૦૦ ઘટીને ૫૨,૯૧૧ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK